________________
નવું દિવસને મિ. રિચર્ડ ફાસેલનો ઉપવાસ ३३-नेवं दिवसनो मि. रिचर्ड फॉसेलनो उपवास ઉપવાસ એ વિવિધ વ્યાધિને મટાડવાને એક અત્યંત સમર્થ ઉપાય છે. એ સંબંધમાં મહાકાલમાં દશ-બાર વર્ષથી પ્રસંગોપાત લેખો આવતાં છતાં જ્યાં સુધી “સ્ટેટ્સમેને વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન યુપટન સિન્કલેરનો તે સંબંધી લેખ પિતાના પત્રમાં થોડા માસ ઉપર પ્રકટ કર્યો ન હતો,
ત્યાં સુધી આ દેશમાં પ્રજાનો વિદ્વાન તથા અવિદ્વાન વર્ગ, મોટે ભાગે કેવળ અંધકારમાંજ રહ્યો હતો. થોડા માસ થયાં આ વિષયસંબંધમાં વિવિધ સ્થળે જિજ્ઞાસા જાગ્રત થઈ છે, અને રેગ નિવારવાના આ અમેધ ઉપાયને ઘણા લાભ પણ લેવા લાગ્યા છે.
પાશ્ચાત્ય પ્રજામાં અનેક મનુષ્ય લાંબા ઉપવાસ કરે છે, પરંતુ તેવુ દિવસ જેટલો લાંબે ઉપવાસ કરનાર તો મિ. ફાસેલજ પ્રથમ છે. ઉપવાસ કરવાનો તેનો હેતુ તેને થયેલ જળદરનો વ્યાધિ મટાડવાનો અને તેના શરીરનું વજન ઘટાડવાનો હતો. તેના આ બંને હેતુ સફળ થયા છે, તેના વ્યાધિ મટી ગયો છે અને તેનું વજન ૭૦ રતલ ઓછું થયું છે. ઉપવાસ કરવા પહેલાં મિ. કૅસેલનું વજન ૨૯૭ રતલ હતું. ચાળીસ દિવસના ઉપવાસ થયા ત્યાં સુધી તે દરરોજ સરાસરી બારથી પંદર માઈલ ચાલતે, અને ચંપી કરાવતો તથા તેની એક ખાસ કસરત કરીને ઠંડા પાણીથી ચાર પાંચ મિનિટમાં સ્નાન કરી લેતા. વળી દરરોજ તે અર્ધા કલાકથી એક કલાક સુધી તળાવમાં તર્યો કરતો. તે નિત્ય સરાસરી પાંચથી છ પ્યાલાં જળ પી; તે વિના બીજું કશું ખાતા ન હતા.
આ બધા દિવસોમાં તેને દરરોજ દસ્ત થતો હતો. તે ઉપરાંત વળી મળ નીકળી જવાને માટે તે અર્ધા ખાટા લીબને એક પ્યાલા પાણીમાં નીચેથી સવારે તથા સાંજે પીતો. પ્રસંગેપાત તે રૂબાબુંના એક કકડાને લીંબુને બદલે ચૂસતે, અને તેના કૂચા થુંકી નાખતે. - નેવુએ દિવસ તેને ઘણું સારી ઉંધ આવી હતી, માત્ર પહેલા અઠવાડીઆમાં તેને ભૂખનું દુઃખ જણાયું હતું; પણ ત્યાર પછી ઉપવાસ પૂરા થતાં સુધી તેને ભૂખનું કષ્ટ જણાયું નથી.
ચાળીસ દિવસ પછી નિત્ય આળસુ બેસી રહેવાને કંટાળો ઉપજવાથી તેણે એક આરોગ્યશાળામાં રોગીઓને પીરસવાની નોકરી લીધી. આ નોકરીમાં તેને પ્રસંગોપાત જૂદા જૂદા ખાવાના પદાર્થો કેવા થયા છે તે ચાખવા પડતા, પણ તે ચાખીને તેમને થુંકી નાખતો. એક કણ પણ ગળે ઉતારતા નહિ. માત્ર એક બે પ્રસંગે થોડા કણ અકસ્માત તેના ગળામાં ઉતરી ગયા હતા, પણ આથી તેને પેટમાં બહુ વ્યથા થઈ આવવાથી ઉલટીવડે તત્કાળ તે બહાર કાઢી નાખવામાં આવ્યા હતા. ઉપવાસના ઓગણસાઠમા દિવસે તેણે અખાડામાં આશરે દશ મિનિટ સુધી કુસ્તી કરી હતી, અને પચાસથી પણ રતલ વજનના ડબ્બલવડે તથા ભારે વજનની ખુરશીઓ ઉંચકીને આશરે દશ મિનિટ કસરત કરી હતી. પછી તે પાકશાળામાં તે નોકરી કરતો હતો, તે ઉપરાંત નિત્ય એકથી બે કલાક ફરવાની કસરત કરતો. ઉપવાસના સિત્તેરમા દિવસ સુધી તેનું વજન દરરોજ એક રતલ ઘટતું હતું. ત્યાર પછી તે ઘણુંજ ધીમે ધીમે ઘટવા લાગ્યું હતું.
છેલ્લા દિવસોમાં લીંબુની સાથે તેનાથી પાણી પી શકાતું નહિ. નેવુંમે દિવસે જ્યારે તેણે ઉપવાસ ભાગ્યો, ત્યારે તેણે અધી નારંગી અર્ધા પ્યાલા પાણીમાં નીચવીને પીધી હતી; પણ ઉલટી થઈને તે નીકળી ગઈ હતી. આ પ્રમાણે ઉપવાસ છોડયા પછી પહેલા ત્રણ ચાર દિવસ તેનું જઠર જરા પણ ખોરાકને ગ્રહણ કરી શકતું ન હતું. ત્યારપછી પાણી ભેળવેલા ફળને રસ તે પી શકવા લાગ્યો. તેનું પ્રમાણ દશ દિવસ સુધી વધારવામાં આવ્યું હતું. ઘન ખેરાક ખાવા પહેલાં તે દરરોજ સ્પિનાકના રસના થોડા ઘૂંટડા પીતો અને પછી ખાતે. સૌથી પ્રથમ ઘન ખેરાકમાં તેણે સ્પિનાકનિજ રાંધ્યા વિના ખાધું હતું. આ પછી થોડા દિવસે તે પહેલાંની માફક ખાવા શક્તિમાન શા હતા.
ઉપવાસના દિવસો દરમિયાન પગમાં, કેડામાં અને હાથમાં પચાસમે દિવસે તેને વાયુની ચસકે જણાઇ હતી, પણ થોડા દિવસમાં તે મટી ગઈ હતી. ત્યારપછી એક અઠવાડીઆસુધી તેના નાકમાંથી લોહી પડવી કર્યું હતું. સાઠમે દિવસે તેને દારૂ પીવાની પ્રબળ ઈચ્છા થઈ આવી હતી. ત્રણ દિવસ પછી તે નાશ પામી હતી. વળી તે પછી એક અઠવાડીએ તેને તમાકુ પીવાની પ્રબળ ઈચ્છી પ્રકટી હતી, તે પણ ત્રણ દિવસે શમી ગઈ હતી.
મિ. કૅસેલે આ ઉપવાસ કુશળ આરોગ્યશાસ્ત્રીઓની દેખરેખનીચે કર્યા હતા. બીજાએ આવી હિંમત ધરતા પહેલાં ઉપવાસસંબંધી સઘળી માહિતી મેળવવી જોઈએ. (“મહાકાળ”માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com