________________
પદ્દન
નાશ પામવાના છે. એ પરમાણુઓ શાશ્વત છે. આપણે સાવવ વસ્તુને ઉત્પન્ન કરી શકીએ છીએ પરંતુ મૂળભૂત પરમાણુઓને અંતિમ અવને-ઉત્પન્ન કરી શકતા નથી. આ રીતે જ, ઘટ વગેરે સાવયવ દ્રવ્યનો વિનાશ થઈ શકે છે, પણ પરમાણુઓનો વિનાશ થઈ શકતો નથી. પરમાણુઓનો તે કેવળ સંયોગવિભાગ થાય છે. ઉત્પાદ-વિનાશ થતો નથી. તેથી જ પરમાણુરૂપ પૃથ્વી નિત્ય છે પરંતુ પાર્થિવ પરમાણુઓના કાર્યરૂપ પૃથ્વી અનિત્ય છે.'
કાયરૂપ અનિત્ય પૃથ્વીના ત્રણ ભેદો છે—પાર્થિવ શરીર, પાર્થિવ ઇન્દ્રિય અને પાર્થિવ વિથ૭
શરીર એટલે ? જેના દ્વારા આત્મા સુખ-દુ:ખને ભોગ કરે છે તેને શરીર કહેવામાં આવે છે. શરીર ધારણ કર્યા પછી જ આત્મા સુખ અને દુઃખને અનુભવ કરી શકે છે. ૧૮
શરીરના બે પ્રકાર છે—નિજ અને અનિજ. જે શરીરની ઉત્પત્તિ ગર્ભાશયમાં શુક્ર અને શોણિતના સંયોગથી થાય છે તે શરીરને નિજ કહેવામાં આવે છે. જે શરીર શુક્ર અને શેણિતના સંગ વિના જ બને છે તેને એનિજ તરીકે ઓળખવામાં આવે છે ૧૯
શુક્ર અને શાણિતના સાગ વિના શરીરોત્પત્તિ કેવી રીતે સંભવે ? આ શંકાનું સમાધાન કરતાં શ્રીધર જણાવે છે કે ગર્ભાધાનક્રિયામાં પરમાણુવિશે
ને સંયોગ થવાથી જ તે શરીરની ઉત્પત્તિ થાય છે. શુક્રશાણિત શું છે? પરમાણુઓ જ છે ને. વિશેષ-વિશેષ પરમાણુઓના મળવાથી એક ગુણવિશેષ પરિપાક થાય છે. આ પાકથી પરમાણુઓ પરસ્પર મળીને શરીરરૂપમાં પરિણત થવા લાગે છે. એટલે શરીરાત્તિ યથાર્થતઃ ગર્ભાધાનક્રિયા પર નહિ—શુકશોણિત સંગ પર નહિ–પરંતુ પરમાણુઓના સંમિશ્રણ પર નિર્ભર છે. તેથી દેહરચના માટે ગર્ભાશયમાં શુક્ર-શોણિતનું મળવું અનિવાર્ય નથી. મિથુનક્રિયા વિના પણ શરીરેલ્પત્તિ થઈ શકે છે. એમાં કોઈ અસ્વાભાવિકતા નથી.૨૦
યોનિજ શરીરના બે ભેદ છે—જરાયુજ અને અંડજ ૨૧ જરાય યા ગર્ભાશયમાંથી જે શરીરને પ્રસવ થાય તેને જરાયુજ કહેવાય. જે શરીર ઈ! ફોડી બહાર નીકળે તે અંડજ કહેવાય.
અયોનિજ શરીરના ત્રણ ભેદ છે-ટ્વેદેજ, ઉદ્ધિજજ અને અષ્ટવિશેષજન્ય. જે શરીર પરસેવામાંથી ઉત્પન્ન થાય તે સ્વેજ કહેવાય. ઉદાહરણાર્થ, જૂ, માંકડ