________________
માતાપિતાની બેદરકારીના થર !
२७ - मातापितानी बेदरकारीना थर !
*
પ
*
એક ગૃહસ્થ સવારે શાકભાજી લેવા જાય છે અને શાકમારકીટમાં શાક લેવામાં એ જેટલે. સમય સાધે છે, તેટલેા શાકની પરીક્ષામાં એકાગ્ર બને છે; કાથમીર તાજી છે કે વાસી એ જોવામાં જેટલી નજર દોડાવે છે એટલા સમય, એટલી એકાગ્રતા કે એટલી નજર એણે એના બાળકની કેળવણી પછવાડે આપેલ છે? આ તે બહુ સાદે અને સહેલા પ્રશ્ન છે. શાક લેવાનું એક અદનામાં અદનુ દૃષ્ટાંત મૂકી અમે આપણાં મામાને એ પ્રશ્ન પૂછીએ છીએ કે, બાળકની કેળવણીવિષે એમણે કાઇ દિવસ કઇ વિચાર કર્યાં છે? હા, બહુ બહુ તેા છેાકરાને ભણાવવા માટે એકાદ માસ્તરને ધેર ખેલાવ્યેા હશે, બહુ બહુ તેા હેડમાસ્તરને મળ્યું છેાકરાપર નજર રાખવાની ભલામણુ કરી હશે. એથી વિશેષ એણે શું કર્યું છે ? આને જવાબ દરેક માબાપ પેાતાનેજ આપે તે અમે એ પ્રશ્નનું કઇં પરિણામ આવ્યુ, એમ માની લઈશું. કેટલેક સ્થળે તાનિશાળ એટલે છેકરાંઓની માથાકૂટ ધરમાંથી બહાર ધકેલવાનુ સાધન ! એ રીતે નિશાળના ઉપયાગ થાય છે. નાનાં નાનાં ખાળકાની પંચાત માતાને ઓછી થાય અને પતુજી માસ્તરને એ ઉપાધિ ચાટે એટલા પૂરતાજ નિશાળના ઉપયેાગ ઘણે સ્થળે છે; પણ એ માપિતાએ, પેાતાના બાળકમાં નાનપણથી શા શા સંસ્કાર પડે છે, નાનપણથી એના જીવનનેા પાયા કયી રીતે પડે છે એને કશાય ખ્યાલ કર્યાં નથી. ખ્યાલ કરવાને એને અવકાશ નથી અને એ રીતે એ બેદરકારીના થર આપણા સમાજપર જામતા જાય છે. પ્રભુ જાણે એ ઘર ક્યારે ઉખડશે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પણ અમે તે આશાવાદી છીએ. ખેદરકારીના એ થર આપે નહિ તે આવતી કાલે ઉતરશે. માણસ પોતે પોતાની મેળે નહિ સમજે તેા સમય એને સમજાવશે. એવા જીવનના ઘણા પ્રસ ંગા છે, કે જેમાં સમય માણસને શિક્ષણ આપે છે. એમ આ વિષયમાં પણ બને એ બનવાજોગ છે; છતાં લેહાણા માતપિતા સાવધ અને એટલા માટે અમારે આજને આ પ્રયાસ છે.
બાળક એટલે ફૂલ. એનામાં પ્રભુતા છે, નિર્દોષતા છે, અનુકરણ કરવાની અજબ શક્તિ છે. ખાળક જે જુએ એ શીખે. બાળક જે સાંભળે એની અસર એનાપર ખીજા કરતાં જલદી થાય છે.. બાળકની અનુકરણુશક્તિ પણ અજબ છે. આ રીતે બાળકમાં જે વિવિધ પ્રકારની શક્તિએ છે અને જો માબાપ અભ્યાસ કરી લે તે ખાલજીવનના પાયા પૂરવામાં એ અભ્યાસ ખૂબ ઉપયોગી થઇ પડે. એક વખત એવા હતા કે માતા પેાતાના ખાળક તરફ ખૂબ ધ્યાન આપતી. માતા બાળકના સૌથી સરસ શિક્ષક બની શિક્ષણદાત્રી મહામાતા બનતી. આજે કમનસીબે એ માતાનુ માતૃત્વ નાશ પામતુ જાય છે. જ્યાં માતા સંસ્કારવિહેાણી હાય, ત્યાં બાળકને સસ્કાર ક્યાંથી મળે! આ માતૃપદને લગભગ નાશ થવા આવ્યા છે. બહુ નહિ તે છેલ્લા પચીસ વર્ષા સમય જેવાથી આપણને તુરત માલૂમ પડશે કે, સંસારમાંથી માતૃત્વના લેાપ થતેા જાય છે. પચીસ વર્ષ પહેલાંની માતા અને આજની માતામાં જે તફાવત છે, એ તફાવત ઝીણી નજરે જોનારને તુરત માલૂમ પડી આવે તેવા છે. એ માતા ઉત્તમ શિક્ષક હતી, ઉત્તમ ઘરવૈદ હતી, ઉત્તમ ધર્માંગુરુ હતી. આજે એ શિક્ષણ, વૈદું કે ધજ્ઞાન માત્ર ચાપડીએમાં રહ્યું છે, જીવનમાંથી ગયું છે. માતા પેાતાના કુટુંબને– જ્ઞાતિને ધ્યાનમાં રાખી નાનપણથી જે સંસારનું શિક્ષણ બાળકમાં રેડતી એ પ્રસંગ અદ્રિતીય હતા. દાસીનું દૂધ ધાવી ગયેલા રાજસિંહની માતાએ એ દાસીના દૂધમાં ક્ષત્રીત્વને કલંક લગાડનારી વૃત્તિના સંસ્કાર પડેલા જોયા, એટલે બાળકને ઉંધે માથે ટાંગીને એના પેટમાંથી એ દૂધ કાઢી નાખવા પ્રયત્ન કર્યો, એ એના માતૃપદની મહત્તા, એ એના સંસ્કારખળની સમજણુ, આજે કેટકેટલી અને કેનામાં છે? બાળકના કાઇપણ રાગમાં માતા એને દેશી એસડીયાંથી તુરત આરામ કરી દેતી. આજે એજ માતા બાળકના પેટમાં સહજ દુખે એટલે “ખેલાવા ડૅાકટરને” એ શબ્દમાં. પરાધીન બની છે. બાળકના પેટમાં વિલાયતી દવાઓ જરા પણ જવી ન જોઇએ અને એને એ દવાએ લાભ કરતાં હાનિ વધુ કરે છે. બહુ સાદી અને બહુ સહેલી દવા બાળકામાટે માતા
www.umaragyanbhandar.com