Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 616
________________ ૫૯૮ પદર્શન નૌયાયિકે કહે છે, “શબ્દ નિત્ય નથી કારણ કે ઉચ્ચારણ પહેલાં કે પછી તેની ઉપલબ્ધિ નથી થતી.” જે કઈ કહે કે શબ્દ તે હેય છે પણ આવરણને કારણે તેની ઉપલબ્ધિ તે વખતે થતી નથી તે તૈયાયિક જણાવે છે કે આવરણ નથી કારણ કે તેની ઉપલબ્ધિ થતી નથી. પ્રતિવાદી નીયાયિકને નીચે પ્રમાણે કહે છે—તમે કહો છો કે આવરની ઉપલબ્ધિ નથી થતી એટલે આવરણ નથી. પરંતુ જેવી રીતે તમને આવરણની ઉપલબ્ધિ નથી થતી તેવી રીતે અમને આવરણની અનુપલબ્ધિની ઉપલબ્ધિ પણ નથી થતી. જો અનુપલબ્ધિના બળે તમે આવરણને અભાવ સિદ્ધ કરો છો તે તેના (=અનુપલબ્ધિના) બળે અમે “આવરણની અનુપલબ્ધિને અભાવ સિદ્ધ કરીશું. આ રીતે આવરણની ઉપલબ્ધિ સિદ્ધ થઈ જશે. આ ઉત્તરને–ખંડનને—અનુપલબ્ધિસમ જાતિનું ઉદાહરણું ગણાય.૩૨ (૨૨) નિત્યસમ– ‘શબ્દમાં જે અનિત્યસ્વધર્મ છે તે નિત્ય છે કે અનિત્ય ? જો નિત્ય માનશે તે તે ધર્મના ધામીને અર્થાત શબ્દને પણ નિત્ય માનવ પડશે. જે અનિત્ય માનશે તે અનિત્યસ્વધર્મ જ અનિત્ય, હોવાથી તેના અભાવમાં ધમ શબ્દ નિત્ય સિદ્ધ થઈ જશે.” આ જાતને ઉત્તર નિત્યસમ જાત્યુત્તરનું ઉદાહરણ છે. (૨૩) અનિત્યસમ–પ્રસ્તુત અનુમાનનું કેઈ નીચે પ્રમાણે ખંડન કરે છે-“અનિત્ય ઘટ સાથેના સાધમ્યથી જે શબ્દની અનિત્યતા સિદ્ધ થાય તે તે બધા પદાર્થો અનિત્ય સિદ્ધ થાય, કારણ કે અનિત્ય ઘટ સાથે બધા પદાથેંનું કંઈક સાધમ્ય તો છે જ.” આ અનિત્યસમ જાતિનું ઉદાહરણ છે.૩૪ (૨૪) કાર્યસમ – શબ્દ અનિત્ય છે કાર્ય હેવાથી” એવું વાદી કહે છે એટલે પ્રતિવાદી જણાવે છે કે કાર્ય જન્ય પણ હોય અને જ્ઞાય પણ હેય. શબ્દ કાર્ય હોવાથી અર્થાત જ્ઞાપ્ય હોવાથી નિત્ય પણ હોઈ શકે છે. તેથી કાર્ય હેતુ અનિત્યવનું સાધક બની શકે નહિ.” આ કાર્યસમ જાતિનું ઉદાહરણ છે.૩૫ આમાં કેટલીક જાતિઓમાં દૂષણ એક જ હેવા છતાં દૂષણોદ્ભાવનપ્રકાર ભિન્ન હેવાથી સ્વતંત્ર જાતિઓ માનવામાં આવી છે. નિગ્રહસ્થાન કઈ વાક્યસંદર્ભમાં વાદી અને પ્રતિવાદીનું અજ્ઞાન યા વિપરીત જ્ઞાન પ્રગટ થાય છે તે પરાજિત ગણાય છે, નિગ્રહીત ગણાય છે. આવાં પરાજયનાં

Loading...

Page Navigation
1 ... 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628