Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

Previous | Next

Page 628
________________ પરામર્શકશ્રીનો અભિપ્રાય ડો. નગીનભાઈ શાહે લખેલો પદર્શનનો આ દ્વિતીય ખંડ છે. આ હસી તેમણે ન્યાય-વૈશેષિક દર્શનોના સીમાસ્તંભરૂપ ગણી શકાય એવા મૂળ સંત ગ્રંથાને આધારે તે દર્શનના બધા જ મહત્ત્વના સિદ્ધાન્તનું અત્યનું સ્પષ્ટ અને પરિપૂર્ણ નિરૂપણ કર્યું છે. પોતાના નિરૂપણની પ્રામાણિકતાના નિદર્શન માટે લેખકે સ્થળે સ્થળે મૂળ સંદર્ભગ્રંથનો માત્ર નિર્દેશ જ નથી કર્યો પણ એ ગ્રંથમાંથી મૂળ સંસ્કૃત ફકરાઓ ટાંકી બતાવ્યા પણ છે. આને લઈને આ વિષયના અભ્યાસ અને સંશોધનના કાર્યમાં આ ગ્રંથની ઉપયોગિતામાં નોંધપાત્ર ઉમેરો થાય છે. લેખકનો મુખ્ય આશય ન્યાય-વૈશેષિક દર્શનના મૂળ સૂત્રકારો અને ભાષ્યકાર-ટીકાકારોના મતની સમજૂતી આપવાનો રહ્યો છે. તેમ છતાં, તેમણે કેટલાંક સ્થળોએ પિતાનાં મૌલિક અર્થધટન કે તારણો પણ રજૂ કર્યા છે. આ દષ્ટિએ તેમનું વાત્સ્યાયનસંમત ઈશ્વરનું નિરૂપણ નોંધપાત્ર છે. કેટલાંક સ્થળોએ તેમણે ન્યાય-વૈશેષિક દર્શનના સિદ્ધાન્તનું અંતિમ સ્વરૂપ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું તે ઐતિહાસિક દૃષ્ટિએ સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો છે અને સ્વમતને વળગી રહેવાના વલણમાંથી ઊભી થતી તાકિ ક મુશ્કેલીઓ પ્રત્યે અંગુલિનિર્દેશ પણ કર્યો છે. | તેમની વિષયવ્યવસ્થા સુશૃંખલ છે, રૂિપણપદ્ધતિ રોચક છે અને શૈલી વિશદ છે. | ડૉ. નગીન શાહના આ પુસ્તકની આ બધી વિશેષતાઓ જોતાં એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે આ ગ્રંથના પ્રકાશનથી ગુજરાતી ભાષામાં લખાયેલાં તત્ત્વજ્ઞાન પરના પ્રશિષ્ટ પુસ્તકમાં એક મૂલ્યવાન ઉમેરો થાય છે. ડો. જ. આ યાજ્ઞિક, અધ્યક્ષ, તત્ત્વજ્ઞાન વિભાગ, ગુજરાત યુનિવર્સિટી.

Loading...

Page Navigation
1 ... 626 627 628