________________
વોષિકદન
૨૫
સાંસિદ્ધિક વત્વ પાણીનો ગુણ છે. સ્નેહ પણ પણીનો ગુણ છે. આ આઠ ગુણા તથા વેગ અને સ્થિતિસ્થાપકત્વ નામના બે સંસ્કારા કેવળ ભૌતિક ગુણા છે. તેથી તેમની ચર્ચામાં વિશેષ નહિ પડીએ. બાકી રહેલા પંદર ગુણામાં આ—વ્રુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધમ અને અધ—તેમ જ નવમા ગુણુ ભાવના (=સંસ્કારના એક પ્રકાર) આત્માના વિશેષગુણા છે. આ નવ ગુણાનો પરિચય આપણે આત્મપ્રકરણમાં આપી દીધા છે. વળી, પ્રમાણપ્રકરણમાં બુદ્ધિગુતું વિશેષ નિરૂપણ કરવામાં આવશે. તેથી આ નવ ગુણાનો પરિચય આ પ્રકરણમાં આપી પુનરુક્તિ કરવાની જરૂર નથી. બાકી રહ્યા સાત ગુણા —સંખ્યા, પરિમાણ, પૃથક્ક્ત્વ, વિભાગ, સયાગ, પરત્વ અને અપરત્વ. આ સાત ગુણાને પરાભૌતિક પાસુ છે. તેથી તેમની ચર્ચાનુ ઘણું મહત્ત્વ છે. પ્રસ્તુત પ્રકરણમાં તેમની જ વિશેષરૂપે ચર્ચા કરીશું.
(૧૨) પ્રજ્ઞપ્તિસત્(subjective)-વસ્તુસત્ (objective) — ન્યાય-વૈશેષિક અનુસાર બધા ગુણા અરૂપ છે એટલે તેમના પ્રપ્તિસત્–વસ્તુસત્ એવા વિભાગ કરવા અસંગત લાગે. હકીકતમાં, આ જાતના વિભાગ કરવાને આપણને અધિકાર નથી. ન્યાય-વૈશેષિક દંન ગુણાને આવા વિભાગ કતુ નથી. તેમ છતાં ન્યાયવૈશેષિક ચિંતકો પ્ાતે જ કેટલાક ગુણાની ઉત્પત્તિને યુદ્ધચપેક્ષ ગણે છે. પરત્વ, અપરત્વ, દ્વિ વગેરે સંખ્યા અને દ્વિપૃથ વગેરે પૃથાની ઉત્પત્તિને ન્યાયવૈશેષિક ચિંતકા વ્રુદ્ધચપેક્ષ ગણે છે.૩૦ વળી, તે ગુણેા ઉત્પન્ન થયા પછી બાહ્ય દ્રવ્યમાં લાંખે। વખત રહેતા નથી પણ ખૂબ જ થાડા વખત રહે છે. દ્રવ્યમાં તેમનું પ્રત્યક્ષ જ્યારે થાય છે ત્યારે જ તે દ્રવ્યમાં ઉત્પન્ન થાય છે અને પછીની ક્ષણે તેમને નાશ થાય છે.૩૧ આમ ન્યાય-વૈશેષિકને આત્યંતિક બાહ્યાવાદ અહી વિજ્ઞાનવાદમાં સરી જાય છે. ન્યાય-વૈશેષિક દાનની લીલા છતાં આ ગુણોને વસ્તુસત્ ગણવા માટે કલ્પનાને ખૂબ તાણ પડે છે. આપણે જોયું તેમ, આ ગુણોને પરાભૌતિક પાસું છે. આ ગુણો ઉપરાંત જે ગુણોને પરાભૌતિક પાસું છે તે છે—સંયોગ, વિભાગ અને પરિમાણુ. આ ત્રણ ગુણામાંથી સંયોગ અને વિભાગની ઉત્પત્તિ બુચપેક્ષ નહાવા છતાં તેમની ઉત્પત્તિ જે બાહ્ય દ્રવ્યમાં થાય છે તે દ્રવ્યને કંઈ અસર કરતી નથી. આ અંમાં આ ગુણાને ચૂસ્તપણે વસ્તુસત્ ન ગણી શકાય. આથી તેમને પ્રજ્ઞપ્તિસત્ અને વસ્તુસત્ અને પાસાં ધરાવતા ગુણા ગણી શકાય. પરિમાણુ એ એક જ એવા પરાભૌતિક પાસુ ધરાવતા ગુણ છે જેને ચૂસ્તપણે વસ્તુસત્ ગણી શકાય.