Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 604
________________ ૫૮૬ વસ્થામાં તક આવીને સહાયતા કરે છે. તે દર્શાવે છે કે બે પક્ષમાં કયે પક્ષ ઉટ છે. માની લે કે આત્મા ઉત્પત્તિધર્મક છે, અર્થાત નવીને શરીર સાથે નવીન આત્માની ઉત્પત્તિ થાય છે. પરંતુ એમ માનતાં એ પ્રશ્ન ઊઠે છે કે આ બેમાં ( શરીર અને આત્મામાં) સંબંધ ક્યા કારણને લઈ થાય છે? જે કહેવામાં આવે કે “પૂર્વ કર્મોનાં ફળથી તે આ યુકિત અસંગત છે કારણ કે આત્માનું અસ્તિત્વ શરીરના પહેલાં તે તમે માનતો નથી, તે પછી આત્માનાં પૂર્વ કર્મો ક્યાંથી સંભવે ? અને જે પૂર્વ કર્મ જ નથી તો આત્માને સુખ-દુઃખને ભોગ શા માટે કો પડે છે ? સુખ-દુઃખ તે કર્મનું જ ફળ છે. જે આત્માનાં પૂર્વાજિત કર્મો જ નથી, તે તેને સુખ-દુઃખની પ્રાપ્તિ પણ ન જ થવી જોઈએ કારણ કે કારણ વિના કાર્ય થતું નથી. પરંતુ એ તે પ્રત્યક્ષ દેખાય છે કે આત્માને શરીર સાથે સંબંધ થતાં જ અનેક પ્રકારનાં સુખ-દુઃખ તેને ભેગવવાં પડે છે. જે આત્મા ઉત્પત્તિધર્મક હેત તે તેનામાં પૂર્વ સંસ્કાર ન હોત અને પૂર્વ સંસ્કારના અભાવમાં સુખ-દુઃખનો ભાગ પણ તેને ન કરે પડત. આ તર્કપ્રણાલી અનુસાર આપણે એ સિદ્ધાન્ત પર પહોંચીએ છીએ કે આત્મા અનુત્પત્તિધર્મક છે. આને જ નૈયાયિકે પ્રમાણબાધિતાથ પ્રસંગ (Reductio ad absurdum) કહે છે. જ્યાં સીધું પ્રમાણ (direct proof) નથી મળતું ત્યાં આ તક પદ્ધતિને આશ્રય લેવામાં આવે છે. કેઈ વિષયને પુરવાર કરવાના બે રસ્તા છે – (૧) એક તે પોતાના પક્ષને લઈ યુકિતઓ દ્વારા તેની પુષ્ટિ કરવી. (૨) બીજો રસ્તો એ કે પિતાને પ્રતિકૂળ પક્ષને દલીલ ખાતર સ્વીકારી તેની નિસ્માતા દેખાડવી. તર્કનું ઉપર જે દષ્ટાંત આપ્યું છે તેમાં બીજી પદ્ધતિને આશ્રય લેવામાં આવ્યું છે. અર્થાત પ્રતિકૂળ પક્ષની અસંભાવ્યતા દર્શાવી પોતાના પક્ષને સ્થાપવામાં આવ્યો છે. આ કારણે જ ઉદયનાચાર્યે તાત્પર્યપરિશુદ્ધિમાં કહ્યું છે કે તેનું સ્વરૂપ અનિષ્ટપ્રસંગ છે (તસ્ય = સ્વનિ પ્રત તિ). અર્થાત અનિષ્ટ અર્થની આપત્તિ જ તર્ક છે.”

Loading...

Page Navigation
1 ... 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628