________________
પ૭૬ .
પદર્શન
યા અસખ્યાતિ યા સખ્યાતિને અવકાશ નથી. વિપરીત ખ્યાતિવાદમાં બાહ્ય . વસ્તુઓનું વર્ણન-નિર્વચન–શક્ય છે, તેથી આ વાદમાં અનિર્વચનીય ખ્યાતિ પણ સંભવતી નથી. બાહ્ય વસ્તુઓને લૌકિકઅલૌકિકરૂપે વિભાગ પણ વિપરીત
ખ્યાતિને માન્ય નથી. તેથી તેમાં અલૌકિકખ્યાતિને પણ અવકાશ નથી. વિપર્યયનો અર્થ છે “અન્ય આલમ્બનમાં અન્યનું જ્ઞાન’ યા વસ્તુનું અન્યરૂપે
જ્ઞાન”.
નવ્યનાયિકે જણાવે છે કે ઉકત ભ્રમણાનો પણ વિશેષ્યાંશે અબ્રાન છે. એટલે જ કહ્યું છે કે “સ્વમિંગ સર્વગ્રાન્ત ઘરે વિપર્યય. ઉદાહરણાર્થ, “આ રજત છેઆ જાતનું જે ભ્રમજ્ઞાન જન્મે છે તેમાં અભિમુખ રહેલ પદાર્થ (=શુકિતદ્રવ્ય યા શુક્તિવ્યક્તિ) વિશેષ્ય યા ધમી છે. “ધર્મરૂપે તે ધર્મનું જ્ઞાન અબ્રાન્ત છે કારણ કે “આ ધર્મ તેમાં છે. તેથી વિશેષ્યાંશમાં “આરૂપે થતું તે જ્ઞાન ભ્રાન્ત ગણાય નહિ. પરંતુ રજત જા રજતત્વ વગેરે મુખ્ય વિશેષણશે જ તે જ્ઞાન બ્રાન્ત છે. ૨૭ આમ ભ્રમપ્રત્યક્ષ સર્વીશે બ્રાન્ડ નથી; વિશેષ્યાંશે અભ્રાન્ત છે અને વિશેષણશે બ્રાન્ત છે. એક જ જ્ઞાનને ભ્રાન્તઅબ્રાન અર્થાત યથાર્થ-અયથાર્થ ગણવાનો નનૈયાયિકનો અનેકાતવાદ નોંધપાત્ર છે.
જેને ભ્રમરૂપ જ્ઞાન કહેવામાં આવે છે તેને કેટલાક દાર્શનિકે યથાર્થ ગણે છે અને કેટલાક અયથાર્થ ગણે છે તે વાતને બાજુએ રાખીએ તે બધા દાર્શનિકે એટલું તો સ્વીકારે જ છે કે આવા જ્ઞાનો પ્રમાતાના, સાધનના કે વિષયના દેશનું પરિણામ છે.
ઉદ્યોતકરે સ્પષ્ટપણે કહ્યું છે કે વિપર્યયજ્ઞાનમાં જ્ઞાનને વ્યભિચારી માનવું જોઈએ, અર્થને નહિ.૮ નિરુક્તકારના વચનને ઉદ્યુત કરી વાચસ્પતિમિત્રે કહ્યું છે કે “થાંભલાને આંધળો દેખે નહિ તે તેમાં દેષ થાંભલાનો નથી, પુરુષનો છે. ૨૯ તેવી જ રીતે ઈન્દ્રિયથી પ્રથમ મરીચિકાનું નિર્વિકલ્પકજ્ઞાન થાય છે પરંતુ
જ્યારે સવિકલ્પકજ્ઞાનને અવસર આવે છે ત્યારે મરીચિકાથી ઉપધાત પામી હેવાથી ઈન્દ્રિય પિતાનું કાર્ય બરાબર કરી શકતી નથી અને પરિણામે વિપર્યાય થઈ જાય છે. આમનીયાયિકને તે દોષ અર્થનો નથી પરંતુ દ્રષ્ટાનો યા સાધનને છે. પ્રશસ્તપાદને પણ આ વાત માન્ય છે.૩૦