________________
ન્યાયદર્શીન
૫૧
કાળે હતાં. તેથી આપણે અત્યારે તે ૬ મૃત વ્યક્તિ (જે ધમી છે) વિશે અનુમાન કરી શકીએ કે તેને ઞ રેગ હતેા. આ દૃષ્ટાંતમાં મૃતવ્યક્તિરૂપ ધમી વિદ્યમાન છે જ નહિ. તે। પછી જયંતની પેાતાની દલીલ અનુસાર આ અનુમાન અંજ ન ગણાવું જોઇએ, અને પરિણામે તે પ્રમાણ નહિ ઠરવુ જાઈએ. હકીકતમાં તેા જયંત પણ આ અનુમાનને અપ્રમાણ નહીં જ કહે. આ બતાવે છે કે સ્મૃતિને અપ્રમાણુ સિદ્ધ કરવા જય ંતે કેવી વિચિત્ર, પેાતાની જ માન્યતા સાથે મેળ ન ખાય એવી દલીલા કરી છે. આમ વિષયની જ્ઞાનકાળે વિદ્યમાનતા–વિદ્યમાનતાનો આધાર લઇ સ્મૃતિને અત્રમાણ અને પ્રત્યક્ષાદિને પ્રમાણુ સિદ્ધ કરવાં યોગ્ય નથી. પ્રમાણુ-અપ્રમાણનો આધાર વિષયની વિદ્યમાનતા—અવિદ્યમાનતા ઉપર છે જ નહિ. વળી, અજ જ્ઞાન જ પ્રમાણ છે એમ માનનાર જયંતને અલૌકિક પ્રત્યક્ષાને અજન્ય માનવાં પડશે. સામાન્ય રીતે નૈયાયિકા અલૌકિક પ્રત્યક્ષાને અ જન્ય માનતા નથી.
નવ્ય-નૈયાયિકા અજન્યત્વને પ્રમાણનુ અનિવાય લક્ષણ ગણતા નથી. ગંગેશે પ્રત્યક્ષખંડમાં સન્તિક વાદનો ચર્ચામાં પ્રત્યક્ષનું નીચે પ્રમાણે લક્ષણ આપ્યું છે— યદા વિષયલેન વિરોધ્વનન્ય જ્ઞાન બન્યપ્રત્યક્ષમ્ । મથુરાનાથ એની વ્યાખ્યા કરતાં કહે છે કે વિરોધ્યવયં વિષયમાત્રવાં સ્વયં ચાનાવેયમ્ । તથા - વિષયત્વેના વિષયના જ્ઞાનૌજિપ્રત્યક્ષનિયર્થઃ । આ લક્ષણ અને વ્યાખ્યા જોતાં એમ થાય છે કે ગ ંગેશ લૌકિક પ્રત્યક્ષ વ્યતિરિક્ત પ્રત્યક્ષને અથ જન્ય માનતા નથી. જો માનતા હોત તેા તે પ્રત્યક્ષનું આવું લક્ષણું ન બાંધત, જેના અથ છે વિષયજન્ય જ્ઞાન લૌકિક પ્રત્યક્ષ છે. આમ તેમને મતે પ્રમાણ હાવા માટે અથજન્યત્વ · અનિવાય` નથી. તેમ છતાં તેએ સ્મૃતિને પ્રમાણ માનતા નથી. એટલે સ્મૃતિ અપ્રમા છે તે તેમણે ખીજી યુક્તિએથી સિદ્ધ કયુ" છે. તેઓ કહે છે કે સ્મૃતિ પ્રમાણ ત્યારે કહેવાય જ્યારે તે અનુભવની સાથે સમાનવિષયક હોય, પરંતુ સ્મૃતિને વિષય અનુભવના વિષયને સમાન કદાપિ હોતા જ નથી. સ્મૃતિએ અનુભવના વિષયને જ ગ્રહવેા હાય તે (અર્થાત્ સ્મૃતિએ સમાનવિષયક થયું હાય તે) પ્રત્યક્ષવિષયીભૂત કાલાદેને વર્તમાનરૂપે જ ગ્રહવા જોઇએ, પરંતુ સ્મૃતિકાળે એ કાલાદિ વર્તમાનરૂપે સ્મૃતિનો વિષય બની શકતા નથી; કારણ, સ્મૃતિસમયે તે કાળ નથી અને ધમી એનો એ જ હેાવા છતાં રૂપ, રસ, વગેરેનું પરિવર્તન થઇ ગયું હોય છે. આમ સ્મૃતિ અપ્રમાણ ઠરે છે. આ વાતને તેમણે ખીજી રીતેય રજૂ કરી છે.
૧. ૩