________________
ન્યાયદર્શન
પ૯૭
ઉદાહરણ–“ઘડાને હેતુ (=સાધન) શું છે? એને ઉત્તર કે આપે છે કે ચાકડો, દંડ વગેરે. વારુ, હવે આ હેતુ ઘટ (=ઘટોત્પત્તિ) પહેલાં કાર્ય કરે છે કે પછી જે ઘટોત્પત્તિ પહેલાં તો એ સમયે ઘટ હતો જ નહિ, તે પછી તેમને ઘટના હેતુ કેમ ગણાય? જે પછી, તે ઘટ પહેલેથી વિદ્યમાન છે એટલે તેમને ઘટના હેતુ કેમ ગણાય ? જે ઘટ અને ઘટહેતુને સમકાલીન માનીએ તો પણ તેમની વચ્ચે કાર્યકારણભાવ ન ઘટે કારણ કે બે સમકાલીનો વચ્ચે કાર્યકારણભાવ લેતો નથી, જેમ કે ગાયનાં બે શિંગડાં.ર૭
(૧૭) અથપત્તિસમ–એક વાત કહેતાં બીજી વાતની પ્રતિપત્તિ થઈ જાય તેને અર્થપત્તિ કહેવામાં આવે છે. ખેંચીતાણીને અથપત્તિ દ્વારા જે ખંડન કરવામાં આવે છે તેને અથપત્તિસમ જાત્યુત્તર કહેવામાં આવે છે. ઉદાહરણ– શબ્દ અનિત્ય છે એ ઉપરથી સિદ્ધ થાય છે કે શબ્દ સિવાય બધું નિત્ય છે.
તકવ હેવાથી અનિત્ય છે' એ ઉપરથી સિદ્ધ થાય છે કે કૃતકત્વ સિવાયના બધા હેતુઓ નિત્યસાધક છે.૨૮ . (૧૮) અવિશેષસમ–કાર્યવરૂપ સમાનધર્મ હેવાને કારણે શબ્દ અને ઘટ બંનેમાં એ દષ્ટિએ અવિશેષતા છે અને તેથી ઘટની જેમ શબ્દને અનિત્ય માને છે. તેવી જ રીતે પ્રમેયવરૂપ સમાનધર્મ હોવાને કારણે સકલ પદાર્થોમાં અવિશેષતા છે અને તેથી બધા પદાર્થો નિત્ય યા અનિત્ય એકરૂપ થઈ જશે.” –આ જાતને ઉત્તર અવિશેષસમ જાત્યુત્તર છે.૨૯ . (૧૯), ઉપપત્તિસમ—બે વિરુદ્ધ કારણોની ઉપપત્તિ દર્શાવી ખંડન કરવું તે ઉપપત્તિસમ જાતિ છે. ઉદાહરણાર્થ, કાર્યવની ઉપપત્તિ હતાં શબ્દનું અનિત્યત્વ પુરવાર થાય છે, તેમ જ નિરવયવત્વની ઉપપત્તિ હોતાં શબ્દનું નિત્યત્વ પુસ્વાર થાય છે.૩૦
" (૨૦) ઉપલબ્ધિસમ-નિર્દિષ્ટ કારણના અભાવમાં પણ સાધ્યની ઉપલબ્ધિ દેખાડી ખંડન કરવું તે ઉપલબ્ધિસમ જાતિ છે. ઉદાહરણાર્થ, વાદી ધૂમહેતુથી અગ્નિ પુરવાર કરે છે કે તરત જ પ્રતિવાદી કહે છે કે ધૂમ વિના પણ અગ્નિ દેખાય છે એટલે ધૂમને અગ્નિને સાધક હેતુ ન માનવો જોઈએ. પ્રતિવાદીને મા ઉપલબ્ધિસમ જાત્યુત્તર છે.૩૧
(૨૧) અનુપલબ્ધિસમ–અનુપલબ્ધિને અનુપલબ્ધિ દેખાડીને જે ખંડન કરવામાં આવે છે તેને અનુપલબ્ધિસમ જાતિ કહેવામાં આવે છે.