________________
ન્યાયદર્શન
૩
આ મીમાંસકેાને લાગે છે કે જ્ઞાનમાત્રને નિરાલમ્બન તે માની શકાય નહિ કારણ કે એમ માનતાં વિજ્ઞાનવાદ અને શૂન્યવાદને અવકાશ મળે છે. પરંતુ ખીજી બાજુ કહેવાતા ભ્રમજ્ઞાનમાં રજતના અભાવમાં પણ રજતનું જ્ઞાન થાય છે એ વસ્તુ સ્પષ્ટ છે. જો કેવળ ભ્રાન્ત જ્ઞાનાતે નિરાલમ્બન માનવામાં આવે તે પણ વિજ્ઞાનવાદ અને શૂન્યવાદને પુષ્ટિ મળે. આવી પરિસ્થિતિમાં શું કરવું એ ચિન્તામાંથી એક ઉપાય શેાધ્યા, તે એ કે કહેવાતા ભ્રાન્ત રજતજ્ઞાનના વિષયને રજતને અલૌકિક સત માનવા. એવું માનતાં કૃલિત એ થાય કે કહેવાતા બ્રાન્ત રજતજ્ઞાનમાં રજતસાધ્ય ક્રિયાના અભાવ રજતની અલૌકિકતાને કારણે છે અને નહિ કે રજતના અભાવને (=અસત્તાને) કારણે.
પરંતુ પ્રસ્તુત મીમાંસકાનેા આ માગ નિષ્કંટક નથી, કારણ કે જે અ`ક્રિયા ન કરવી એ અલૌકિકતાની કસોટી હોય તે સ્વપ્નજ્ઞાનમાં ભાસિત સ્ત્રી વગેરે અક્રિયાકારી હાવાથી લૌકિક ઠરશે.
(૭) પ્રભાકરસ`મત અખ્યાતિવાદ
મીમાંસકાને જ્ઞાન વિશે મહત્ત્વના સિદ્ધાંત સ્વતઃપ્રમાણ્યવાદ છે. પ્રભાકર માને છે કે જો કોઈ પણ જ્ઞાન અયથા,, મિથ્યા યા વિપરીત સભવતુ હોય તે। યથા જ્ઞાનનુ સ્વતઃપ્રામાણ્ય ઘટી ન શકે, કારણ કે યથાર્થ જ્ઞાનમાં પણ તેના અયથાથ હોવાની શંકાને અવકાશ રહે જ; એ શંકાને દૂર કરવા માટે યથાર્થ જ્ઞાનને અબાધિત પુરવાર કરવા બાધકાભાવને નિણૅય કરવા પડે; અર્થાત્ બાધકાભાવનિશ્ચયસાપેક્ષ જ પ્રામાણ્યનિશ્ચય થવાને કારણે યથા જ્ઞાનની યથાતા (=પ્રામાણ્ય) સ્વતઃ નાત ન રહેતાં પરતઃ રાત બનશે. તેથી પ્રભાકર બધાં જ નાનાને યથાથ જ ગણે છે.
વળી, 'પ્રભાકર કહે છે કે જો અન્યદેશસ્થ રજતનું અન્યત્ર ભાન થાય છે એમ માનીએ તે અત્યન્ત ` અસત્ નું પણ ભાન કેમ ન થાય એવા પ્રશ્ન ઉપસ્થિત થાય; શુક્તિમાં અન્યત્ર સત્ રજતને અને અત્યન્ત અસત્ વસ્તુને અભાવ સમાન છે. આમાંથી તે શૂન્યવાદ ફલિત થાય. વિપરીતખ્યાતિને સ્વીકાર એટલે શૂન્યવાદને મેાકળા મા.
ઉક્ત મુશ્કેલીઓથી બચવા૧૫ પ્રભાકરે નવા ઉપાય શેાધ્યા. તેનું નામ છે અગ્રહણ, ૧૬ વિવેકાગ્રહણુ, ૧૭ સ્મૃતિપ્રમાષ૧૮ યા વિવેકાખ્યાતિ.૧૯