Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

Previous | Next

Page 609
________________ ન્યાયદર્શન આવી રીતે ખંડન–મંડનની પરંપરા ચાલે છે. છેવટે જે સ્વપક્ષમાં રોપવામાં આવેલ દોષને ઉદ્ધાર નથી કરી શકતો અથવા તે પ૫ક્ષમાં દોષ નથી દેખાડી શકતો તે પરાજિત જાહેર થાય છે. શાસ્ત્રાર્થમાં જે તર્કશાસ્ત્રના નિયમોનું ઉલ્લંઘન કરે છે અથવા નિર્દિષ્ટ કમનો ભંગ કરે છે તે નિગ્રહીત (તિરસ્કૃત) થઈ પરાસ્ત જાહેર થાય છે. શાસ્ત્રાર્થનાં બે પ્રયોજન છે–(૧) તત્ત્વ યથાર્થ નિર્ણય (૨) સભામાં વિજ્યપ્રાપ્તિ. શાસ્ત્રાર્થના ત્રણ પ્રકાર છે–વાદ, જલ્પ અને વિતંડા. - વાદ તત્ત્વનો નિર્ણય કરવાના હેતુથી જે શાસ્ત્રાર્થ કરવામાં આવે છે તેને વાદ કહેવામાં આવે છે. એમાં વાદી અને પ્રતિવાદી બંને જ્ઞાનના ભૂખ્યા(જ્ઞાનવુમુક્ષુ). હોય છે, તેઓ વિજયના ઈચ્છુક (વિનિપુ) હોતા નથી. તેઓ જિજ્ઞાસુભાવથી વિવાદમાં પ્રવૃત્ત થાય છે, યુયુત્સુભાવથી વિવાદ કરતા નથી. તેથી વાદ એકાન્તમાં પણ સંભવે છે. એના માટે સભાની કેઈ આવશ્યકતા નથી. ગૌતમે વાદનાં લક્ષણો આ કહ્યાં છે–(૧) એમાં ખંડન-મંડનને માટે તક અને પ્રમાણને જ આશ્રય લેવામાં આવે છે. (૨) સિદ્ધાન્ત વિરુદ્ધની કઈ દલીલ કરવામાં આવતી નથી. (૩) પ્રતિજ્ઞા આદિ પાંચ અવયવોથી યુક્ત અનુમાનનો પ્રયોગ કરવામાં આવે છે. (૪) પક્ષ અને પ્રતિપક્ષનું અવલંબન લેવામાં આવે છે. જલ્પ - ' પ્રમાણ અને તર્ક દ્વારા સ્વપક્ષની સ્થાપના અને પ૫ક્ષનું ખંડન કરવામાં આવતું હોવા છતાં તેમ જ સિદ્ધાંતને અનુકૂળ જ ખંડન–મંડન કરાતું હોવા છતાં જે કથામાં ક્લ, જાતિ અને નિગ્રહસ્થાનનો પ્રયોગ કરવામાં આવે તે કથા જલ્પ કહેવાય. જલ્પમાં વાદી અને પ્રતિવાદીને વિજિગીષા (=વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા) હોય છે. તેથી તેઓ પ્રમાણે આદિમાં છલ, જાતિ અને નિગ્રહસ્થાનનો પ્રયોગ કરે છે. વાદકથામાં છલ આદિને પ્રયોગ કરવામાં આવતો નથી કારણ કે એમાં વાદી અને પ્રતિવાદી વિજિગીષ હોતા નથી પરંતુ તત્ત્વજ્ઞાનબુભુત્યુ હોય છે. વાદ અને જલ્પ વચ્ચે આ જ ભેદ છે.

Loading...

Page Navigation
1 ... 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628