________________
વૈશેષિક દર્શન
છે. તંતુસંયોગ અને પટ બંને એક જ અધિકરણ પટમાં સમવાય સંબંધથી રહે. છે. બીજી પ્રયાસત્તિ છે કારણકર્થ પ્રત્યાત્તિ. એને અર્થ થાય છે “અસમ- વયિકારણનું પોતાના કાર્ય સાથે નહિ પરંતુ કાર્યના સમવાધિકારણ સાથે એક અર્થ માં સમવાય સંબંધથી રહેવું. ઉદાહરણાર્થ, પટરૂપનું અસમાયિકારણ.. પટરૂપનું અસમવાધિકારણ તંતુરૂપ છે. તંતુરૂપ પોતાના કાર્ય પટરૂપ સાથે નહિ પરંતુ પોતાના કાર્ય પટરૂપના સમવાયિકારણ પટ સાથે એક અર્થ તંતુઓમાં સમવાય સંબંધથી રહે છે.૩૭ દ્રવ્યના અસમાયિકારણને કાર્ય કર્થપ્રયાસત્તિ. હોય છે જ્યારે ગુણને અસમાયિકારણને કારણકાર્થ પ્રયાસત્તિ હોય છે.
(૬) આધાર દ્રવ્ય વિના ગુણનું અસ્તિત્વ આપણે આપણું અનુભવનું પૃથક્કરણ કરીશું તે જણાશે કે કેવળ ગુણો જ અનુભવમાં આવે છે અને અનુભવમાં એવું કંઈ બાકી રહેતું નથી જેના ખુલાસા માટે વ્યને માનવું પડે. આપણને રૂપ, રસ, ગંધ, સ્પર્શ, વગેરે ગુણોનો જ અનુભવ હોય છે. ગુણ ઉપરાંત દ્રવ્ય જેવી કેઈ ચીજનો આપણને અનુભવ હેતો નથી. જેને દ્રવ્ય કહેવામાં આવે છે તે ગુણોને સમુદાયમાત્ર છે, ગુણોથી અતિરિકા કે ઈ વસ્તુ નથી. દ્રવ્ય નહિ માનનારને આ મત છે. ન્યાયવૈશેષિકે આ સ્તનો સખત વિરોધ કરે છે. તેમની મુખ્ય દલીલ એ છે કે ગુણોને દ્રવ્યરૂપ આશ્રય વિના કલ્પવા અશક્ય છે. એટલે ગુણેના આશ્રયરૂપ દ્રવ્યને માનવું જ જોઈએ. પરંતુ અહીં આપણે જોઈશું કે ન્યાય-વૈશેષિકે પોતે જ આયરૂપ દ્રવ્ય વિના ગુણોનું અસ્તિત્વ અમુક પરિસ્થિતિમાં સ્વીકારે છે. એટલે તેમની દ્રવ્ય ન માનનાર સામેની ઉપર આપેલી દલીલ તર્ક લૂલી થઈ જય છે. હવે આપણે જોઈશું કે કઈ પરિસ્થિતિમાં ન્યાયશેષિક ગુણને દ્રવ્યરૂપ. આધાર વિના અસ્તિત્વ ધરાવતા કહ્યું છે.
આપણે અગાઉ જેઈ ગયા તેમ, ન્યાય-વૈશેષિક અનુસાર પટ પિતાના ગુણાનું કારણ હોઈને તેમનાથી એક ક્ષણ પહેલાં અસ્તિત્વમાં આવે છે, અર્થાત પટ પિતાની ઉત્પત્તિની પ્રથમ ક્ષણે નિર્ગુણ હોય છે. ન્યાય-વૈશેષિકનાં કાર્ય કારણભાવના સિદ્ધાન્તમાંથી આ વસ્તુ ફલિત થતી હોવાથી ન્યાય-વૈશેષિકેએ તેને સ્વીકારવી પડે છે. પરંતુ સામાન્ય બુદ્ધિ ઉપર તે તે એક જાતનો અત્યાચાર છે. દિવ્ય અને તેના ગુણ વચ્ચે સમવાય સંબંધ છે; સમવાય સંબંધની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવે છે–તે એવી બે વસ્તુઓ વચ્ચેનો સંબંધ છે, જેમાંની એક વસ્તુ બીજી વસ્તુમાં જ સદા રહે છે. દ્રવ્ય અને ગુણ બે એવી વસ્તુઓ.