Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

Previous | Next

Page 613
________________ ન્યાયદર્શન ૫૫ જ ન હેાઈ દૃષ્ટાન્તથી દાન્તિકમાં અનિત્યત્વ પુરવાર ન કરી શકાય. પ્રતિવાદીના આ ઉત્તર વણ્યસમ જાત્યુત્તર કહેવાય છે. ૧૬ (૬) અવણ્ય'સમ—ઉક્ત અનુમાનમાં શબ્દમાં (=ધી માં) અનિત્યધમ (=સાધ્યધમ') સયિત છે (=સિદ્ધ નથી=અવણ્ય છે) જ્યારે ધટમાં (દૃષ્ટાન્તમાં) અનિત્યત્વધર્મ સિદ્ધ છે. આમ ધટ અને શબ્દ વચ્ચે દૃષ્ટાન્ત દાર્ભ્રાન્તિકભાવ ઘટતા ન હોઈ ઘટ દૃષ્ટાન્ત બની શકે નહિ. પ્રતિવાદીને આવે ઉત્તર અવણ્યસમ જાતિ ગણાય.૧૭ (૭) વિકલ્પસમ—પૂર્વકિત અનુમાનમાં કાર્યં હેતુથી શબ્દનુ જે અનિત્યત્વ સિદ્ધ કર્યુ છે તે ઠીક નથી, કારણ કે કાના બે પ્રકાર જણાય છે— મૃદુ અને કઠાર, તેવી જ રીતે કેાઈ ધટ આદિ કાય` અનિત્ય અને શબ્દ આદિ કાર્યા નિત્ય પણ હોઈ શકે છે. આવા પ્રતિવાદીના ઉત્તર વિકલ્પસમ જાત્યુત્તર કહેવાય છે.૧૮ (૮) સાધ્યસમ—પૂર્વકિત અનુમાનને અનુલક્ષી પ્રતિવાદીનેા નીચે પ્રમાણેના ઉત્તર સાસમ જાત્યુત્તર છે. જો ઘટસદશ શબ્દ હોય તે। શબ્દસદશ ઘટ પણ હોવા જ જોઈ એ. જે શબ્દનું અનિત્યત્વ સાધ્ય છે તે ધટનું અનિત્યત્વ પણ સાધ્ય હાવું જોઈ એ. અન્યથા, ધટ અને શબ્દનું સાધ` કેવી રીતે સ્થાપિત થશે.' આ છે સાધ્યસમ જાતિ.૧૯ (૯–૧૦) પ્રાપ્તિસમ અને અપ્રાપ્તિસમ—પ્રાપ્તિ સખંધને કહે છે. સાથી સમ્મેતૢ જે હેતુ હાય છે તે જ સાધ્ય સિદ્ધને કરે છે એવું જો માનવામાં આવે તા સાધ્ય અને હેતુ બંને પરસ્પર સ ંબદ્ધ હોવાથી સાધ્ય કયુ અને સાધન કયું એને નિશ્ચય થઈ શકે નહિ. આ જાતના ઉત્તર પ્રાપ્તિસમ જાત્યુત્તર કહેવાય. હેતુ સાધ્યથી જો અસમ્બદ્ધ હોય તે તે સાધ્યને સિદ્ધ કેવી રીતે કરી શકે અને તેમની વચ્ચે સાધ્ય—સાધનભાવ કેવી રીતે ઘટે ? આ જાતના ઉત્તર અપ્રાપ્તિસમ જાતિ કહેવાય.૨૦ (૧૧) પ્રસંગસમ—‘શબ્દની અનિત્યતા સિદ્ધ કરવા તમે ધટનું દૃષ્ટાન્ત આપે છે. પરંતુ ઘટ અનિત્ય છે એમાં શું પ્રમાણ છે ? તમે કહેશેા કે. ઘટ પટની જેમ કાય છે તેથી અનિત્ય છે. પરંતુ પટ કાય છે એમાં શું પ્રમાણ છે ? આ રીતે તમારું પ્રત્યેક સાધન સાધ્ય બનતું જશે અને આપ પ્રતિજ્ઞાત

Loading...

Page Navigation
1 ... 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628