________________
પ૭૪
પદને
પ્રભાકર કહે છે કે ચક્ષુ આદિ ઇન્દ્રિયને સંગ એકની સાથે હોય અને પ્રત્યક્ષ બીજી વસ્તુનું થાય એ તો અસંભવ છે ૨૦ કારણ કે અસનિકષ્ટ વસ્તુને (આકારને) પણ પ્રત્યક્ષનો વિષય માનવામાં આવે તે અધૂને શુકિતકામાં રજતજ્ઞાન થવું જોઈએ. જેમ ચક્ષુબાનની ચક્ષનો રજત સાથે સન્નિકઈ નથી તેમ અબ્ધને પણ તે સન્નિકઈ નથી, તેમ છતાં અન્ધને રજતજ્ઞાન થતું નથી અને ચશ્નધ્યાનને થાય છે. તેથી પ્રભાકર માને છે કે બધાં પ્રત્યક્ષ જ્ઞાને યથાર્થ છે. જે જ્ઞાનમાં જે વસ્તુ ભાસે છે તે જ તે જ્ઞાનને વિષય (=આલંબન–વેદ્ય) છે અને જે વસ્તુ તેમાં ભાસતી નથી તે તેને વિષય નથી. તેથી શક્તિમાં જે કહેવાતું ભ્રાન્ત રજતજ્ઞાન થાય છે તેનો વિષય રજત જ છે, શુક્તિ નથી; આ, કહેવાતા ભ્રાન્ત જ્ઞાનમાં એક વસ્તુમાં બીજી વસ્તુનું જ્ઞાન થતું નથી.૨૩
જ્યારે કોઈ પુરુષ રજતસદશ શુક્તિકાને દેખે ત્યારે જે ઈન્ડિયગત દોષને કારણે રજત અને શુતિકાના ભેદનું–લક્ષણ્યનું ગ્રહણ ન કરતાં તે બેના કેવળ સાદયનું જ ગ્રહણ કરે તે એ પુરુષને એવા સાદસ્થવિષ્યક પ્રત્યક્ષ જ્ઞાનથી રજતવિયક સ્મરણ થાય છે. તે પુરુષ મનોદને કારણે તે પ્રત્યક્ષ અને તે
સ્મરણ વચ્ચેના ભેદનું તેમ જ પ્રત્યક્ષવિષય શુતિ અને સ્મરણવિધ્ય રજત વચ્ચેના ભેદનું પણ ગ્રહણ કરી શકતું નથી. પરિણામે તે શુતિકાને રજત કહે છે. ભેદ-વિવેકાખ્યાતિ–સ્મૃતિપ્રમેષને કારણે તે બંનેને એકત્વને અધ્યવસાય (નિશ્ચય) તેને થાય છે. આને જ લેકે બ્રિમ કહે છે. ૨૪
શુક્તિમાં રજાનું જ્ઞાન થાય છે એમ કહેવામાં આવે છે તે બરાબર નથી. શક્તિમાં શક્તિનું જ જ્ઞાન થાય છે અને રજતમાં રજતનું જ જ્ઞાન થાય છે. પ્રસ્તુત કહેવાતું ભ્રમજ્ઞાન પ્રભાકરને મતે એક (unitary) જ્ઞાન નથી પણ એ જ્ઞાનને સમુદાય છે. તે બે જ્ઞાન છે–શુતિપ્રત્યક્ષ અને રજતસ્મરણ. તે બેય. જ્ઞાને યથાર્થ છે. તે બે જ્ઞાનના ભેદનું અગ્રહણ એ જ બ્રાતિ છે. “આ શુકિત) રજત છે આવા જ્ઞાનને બીજા ચિન્તકેએ એક (unitary) જ્ઞાન માન્યું છે
જ્યારે પ્રભાકરે બધાં જ્ઞાને યથાર્થ છે એ સિદ્ધાન્તની રક્ષા કાજે તેને એ જ્ઞાનોના સમુદાયરૂપ ગયું છે. ભ્રમમાં બે યથાર્થ જ્ઞાનેના ભેદનું કેવળ અગ્રહણ હોય છે. તેથી પ્રભાકરના આ સિદ્ધાન્તને અખ્યાતિવાદ નામ મળ્યું છે.
(૮) નેયાયિકસંમત વિપરીત ખ્યાતિ વિપરીત ખ્યાતિને અન્યથાખ્યાતિ પણ કહેવામાં આવે છે. એક વસ્તુની બીજી વસ્તુના રૂપે પ્રતીતિને અન્યથાખ્યાતિ કહેવામાં આવે છે. શુતિ રજત પે