________________
શુભસંગ્રહ-ભાગ છે
३२-जठर उपर कराता अत्याचारना अनों
અત્યાચાર અથવા કોઈ પણ કામમાં હદબહાર જવાથી અનેક હાનિ થાય છે. અનેક વિષયોમાં મનુષ્યો આજે હદબહાર જાય છે, પરંતુ ખાવામાં તેઓ જે અત્યાચાર કરે છે, તેના આગળ બીજા સઘળા અત્યાચાર ઝાંખા પડી જાય છે. એ કેઈકજ મનુષ્ય હશે, કે જે પોતાના શરીરને જેટલા પિષણની અગત્ય છે, તેના કરતાં વધારે નહિ ખાતો હોય. ભજનની થાળી ઉપર વિદ્વાન કે અવિદ્વાન જ્યારે બેસે છે, ત્યારે તે ખાવાને હેતુ શરીરને પોષણ આપવાનું છે, એ વાત કેવળ વિસરી જાય છે. જઠરમાંથી અન્ન પાછો ઉછાળા મારે છે ત્યાંસુધી તે આછુંપાછું જોયા વિના આડે હાથે ઝાપટે છે. તે શરીરને પિષવા ખાતો નથી, પણ જીભને સંતોષવા ખાય છે. હદ ઉપરાંત ખાવાથી તે પોતાના શરીરના બળને ક્ષય કરે છે, અને પોતાના અઅર્ધ આયુષ્ય ઉપર પૂળો મૂકે છે. હદ ઉપરાંત ખાવાથી તે પિતાની કામ કરવાની શક્તિઓને હણી નાખે છે, અને વિવિધ વ્યાધિઓને પોતાના શરીરમાં સ્થાપી નિવાસ કરવાનું આમંત્રણ આપે છે. - ડોકટરે અને વૈદ્યોની દવા ખાનારા હજારે રોગીઓમાં સેંકડે ૯૫ મનુષ્યો હદ ઉપરાંત ખાનારા હોય છે. હદ ઉપરાંત ખાવું એ જબરૂં પાપ છે, અને આ પાપથી બચનારા કોઈ વિરલાજ નજરે પડે છે. સાજા મનુષ્યો જેમ આ પાપમાં ડૂબેલા રહે છે, તેમ માંદા મનુષ્યો પણ તેમાં ડૂબેલા રહે છે. સ્ત્રીઓ જેમ તેમાં પચેલી રહે છે, તેમ પુરુષો પણ રહે છે ! વૃદ્ધો અને બાળકે પણ તેથી મુક્ત હોતાં નથી. જગત રોગથી, વિવિધ દ:ખોથી અને મરણથી ભરેલું. હવે જોવામાં આવે એમાં શું આશ્ચર્ય છે!
કેટલાક પિતાના પેટને રહ્યા અને ફીના ઝેરી ઉકાળાની ટાંકીઓજ બનાવે છે, કેટલાક પિતાનાં ફેફસાં અને શ્વાસનલિકાને તમાકુને ધૂમાડે ભરવાનાં અને કાઢવાનાં ભુંગળાજ બનાવે
કેટલાક પોતાનાં મુખને પાન અને સેપારીને ચા કચરવાની ખાંડણીઓજ બનાવે છે. કેટલાક પોતાના નાકને અને મગજને તપખીર ભરવાની શીશીઓજ બનાવે છે અને કેટલાક પોતાની કંઠથી તે પાયુપર્યંતની અન્નનલિકાને વિવિધ આચરકુચરને ઠાંસી ઠાંસીને ભરવાની ઉભી કઠીઓજ બનાવે છે. આવા અત્યાચારમાં યથાર્થ આરોગ્યને શી રીતે સંરક્ષણ થાય, દીર્ઘ આયુષ્ય શી રીતે પ્રાપ્ત થાય અને માનવદેહનાં કર્તવ્ય શી રીતે યથાવિધિ સધાય?
હદ ઉપરાંત કામ કરવું, એ પણ અત્યાચાર છે. મોડી રાત સુધી જાગવું અને ઉજાગરા કરવા, એ પણ અત્યાચાર છે. માસમાં એક વાર કરતાં અધિક વાર બ્રહ્મચર્યને ભંગ કર, એ પણ અત્યાચાર છે. આ સર્વ અત્યાચાર મનુષ્યને દુઃખને જ ભોક્તા કરે છે.
જરૂર જેટલું જ ખાતાં શીખે. શરીરરૂપી યંત્ર ઉત્તમ પ્રકારે શી રીતે ચાલે છે, તેનું જ્ઞાન પ્રાપ્ત કરો. શું ખાવું, કેટલું ખાવું, જ્યારે ખાવું અને કેવી રીતે ખાવું, તે પ્રયત્નથી જાણે. શરીરની તમારે બહુ અગત્ય છે. તે બહુ મધું છે. દુરુપયોગ વડે તેને સત્વર નાશ કરી નાખવા તે મળ્યું નથી, પણ તે વડે તમારું તથા અન્યનું સર્વોત્તમ કલ્યાણ તમે સાધે, તે માટે તે તમને મળ્યું છે. જીભના સ્વાદમાટે બે વાર કે ચાર વાર, જેમ ગધેડા ઉપર બજે લાદવામાં આવે, તેમ પેટમાં આહારને બેજે ન ભરો. એથી જઠર વગેરે જીવનસંરક્ષક અવયવો ઘસાઈ જાય છે અને તે ઘસાતાં તમે પોતે ઘસાઈ જાઓ છે, માટે અધિક ખાઈને પોતાના પગ ઉપરજ કુહાડ ને મારે.
ખાવાપીવામાં મિતાહારી થવાથી, તેમજ બીજી બધી બાબતોમાં મર્યાદામાં રહેવાથી તમે સઢ આરોગ્યને તથા દીર્ધ આયુષ્યને પ્રાપ્ત કરશો: એટલું જ નહિ પણ બીજી અનેક બાબતમાં તમે ઉન્નતિને પ્રાપ્ત કરશો. કારણ કે સઘળા પ્રકારની ઉન્નતિને પાયે યથાર્થ આરોગ્ય છે.
( શ્રાવણ-૧૯૬૪ના “મહાકાળ”માંથી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com