________________
પ્રાસ`ગિક ઉક્તિઓ १९ - प्रासंगिक उक्तिओ
૪૭
-એક સજ્જન લખે છે કે “ તમે એક નિશ્ચય આજે પ્રતિપાદન કરેા છે, તે કાલે વળી તેથી જૂદા પ્રકારનાજ નિશ્ચય પ્રતિપાદન કરેા છે. આજ તમે એક બાબતને વખાડા છે!, તેા કાલે વળી તેનેજ વખાણે છે.. તમારા મનની અર્થાત્ નિશ્ચયેાની આ પ્રકારની અસ્થિરતા અનેક પ્રસંગે મારા અવલેાકવામાં આવી છે.'' પ્રિય હૃદય ! તમારૂં કહેવુ" કેવળ સત્ય છે. હું નિરતર બદલાતેાજ ચાલું છું. કદી પણ ન બદલાય એવી અવિક્રિય સ્થિતિને માટે મારે અને આખા જગતના પ્રયત્ન છે, અને જ્યાંસુધી એવી સ્થિતિ કે જે પરમાત્માથી અભિન્ન છે, તે મને તથા આખા વિશ્વને નહિ પ્રાપ્ત થાય ત્યાંસુધી તે નિરંતર બદલાતુંજ ચાલવાનું. જે મેાડે અથવા અહુ વિલંબે બદલાય છે, તેની ઉન્નતિ બહુ મેાડી થાય છે. હું ઇચ્છું છું કે, હું અને તમે ક્ષણે ક્ષણે બદલાતા ચાલીએ. શું તમે નથી અવલેાક્યુ` કે, જળને પ્રવાહ જેમ વેગથી પેાતાનું સ્થાન બદલતા આગળ ચાલે છે, તેમ તે અધિક શુદ્ધ થાય છે? ખીજક બદલાપુને અંકુર થાય છે, અંકુર બદલાઇને છેાડ થાય છે, છેડ બદલાઇને વૃક્ષ થાય છે. બાળક બદલાઈને કુમાર થાય છે, કુમાર બદલાઇને યુવક થાય છે, યુવક બદલાઇને પુખ્ત વયને મનુષ્ય થાય છે. તુરેશ મરવા બદલાઇને ખાટી કેરી થાય છે અને ખાટી કેરી બદલાને પાકી ગળી કરી થાય છે. શું તમે બાળકને બાળકનાજ રૂપમાં, બીજકને ખીજકનાજરૂપમાં અને મરવાને મરવાનાજ રૂપમાં સદા રાખી રહેવા ઈચ્છે છે!? સત્યની પણ ભૂમિકા છે. બાલ્યાવસ્થામાં જે સત્ય હાય છે, તે કુમાર અવસ્થામાં અસત્ય ભાસે છે; કુમાર અવસ્થામાં જે સત્ય ભાસે છે, તે યુવાવસ્થામાં અસત્ય ભાસે છે અને યુવાવસ્થામાં જે સત્ય જણાય છે, તે પુખ્ત વયમાં અસત્ય જણાય છે. તમે આજે ગમે તેવા વિદ્વાન કે જ્ઞાનવાન હશે તે પણ તમે જે જાણે છે તેનાથી ચઢિયાતી વિદ્યા અને જ્ઞાન છે, અને તે ચઢિયાતી વિદ્યા અને જ્ઞાનની સાથે સરખાવતાં આજે જે તમે જાણા છે, તે અસત્ય અર્થાત્ ઉતરતા પ્રકારનું છે! ચઢિયાતી વિદ્યા અને જ્ઞાનની પ્રાપ્તિને માટે, આજે જે ઉતરતા પ્રકારની વિદ્યા અને જ્ઞાન તમને પ્રાપ્ત છે, તેના તમારે ત્યાગ કરવેાજ જોઇએ. ચા નિશ્ચયેાની ભૂમિકામાં પ્રવેશ કરવાને માટે તમારે તમારા આજના નિશ્ચયેા બદલવા જોઇએ; તેમ તમે નથી કરતા, અને ગ્રહણ કરેલા નિશ્ચયેાના પુંછડાને પકડીનેજ બેસી રહેા છે, તે તમારી ઉન્નતિ અટકે છે; એટલુંજ નિહ પણ પશુના પુંછડાને પકડી રહેનારને જેમ પશુની ઘણી લાતા ખાઇને આખરે તેનુ પકડેલું પૂંછડું છેાડવુ પડે છે, તેમ આજના નિશ્ચયાનેજ કેવળ સત્ય માની તેમને પકડી રહેનાર અને આગળ ન વધનારને અનેક દુઃખા સહન કરીને આખરે ઉંચે ચઢવું પડે છે. આથીજ પ્રિય હૃદય ! મારા નિશ્ચયેામાં હું નિરંતર બદલાતે! ચાલુ છું. અને ભવિષ્યમાં અત્યંત વેગથી બદલાવા ઇચ્છું છું. તમને તમારા સ્વીકારેલા નિયેામાંજ જીવનના અતપંત પડી રહેવું પ્રિય લાગતું હોય તે તમારી સ્વતંત્રતાની આડે આવવા મારી લેશ પણ ઇચ્છા નથી. મારા નિશ્ચયેા કે વિચારે સ્વીકારવાને હું કાઇને આગ્રહ કરતા નથી. જેમ કુશળ વ્યાપારી પોતાના ઉત્તમ માત્ર ગ્રાહકાની ષ્ટિએ પડે તેમ પેાતાના પણ્યગૃહ(દુકાન)માં યુક્તિપૂર્વક ગેાઠવે છે, તેમ મારા વિચારાદિતે મને પ્રાપ્ત કુશળતા પ્રમાણે હું ‘મહાકાલ’માં સ્થાપું છું. જેમને તે આકર્ષીક ભાસે તે ભલે તેમને સ્વીકાર કરેા; ન ભાસે તે ભલે તેમને અનાદર કરે.×
—અન્ય સજ્જન ઉદ્ગાર કાઢે છે, કે “મહાકાલ”માં પિષ્ટપેષણ બહુ આવે છે. પ્રિય આત્મન્ ! ઉપરના સજ્જનને જ્યારે હું બદલાતા ભાસ છું, અને પૂના નિશ્ચયેાથી જૂદા પ્રકારનાજ નિશ્ચયેા દર્શાવતા જણાઉં છું, ત્યારે તમને હું તેને તેજ વેષ લેને, ધડી ધડી કટાળેા ઉપજે એવી રીતે, આવતા દેખાઉં છું. તમે ગરુડની ગતિથી ગગનમાં ઉડનારા જણાએ છે,
× મારા વિચાર તેના તેજ છે” ઈ ડફ્રાંસા હાંકીને પેાતાના ફરેલા વિચારાને અડગ' દર્શાવવામાં ગારવ નેતા હોય તે આ સરચિત્ત સાધુના લેખમાંથી અલ લેશે, એવી આશા છે. સપાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com