________________
બળનો ક્ષય શાથી થાય છે તથા તે શી રીતે અટકે છે? કરવા ગ્ય નથી. જ્ઞાતિની થાળીઓની યથાર્થ શુદ્ધિ કદી પણ થતી નથી. તેને ગમે તેટલી જોવા છતાં પણ તે ચીકણી જ રહે છે. આ થાળીઓની કેરો વગેરે ભાગોમાં સૂક્ષ્મદર્શક યંત્રથી જોનારને બેકટેરિયા' નાં લશ્કરનાં લશ્કર દષ્ટિએ પડયા વિના રહે તેમ નથી. થાળી કરતાં સ્વચ્છ પત્રાળાં અથવા કેળના સ્વચ્છ પત્રમાં જમવું ઉત્કૃષ્ટ છે. પ્રત્યેક મનુષ્ય ઘેર તથા બહાર પોતાનું જમવાનું તથા જળ પીવાનું પાત્ર જૂદું રાખવું યોગ્ય છે.
(આશ્વિન–૧૯૬૫ના “મહાકાળ”માં લખનાર સદ્દગત માસ્તર શ્રીમાન છોટાલાલજી).
३१-बळनो क्षय शाथी थाय छे तथा ते शी रीते अटके छ ?
કેટલાક મનુષ્યો પુષ્કળ કામ કરે છે, તે પણ કોઈ જાણતું હેતું નથી; અને કેટલાક મના થોડુ કામ કરે છે, પરંતુ એટલી ધાંધલ મચાવી મૂકે છે કે આજુબાજુના મનુષ્યોને પણ તેથી ઘણે ત્રાસ થાય છે.
પ્રત્યેક ક્રિયામાં બળને ક્ષય થાય છે, એ આપણે ભૂલી જવું જોઈતું નથી. બળના ક્ષયના બદલામાં જે કોઈ ઉપયોગી કાર્ય આપણે સાધીએ છીએ તે તે કરેલો ક્ષય સાર્થક છે, પણ ‘ટકાની ડોશી ને ઢબું મુંડામણ” એ કહેવત પ્રમાણે બળના ક્ષયના પ્રમાણમાં સાધવા જેટલું ઉપયોગી કાર્યો આપણે સાધતા નથી, ત્યારે તે ક્ષય હાનિજ કરે છે.
મૂલ્યવાનમાં મૂલ્યવાન વસ્તુના કરતાં પણ બળ વધારે મૂલ્યવાન છે, અને તેથી તેને આપણે કાંકરાની પેઠે ખર્ચી નાખવું યોગ્ય નથી. જ્યાં પાંચ વાકય બોલવાની જરૂર હોય ત્યાં પાંચસેં વાક્ય બેલી નાખવાં, જ્યાં હાથને સહજ હલાવવાની જરૂર હોય, ત્યાં આખું શરીર હલાવી નાખવું અને આવા ને આવા સેંકડો વ્યાપાર કરવા, એ બળને નકામો ક્ષય છે; અને તોપણ હજાર મનુષ્યો નિત્ય આમજ કરે છે.
પ્રત્યેક ક્રિયા, પછી તે શરીરની, વાણીની કે મનની હેય–ગમે તે હોય, પણ તે ઉદેશપૂર્વક કરો. ઉદેશવિના શરીરના એક પણ અવયવને ગતિમાં ને મૂકે, ઉદ્દેશવિના એક પણ શબ્દને ન ઉચારો અને ઉદેશવિના એક પણ વિચારને ન કરો.
બાળકના શરીરમાં બળનું પૂર એટલું બધું ઉભરાઈ જાય છે કે તેને કંઈ ને કંઈ યિા કરવાનું જોઈએ છે. તેનાથી એક ક્ષણ વાર પીને બેસી રહેવાતું નથી. નાયગરાના ધોધની પેઠે તેના બળને પ્રવાહ નકામો વહી જાય છે. બુદ્ધિમાન માબાપનું કામ તેને સન્માર્ગે વાળવાનું છે, તેને યંગ્ય દિશામાં વાળીને તેની પાસે ઉપયોગી કામ કરાવવાનું છે. બાળપણમાં આ પ્રમાણે બળને વ્યર્થ ક્ષય કરનાર બાળકને મોટપણે પણ તે ટેવ કાયમ જ રહે છે. તેઓ મોટપણે પારવિનાની નકામી ક્રિયાઓ કરે છે અને બળના ક્ષયવડે નિ:સત્વ થઈ જાય છે.
સખ્ત મહેનત કરવાથી કોઈ મનુષ્ય આજસુધી મરી ગયો નથી, પણ નકામી ક્રિયા કરવાથી સેંકડો મનુષ્ય મરી ગયા છે, અને મરી જાય છે, નકામી ક્રિયા કરવામાં બળનો જેટલો ક્ષય થાય છે, તેટલો સખ્ત મહેનત કરવામાં થતો નથી. નિયમિત રીતે સખ્ત મહેનત કરનારને નકામા વિચારે કરવાને અવકાશ મળતો નથી; સખ્ત મહેનત ન કરનારને જ વિચારોનાં કેકડાં કાંતવાન વખત મળે છે અને વિચારોનાં કકડાં બળરૂપી રૂધિરને ચૂસી જનાર મહારાક્ષસ છે.
“હું કોણ છું' એવું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રાચીનકાળથી ઉપદેશ અપાતો આવે છે, પરંતુ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એટલો મર્યાદાવાળો અર્થ જ આ ઉપદેશને સર્વત્ર કરાતે જોવામાં આવે છે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાની કંઈ ના નથી, તે પ્રાપ્ત કરવાની અત્યંત અગત્ય છે; પણ આપણે સમાવેશ કંઈ એકલા આત્મામાંજ થતો નથી. આપણને શરીર તથા મન પણ વળગેલાં છે. આ બંને વિસારે મૂકી, એકલા આત્માને શોધવા જતાં આપણે કવચિતજ વિજયી થઈએ છીએ. શરીરને તથા મનને ન જાળવનાર તથા તેમને ઉચ્ચ પ્રકારના બળથી યુક્ત ન રાખનાર કયો શુ. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com