Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

Previous | Next

Page 607
________________ અધ્યયન ૧૧ કથા કથા જ્યારે કોઈ વિષય લઈ વાદ-પ્રતિવાદ કરવામાં આવે છે ત્યારે તેને કથા ( શાસ્ત્રાર્થ) કહે છે. કથા ત્યારે શક્ય બને છે જયારે પ્રસ્તુત વિષય સંદિધ હેય. જે વિષય નિર્વિવાદ હોય તે વિવાદની (=કથાની) આવશ્યક્તા જ ક્યાં રહી ? સંશય જ શાસ્ત્રાર્થની પ્રસવભૂમિ છે, નિ છે. અને સંશયની નિવૃત્તિ કરવી શાસ્ત્રાર્થને ઉદ્દેશ છે. શાસ્ત્રાર્થ માટે ઓછામાં ઓછી બે વ્યકિતનું હોવું જરૂરી છે. પરંતુ જે બેય વ્યકિતઓ એક જ વાત કહે તે વિવાદ ચાલી શકે નહિ. એટલે કથા માટે એ પણ જરૂરી છે કે બંને વિરૂદ્ધ પ્રતિપાદન કરે. માની લો કે એક વ્યકિત કહે છે કે બુદ્ધિ અનિત્ય છે અને બીજી વ્યકિત કહે છે કે આકાશ નિત્ય છે. અહીં એક નિત્યતાધર્મનું પ્રતિપાદન કરે છે અને બીજો એના વિરોધી અનિત્યતાધર્મનું પ્રતિપાદન કરે છે, તેમ છતાં એકનું પ્રતિપાદન બીજાના પ્રતિપાદનથી વિરુદ્ધ નથી. કેમ? કારણ કે બે વિરોધી ધર્મોના આધાર =ધમી) ભિન્ન છે. એટલે તે વિધી ધર્મો પોતપોતાના જુદા જુદા આધારમાં બરાબર રહે છે. આમ અહીં પક્ષ ભિન્ન-ભિન્ન છે પણ પરસ્પર વિરુદ્ધ નથી. વિવાદ માટે પરસ્પર વિરુદ્ધ પક્ષનું (પક્ષ અને પ્રતિપક્ષનું) હોવું આવશ્યક છે. આવી પરિસ્થિતિ ત્યારે ઊભી થાય જ્યારે વાદી અને પ્રતિવાદી બેય એક જ આધાર=ધમ= પક્ષ)માં બે પરસ્પર વિરુદ્ધ ધર્મોનું પ્રતિપાદન કરે. ઉદાહરણાર્થ, એક કહે કે શબ્દ નિત્ય છે અને બીજે કહે કે શબ્દ અનિત્ય છે. અહીં એક જ આધાર અથવા પક્ષમાં ( શબ્દમાં) વાદી એક ધર્મનું (નિત્યતાનું) પ્રતિપાદિત કરે છે જ્યારે પ્રતિવાદી એનાથી તદન વિરોધી ધર્મનું (=અનિત્યતાનું) પ્રતિપાદન કરે છે. આ બેને જ ક્રમથી “પક્ષ” અને “પ્રતિપક્ષ કહેવામાં આવે છે. એમનાથી જ કથાનું પ્રકરણ (=અવસર) બને છે. જે વિષયને લઈ વિવાદ કરવામાં આવે છે તેને કથાવસ્તુ કહેવામાં આવે છે. કથાને અધિકારી વિદ્વાન જ છે. જે પ્રતિપક્ષીની વાતને સમજી શકે, એને ઉત્તર આપવાની ક્ષમતા જેનામાં હોય,

Loading...

Page Navigation
1 ... 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628