________________
સગુણ ભક્તિ વધારે ઉપકારક છે. જાણીને હે જીવોના અત્યંત પ્રિય! હું જેવો છું તેવો ને તેજ તને શરણું છું. મારું શરીર અને મન તારૂં છે. હું અને મારૂં” એ ભાષા મેં છોડી દીધી છે. તું દયાનિધિ છું, સર્વ સત્તાધીશ છું, સર્વજ્ઞ છું. તારા સિવાય બીજું કાંઈ નથી. મેં તારા કશાની વાસના મનમાં રાખી નથી. ધન, માન, ઘરબાર–સર્વ તને અર્પણ હજો. તું રાખીશ તે હું રહીશ. તું જે આપીશ તે સારું સમજીને લઈશ. તું કહીશ તે સાંભળીશ. ગુણદોષસહિત હું જેવો છું તેજ તારો દાસ છું. મારી ઈકને તું વિષય થા, આંખે તનેજ જુઓ, હાથપગ તારીજ સેવા કરો, મને તારૂં જ ધ્યાન કરો, સવ સુખ-દુ:ખ સહન કરવાની શક્તિ તુંજ આપ. કઈ પણ અવસ્થામાં તારું સ્મરણ થવા દે. સ્તુતિ-નિંદાને વરસાદ થાય તો પણ તારી પાસેથી ચિત્ત પળભર ખસવા દઈશ નહિ. તને પિતાનું સર્વસ્વ માનનારા જે સંત તેનેજ સંગ આ૫, પ્રપંચની વાર્તાની કટકટ મારા કાન ઉપર આવવા દઈશ નહિ, અંતઃકરણ તારા પ્રેમથી હમેશ ભરીને વહેવા દે.” એવી પ્રાર્થના ભક્તના ચિત્તમાં સર્વ કાળ ચાલેલી હોય છે.
અંતઃકરણની પ્રેમમય ભાવનાથી શ્રીહરિને શરણ જવાની જે ક્ષણ તેજ ક્ષણથી દૈવી જીવનનો પ્રારંભ થાય છે ! શ્રીહરિની-આત્મારામની અત્યંત વિસ્મૃતિ એ મૃત્યુ છે અને તેનું સ્મરણ, ચિંતન, અનુસંધાન, ગુણગાન એ જીવન છે.
૪
હે વાસુદેવ! હે ભુવનત્રય! તું વ્યાપીને રહેલો છે, એ જ્ઞાન અમોને આપ. હે હર ! અમારી સર્વ વાસના હરણ કરીને આપના પદકમલમાં અમારૂં ચિત લાગવા દે. હે રામ! યોગી, મુનિ, સંત, મહંત, તારા જે સ્વરૂપને ઠેકાણે રમેલા હોય છે, તે સ્વરૂપે અમારી વૃત્તિ રમવા દે. હે ત્રિનેત્રા ! શ્રવણ, મનન અને નિદિધ્યાસનરૂ૫ ત્રણ આંખે અમને આપ અને તારી સુંદર મૂર્તિ જેવા દે. હે ત્રિપુરારિ ! સ્થળ, સૂક્ષ્મ અને કારણરૂપ ત્રણ દેહનો ઉચ્છેદ કેવી રીતે કરવો તે અમને શીખવ. હે શંકરા! વિષય કલ્યાણકારક છે, એ અમારો ભ્રમ દૂર કરીને તું જ સર્વ કલ્યાણનું કલ્યાણ અને મંગળનું મંગળ છું, એવો બોધ અમને આપ અને તારૂં સુખકર સ્વરૂપ બતાવ.
કેવળ જૂની પરંપરામાં વધેલા અને મૂર્તિની પૂજા કરનારા બ્રાહ્મણ (જે રામકૃષ્ણ પરમહંસ) તેમની ચરણરજથી પુનિત થવાનું ભાગ્ય જે મને મળ્યું ન હોત તો તે હું આજ કયાં હેત !” એવું સ્વામી વિવેકાનંદે ગુરુભક્તિથી ઉભરાયેલા અંતઃકરણથી એક વખત કહ્યું હતું. વિવેકાનંદ બી. એ. થયેલા વિદ્વાન રહ્યા, અને શ્રી રામકૃષ્ણ પરમહંસ જનદષ્ટિથી કેવળ અશિક્ષિત રહ્યા. તે સંસ્કૃત શીખેલા નહેતા અને અંગ્રેજીની પણ તેમને ગંધ નહોતી ! પણ રામકૃષ્ણ કાલી માતાના નિઃસીમ ઉપાસક હતા. એ ઉપાસનારૂપી તપથી તેમની યોગ્યતા એટલી વધી કે ત્રણે ખંડમાં કીર્તિ પામેલા વિવેકાનંદને આ સર્વ દિગ્ય સામર્થ્ય તેમની ચરણરજથી પ્રાપ્ત થયું ! મૂર્તિપૂજાની અવગણના કરનારાઓએ રામકૃષ્ણ પરમહંસને કાલીની મૂર્તિનું એકનિષ્ઠ ભજન કરતાં કરતાં સર્વ બ્રહ્મજ્ઞાન અનાયાસે પ્રાપ્ત થયું હતું, એ વિસરવું જોઈયે નહિ!! ભક્તોના પગ પાસે મેક્ષ આળોટતો આવે છે. બ્રહ્મજ્ઞાન તે બિચારું ભક્તોને બારણે કંગાલ જેવું થઈને ઉભું રહે છે, તેથીજ ભગવતપ્રાપ્તિનો સર્વોત્તમ માર્ગ ભગવાનની અનન્યભાવે ભક્તિ કરવી એજ છે. કર્મ, જ્ઞાન અને યોગ એના કરતાં ભક્તિ જ શ્રેષ્ઠ છે, એમ નારદાદિ સર્વ મહાત્માઓએ કહેલું છે. ભક્તિ સગુણનીજ કરવી.
સ્વાનુભવથી કેબારાય કહે છે કે, મખ્ય જે ઉપાસના સગણ ભક્તિ, તેથી બધી દિશાઓ સધાય છે. ભાવની શુદ્ધિ જાણીને હૃદયમાં (પરમાત્માની) મૂર્તિ પ્રકટ થાય છે. ૧–બીજ અને ફળ, એ બંને હરિનું જ નામ છે. તે સકળ પુણ્ય, સકળ ધર્મ છતાં સકળ કળાનું વર્મા છે. તે અકળ કળાવાળો શ્રમને દૂર કરે છે. રજે ઠેકાણે કીર્તન-નામશેષ હોય, અને હરિના દાસ નિર્લજજ થઈને તે કરતા હોય, ત્યાં બધા રસે પૂરેપૂરા ભરાય છે અને ભવબંધના પાશ તૂટી જાય છે. ૩–વેદપુરુષ નારાયણ કે જે યોગીઓના શૂન્યબ્રહ્મ છે, મુકતિના પૂર્ણ બ્રહ્મ છે; તેજ અમો ભેળાં આત્માઓ માટે: સગુણ બ્રહ્મ થયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com