Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 610
________________ પદર્શન વિતંડા પૂર્વોક્ત જ૫ જ જ્યારે પોતાના પક્ષની સ્થાપના નહિ પણ કેવળ પરપક્ષનું ખંડન કરે છે ત્યારે તે વિતંડાકથા કહેવાય છે. વિતંડાકથામાં તંડિક પિતાના મતની સ્થાપના નથી કરતા, તેનું ધ્યેય પરપક્ષખંડન હોય છે. તે છલ, જાતિ અને નિગ્રહસ્થાનના પ્રયોગથી પણ પરપક્ષનું ખંડન કરે છે. તંડિકને વાદીને જીતવાની ઈચ્છા હોય છે. જલ્પથી વિંતડામાં એ વિશેષતા છે કે જલ્પમાં વાદી અને પ્રતિવાદી બંનેને સ્વપક્ષ હોય છે જ્યારે વિતંડામાં પ્રતિવાદીને સ્વપક્ષ હોતો નથી. ત્રિવિધ કથાના નિરૂપણમાં છલ, જાતિ અને નિગ્રહસ્થાનો ઉલ્લેખ કરવામાં, આવ્યો છે. એટલે, તે શું છે તે જાણવું જોઈએ. ક્રમશ: તેમને પરિચય કરી લઈએ. છલ વક્તાને અભિપ્રેત અર્થથી શબ્દનો બીજો જ અર્થ કરી તેના વચનને તેડવું તે છલ કહેવાય છે. નીચેનાં ઉદાહરણોથી આની સ્પષ્ટતા થશે. છલના ત્રણ પ્રકાર છે–વાફછલ, સામાન્યછલ અને ઉપચારછલ. વાક્છલ–શક્તિવૃત્તિ(=અભિધાવૃત્તિ)ના વ્યત્યયથી અર્થાન્તરની કલ્પના વક્તાના વચનને તોડવા માટે કરવી તે વાછડ્યુ છે. શબ્દની અનેકાર્થતાને અહીં આશરો લેવામાં આવે છે. આ બ્રાહ્મણ નવવધૂવાળા છે એમ કહેનાર વકતાને નવરશબ્દને “નવીન અર્થ અભિપ્રેત હોવા છતાં તે શબ્દનો જે અન્ય અભિધેયાર્થ “નવ સંખ્યા છે તેને કલ્પીને પ્રતિવાદી તેને વચનનું ખંડન કરે છે. તે કહે છે, “ક્યાં છે તેને નવ (=૯) વધૂઓ ? સામાન્ય લ–તાત્પર્યાવૃત્તિના વ્યત્યયથી અર્થાન્તરની કલ્પના કરી વક્તાના વચનને તેડવું તે સામાન્યછલ છે. ઉદાહરણાર્થ, બ્રાહ્મણમાં વિદ્યા સંભવે છે એવા આશયથી વાદી કહે છે કે બ્રાહ્મણમાં વિદ્યા હોય છે. આ સાંભળી પ્રતિવાદી વાદીને આશય (તાત્પર્ય) “સંભવ અર્થમાં હતો તેને ઊલટાવી નિયમ અર્થમાં કલ્પ છે અને વાદીના વચનનું ખંડન કરતાં કહે છે, “ઘણું બ્રાહ્મણ મૂખ પણ હોય છે.૮ ઉપચારછલ–લક્ષણવૃત્તિના વ્યત્યયથી અર્થાન્તરની કલ્પના કરી વક્તાના વચનને તોડવું તે ઉપચારછલ છે. અર્થાત વકતાને શબ્દને લક્ષ્યાર્થ અભિપ્રેત

Loading...

Page Navigation
1 ... 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628