________________
બળનો ક્ષય શાથી થાય છે તથા તે શી રીતે અટકે છે?
પુકળ હવાને શ્વાસમાં લેવાથી બળને ક્ષય થતું નથી, પણ ઉલટી બળની વૃદ્ધિ થાય છે: પરંતુ પુષ્કળ ખાવાથી તો બળનો ક્ષય થાય છે, અને શરીરમાં રોગ કરનાર વિષની ઉત્પત્તિ થાય છે. જરૂર કરતાં એક ગ્રાસ સરખે પણ વધારે ખાવાથી બળને ક્ષય છે, એ શાસ્ત્રના પારને પામેલા વિદ્વાને પણ જાણતા હોતા નથી; એનું કારણ એ કે, શરીરનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું મનવ્યનું, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા જેટલું જ કર્તવ્ય છે, એ તેઓએ જાણેલું હોતું નથી.
ખાવામાં મિતાહારી થાઓ અને યોગ્ય પદાર્થોને જ જઠરમાં નાખે, અને વ્યાધિની ફરિયાદ કરવાનું તમારે કશુંજ કારણ નહિ રહે. મિતાહારી થવાથી શરીરના બળનો ક્ષય થતો નથી, અને આ બળ કોઈ પણ વ્યાધિને શરીરમાં પ્રકટવા દેતું નથી; પણ મિતાહારી એટલે શું? સોમાં નવ્વાણું મનુષ્ય પોતાને મિતાહારી માને છે, પણ સઘળાજ અમિતાહારી હોય છે. તમે જે મગજની મહેનત કરનારા હશો તો હાલ તમે જેટલું ખાઓ છે તે તમારે જેટલું ખાવું જોઈએ, તેના કરતાં પાંચગણું અથવા સાતગણું વધારે છે, અને જો તમે શારીરિક મહેનત કરનારા હશે તે હાલ તમે જેટલું ખાઓ છે તે તમારે જેટલું ખાવું જોઈએ, તેના કરતાં બમણું અથવા ત્રમણું વધારે છે. તમને આ વચન તદ્દન ગાંડાઈભરેલું લાગે છે, નહિ વારૂ? પરંતુ તે સત્ય છે. શારીરશાસ્ત્રથી તે સિદ્ધ થયેલું છે, અને તમે ઉત્તમ આરોગ્ય ભોગવતા નથી, અને થોડે છેડે દિવસે કોઈ ને કઈ વ્યાધિની ફરિયાદ કરે છે, એ તેનું સબળ પ્રમાણ છે.
રના સંબંધમાં પણ આ પ્રમાણે જ બળનો ક્ષય કરતા અટકે. નજરમાં આવે તેવા વિચારો ન કરો. કોઈ યોગ્ય માર્ગમાં, ઉદ્દેશપૂર્વક વિચારને વાળ્યા કરે અને પ્રતિદિન તમારામાં બળની વૃદ્ધિ થયેલી તમને સમજાશે.
પથારીમાં માંદા પડીને ત્રણ ચાર મહિના પડ્યા રહેવા કરતાં અથવા માંદા પડીને હવાફેરને માટે લાલી, માથેરાન કે ડુમસ બે ત્રણ મહિના જવા કરતાં દરરોજ ખુલ્લી હવામાં ફરવા જાઓ, સાત-આઠ કે દસ માઈલ ચાલો, દીર્ઘ શ્વાસપ્રશ્વાસ કરે અને બળથી શરીરને ભરો.
સ્મરણમાં રાખો કે, રાત્રે દસ વાગે ભજીયાં, પુરી, ચેવડે, બરફી, પેંડા, જલેબી, ચાહા, કોફી, દૂધ આઇસ્ક્રીમ, તમાકુ, દારૂ કે એવી જ બીજી વસ્તુઓથી જઠરને તડાતુમ કરવાથી અને પછી બીજે દિવસે અગિયાર વાગતાં સુધી ઉંધ્યા કરવાથી શરીરમાં બળ આવતું નથી. આ સર્વ બળને ક્ષય થવાના માર્ગ છે.
શરીરના અને મનના સ્વરૂપને અભ્યાસ કરી, શાથી તેઓની ઉન્નતિ થાય છે, તે જાણ; અને પછી નિયમિત વર્તન કરી બળવાન થાઓ. ત્યારે જ તમે, જે આત્મજ્ઞાનની શાસ્ત્રમાત્ર સ્તુતિ કરે છે, તેના અધિકારી થશે અને તેને પ્રાપ્ત કરી સર્વોત્કૃષ્ટ પદમાં વિરાજશે.
(ભાદ્રપદ-૧૯૬૬ ના “મહાકાળ'માં લખનાર સદગત માસ્તર શ્રીમાન છોટાલાલજી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com