Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 589
________________ ન્યાયદર્શન પ૭૧ રામાનુજે સાંખ્યની જેમ બધી વસ્તુઓની સર્વત્ર સત્તા માની છે, એટલે એમના મત પ્રમાણે પરમાર્થથી બધાં જ જ્ઞાને યથાર્થ હોય છે. સ્વપ્ન આદિ જ્ઞાનોમાં બીજા દર્શનિકે વિષયોનો અભાવ માને છે જ્યારે રામાનુજ તે તે જ્ઞાનમાં પણ છવનાં પાપ-પુણ્યને અનુરૂપ ઈશ્વરે તેટલા વખત માટે રચેલા પદાર્થની સત્તા સ્વીકારે છે. (૪) યેગાચારસંમત આત્મખ્યાતિ વ્યવહારમાં જે જ્ઞાનને સામાન્ય માણસ ભ્રમ કહે છે તેનું સ્વરૂપ યોગાચાર બૌદ્ધોએ નીચે પ્રમાણે જણાવ્યું છે. શ્રમજ્ઞાનમાં વિષય કેઈ હોય છે અને પ્રતિભાસિત કંઈ બીજુ જ થાય છે એવું વસ્તુતઃ નથી. વિશ્વમાં તત્ત્વ તો એક જ છે અને તે છે વિજ્ઞાન વિજ્ઞાનથી અતિરિક્ત કેઈ બાહ્ય વસ્તુ જ નથી. તે વિજ્ઞાન સ્વયંપ્રકાશ છે.૮ વિજ્ઞાન એક છે, તેમાં ગ્રાહ્ય-ગ્રાહકનો ભેદ નથી. પરિસ્થિતિ આવી હઈ એક વસ્તુમાં બીજી વસ્તુનું જ્ઞાન થવું સંભવતું જ નથી. યોગાચારની દષ્ટિએ વસ્તુતઃ આન્તર તત્વ વિજ્ઞાનના આકાર જ બાહ્યરૂપે પ્રતીત થાય છે.૧૦ આ દષ્ટિએ બધાં શાનો ભ્રાત છે, કારણ કે બધાં જ્ઞાનમાં અન્તસ્તત્વ ઉપર બાહ્યરૂપને આરોપ કરવામાં આવે છે, જે આતર છે. તે બાહ્યરૂપે પ્રતીત થાય છે. બાહ્ય અર્થના અભાવમાંયે અનાદિ વાસનાને કારણે પ્રતિભાસભેદ થઈ શકે છે. એટલે બાહ્ય અર્થ માનવાની કોઈ જરૂર જ નથી.' - યોગાચારની ઉકત દૃષ્ટિથી કેવળ શુતિમાં રજતજ્ઞાન જ બ્રાન નથી પરંતુ બધાં બાલ્યાર્થવિષયક જ્ઞાન બ્રાન્ત છે. ગાચાર માને છે કે બધાં જ્ઞાનામાં જ્ઞાનની પોતાની જ ખ્યાતિ હોય છે; તેથી બધાં જ જ્ઞાને આત્મ ખ્યાતિ છે. જ્ઞાનમાં ભ્રાતાભ્રાન્તવ્યવહાર વ્યવહારદષ્ટિએ જ છે જે વિજ્ઞાનાકાર પૂર્વોત્તર વિજ્ઞાનાકારો સાથે સંવાદિ હોય છે તેને વ્યવહારદૃષ્ટિએ અંબ્રાન્તા ગણવામાં આવે છે. એક વિજ્ઞાનાકાર પછી તત્સંવાદિ વિજ્ઞાન કારની વાસના ન. જાગે અને વિપરીત વિજ્ઞાનાકારની ઉત્પાદક વાસના જાગે તો તે વિજ્ઞાનીકાર બ્રાન્ત છે–વ્યાવહારિક દૃષ્ટિએ. વિનાકારોના સંવાદ-અસંવાદને આધારે બ્રાન્તાબ્રાન્તવ્યવસ્થા વ્યવહારદષ્ટિએ ઘટે છે.૧૨ આ વિજ્ઞાનાકાય વાસનાપ્રસૂત હેવાથી મિથ્યા છે; એક શુદ્ધ અવિભાગ વિજ્ઞાન જ સત્ છે. - (૫) બ્રહ્મસ્વૈતવાદિસંમત અનિર્વચનીયખ્યાતિ બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે એવો શાંકર અદ્વૈતનો સિદ્ધાન્ત છે. બધાં કાર્યો માયિક છે, અવિદ્યાજન્ય છે. કાર્યો માયિક હેય એટલે એમનું

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628