Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 614
________________ પહદ . દર્શન સાધ્ય સિદ્ધ જ નહિ કરી શકે. આ જાતનું ખંડન પ્રસંગ મ જ યુત્તર કહેવાય છે.૨૧ (૧૨) પ્રતિદષ્ટાન્તસમ–વિરુદ્ધ દષ્ટાન્ત દ્વારા સાધ્યથી વિરુદ્ધ સિદ્ધ કરવું તે પ્રતિદષ્ટાન્ડસમ જાતિ છે. ઉદાહરણાર્થ, પ્રયત્નથી વિભાવ્યમાન (ઉત્પાદ્યમાન) હેવાથી ઘટની જેમ શબ્દ અનિત્ય છે એમ વાદી કહે છે કે તરત જ પ્રતિવાદી જણાવે છે કે પ્રયત્નથી વિભાવ્યમાન (ઉપાદ્યમાન) હેવાથી આકાશની જેમ શબ્દ નિત્ય છે. કૂવા આદિ ખનન પ્રયત્ન દ્વારા આકાશ પણ વિભાવ્યમાન (ઉત્પાદ્યમાન) છે, તેથી આકાશરૂપ પ્રતિદષ્ટાન્તદ્વારા શબ્દના અનિત્યત્વનું વિરોધી નિત્યત્વ સિદ્ધ કરવું તે પ્રતિદષ્ટાન્ડસમ જાત્યુત્તર છે. ' (૧૩) અનુત્પત્તિસમ–ઉત્પત્તિ પહેલાં કારણનો અભાવ દર્શાવી જે ખંડન કરવામાં આવે તે અનુત્પત્તિસમ જાતિ છે. જ્યારે શબ્દ ઉત્પન્ન થયે ન હતો ત્યારે એમાં કાર્યવ કયાં હતું ? અને જો એનામાં કાર્યરત ન હોય તો એને નિત્ય જ માનવો પડશે, અને જે એનામાં નિત્યતા માનશે તે પછી એની ઉત્પત્તિ કયાંથી ? અર્થાત નિત્યત્વયુકત શબ્દ કદી અનિત્ય ન હોઈ શકે. આ અનુત્પત્તિસમ જાતિનું ઉદાહરણ છે.૨૩ (૧૪) સંશયસમ– કાર્યવરૂપ સાધમ્ય દ્વારા ઘટસદશ શબ્દને અનિત્ય માને છે તો તેવી જ રીતે ઐયિકવરૂપ સાધમ્ય દ્વારા નિત્ય ઘટવ સદશ શબ્દને નિત્ય કેમ નથી માનતા ? આ છે સંશયસમ જાત્યુત્તરનું ઉદાહરણ. અહીં સંશય ઊભો કરવામાં આવે છે.૨૪ (૧૫) પ્રકરણસમ–પક્ષ અને પ્રતિપક્ષની પ્રવૃત્તિને પ્રક્રિયા કહેવામાં આવે છે. જ્યાં બંનેનું =નિત્ય અને અનિત્યનું) સાધમ્ય દર્શાવી પ્રક્રિયાની સિદ્ધિ થાય તેને પ્રકરણસમ જાત્યુત્તર કહેવામાં આવે છે. ઉદાહરણાર્થ, ગત્વ(નિત્યજાતિ)માં ઇન્દ્રિયગ્રાહ્યત્વ છે. અને ઘટ(અનિત્ય વ્યકિત)માં પણ ઈન્દ્રિયગ્રાહ્યત્વ છે. તેથી નિત્ય અને અનિત્ય બંને સમાનધર્યા છે. અહીં શબ્દના ઈન્દ્રિયગ્રાહત્વને લઈને એક પક્ષ ઘટના સાધમ્યથી એને અનિત્ય સિદ્ધ કરે છે અને બીજો પક્ષ ત્વના સાધર્યાથી એને નિત્ય સિદ્ધ કરે છે. આ પ્રકરણસમનું ઉદાહરણ છે.૨૫ (૧૬) અહેતુસમ–ત્રણેય કાળમાં (ભૂત, ભવિષ્યત અને વર્તમાનમાં) હેતની અસિદ્ધિ દર્શાવી જે ખંડન કરવામાં આવે છે તેને અહેતુસમ જાતિ કહેવામાં આવે છે.!

Loading...

Page Navigation
1 ... 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628