Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 617
________________ ન્યાયશન ૫૯૯ સ્થાનાને નિગ્રહસ્થાને કહેવામાં આવે છે. નિગ્રહસ્થાનના બાવીસ પ્રકાર છે— પ્રતિજ્ઞાહાનિ, પ્રતિજ્ઞાન્તર, પ્રતિજ્ઞાવિરાધ, પ્રતિજ્ઞાસન્યાસ, હેત્વન્તર, અર્થાન્તર, નિરક, અવિજ્ઞાતા, અપથિક, અપ્રાપ્તકાલ, ન્યૂન, અધિક, પુનરુક્ત, અનનુભાષણુ, અજ્ઞાન, અપ્રતિભા, વિક્ષેપ, મતાનુના, પર્યંનુયાજયોપેક્ષણ, નિર્તુયેાજયાનિયાગ, અપસિદ્ધાન્ત અને હેત્વાભાસ.૩૭ (૧) પ્રતિજ્ઞાહાનિ—પ્રતિજ્ઞાના ત્યાગનું નામ પ્રતિજ્ઞાહાનિ છે. ઉદાહરણા, વાદી કહે છે કે ઇન્દ્રિયગ્રાહ્ય હેાવાથી શબ્દ અનિત્ય છે, પછી જ્યારે પ્રતિવાદી કહે કે ઇન્દ્રિયગ્રાહ્ય હાવા છતાં શબ્દ નિત્ય છે ત્યારે જો વાદી કહી દે કે શબ્દ ભલે નિત્ય રહ્યો તો તેણે પ્રતિજ્ઞાનેા ત્યાગ કર્યો કહેવાય.૩૮ (૨) પ્રતિજ્ઞાન્તર—શબ્દના અનિત્યત્વની પ્રતિજ્ઞા કર્યાં પછી તેમાં દોષ દર્શાવવામાં આવતાં ખીજી, પ્રતિજ્ઞા કરવામાં આવે તે તે પ્રતિજ્ઞાન્તર નિગ્રહસ્થાનમાં આવ્યા ગણાય. પ્રસ્તુત સંદર્ભોમાં જો તે કહે કે સર્વાંગતસામાન્ય નિત્ય છે તેા અસવ`ગત શબ્દ અનિત્ય છે તે તેણે મૂળ પ્રતિજ્ઞાની જગ્યાએ ખીજી પ્રતિજ્ઞા કરી ગણાય.૩૯ (૩) પ્રતિજ્ઞાવિરાધ—જ્યાં પ્રતિજ્ઞા અને હેતુ વચ્ચે વિરાધ હોય ત્યાં પ્રતિજ્ઞાવિરાધ નિગ્રહસ્થાન ગણાય. જો કે!ઇ કહે કે શબ્દ નિત્ય છે કારણ કે તે કૃતક છે' તેા તે આ નિગ્રહસ્થાનમાં આવી પડે. અહીં પ્રતિજ્ઞા (શબ્દ નિત્ય છે) અને હેતુ (કૃતકત્વ) વચ્ચે વિરાધ સ્પષ્ટ છે.૪૦ (૪) પ્રતિજ્ઞાસંન્યાસ—પૂર્વે કરેલી પ્રતિજ્ઞાને અપલાપ કરવા તે પ્રતિનાસંન્યાસ છે. ‘શબ્દ અનિત્ય છે' એવી પ્રતિજ્ઞા કર્યાં પછી બીજો જ્યારે દોષ દર્શાવે ત્યારે કહેવું કે શબ્દને અનિત્ય કોણ કહે છે ? હું પણ શબ્દને નિત્ય જ ગણું છું – એ પ્રતિજ્ઞાસંન્યાસ છે.૪૧ (૫) હેત્વન્તર—શબ્દ અનિત્ય છે કારણ કે તે બાલેન્દ્રિયગ્રાહ્ય છે’ આમ વાદી કહે છે એટલે પ્રતિવાદી હેતુમાં વ્યભિચાર દર્શાવે છે કે સામાન્ય બાહ્યુંન્દ્રિયગ્રાહ્ય હાવા છતાં નિત્ય છે. આથી વાદો હેતુ બદલી નાખે છે–‘સામાન્યવત્ હાવા ઉપરાંત બાઘેન્દ્રિયગ્રાહ્ય હોવાથી.' આ હેત્વન્તરનું ઉદાહરણ છે.૪૨ (૬) અર્થાન્તર—પ્રકૃત અર્થાં (પ્રસ્તુત વિષય) સાથે સંબંધ ન હોય એવી વાતેા કરવી તે અર્થાન્તર કહેવાય છે. વિષયના પ્રતિપાદન માટે હેતુ, દૃષ્ટાંત, આદિ આપવાં જરૂરી છે. તેને ખલે જો વકતા અપ્રસ્તુત વાર્તામાં ઊતરી જાય તે તે અર્થાન્તર નિગ્રહસ્થાનમાં આવી પડે.૪૩

Loading...

Page Navigation
1 ... 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628