________________
ન્યાયદર્શન
૫૬૯
- (૨) માધ્યમિકસંમત અસખ્યાતિવાદ સુષુપ્તિ અવસ્થામાં અર્થનો પ્રતિભાસ નથી અને બ્રાન્ત જ્ઞાનમાં અર્થને પ્રતિભાસ છે એ જ બે અવસ્થાઓમાં ભેદ છે; તેથી બ્રાન્ત જ્ઞાનને નિરાલમ્બન માની ન શકાય. જે અર્થનો પ્રતિભાસ થાય છે તેને આલખન માનવું ઉચિત છે' એમ માની માધ્યમિક કહે છે કે ભ્રમમાં પ્રતિભાસનો વિષય કેઈ બાહ્ય સત તે જણાતો નથી એટલે અસતનો જ પ્રતિભાસ ભ્રમમાં હોય છે એમ માનવું જોઈએ. - માધ્યમિક જ્ઞાનને (જ્ઞાનમાત્રને) સાલમ્બન માનીનેય બાહ્યર્થને તેનું આલમ્બન નથી માનતા, એટલે એમના મતે એક રીતે નિરાલમ્બનવાદ જ સિદ્ધ થાય છે. આ રીતે તે જ્ઞાનના વિષયને અસત્ માને છે, તેથી તેના મતે પ્રમાણના બળે પ્રમેયની સિદ્ધિ અશક્ય હેઈને શુન્યવાદ જ સિદ્ધ થાય છે.
ટૂંકમાં, માધ્યમિક બધી વસ્તુઓને અસત જ – નિઃસ્વભાવ જ માને છે. તે પદાર્થોની વ્યાવહારિક સત્તા માનીને એની પરીક્ષા કરે છે અને છેવટે બધા પદાર્થોની અસત્તા સિદ્ધ કરે છે. માધ્યમિકની કોઈ પ્રતિજ્ઞા યા સ્થાપના નથી. બીજાની પ્રસિદ્ધિઓને–સિદ્ધા-તને-અસંગત બતાવવી એ જ એનું કાર્ય છે. તેથી એના મત અનુસાર બધાં સવિષયક જ્ઞાનો મિથ્યા -ભ્રમ જ છે." વ્યાવહારિક દષ્ટિએ દાનમાં ભ્રમ-અભ્રમ વિવેક ભલે હે પરંતુ પરમાર્થ દષ્ટિએ બધાં શાને ભ્રમ છે. - શૂન્યવાદી માધ્યમિક અનુસાર શક્તિમાં રજતનું જે જ્ઞાન થાય છે તેનું આલંબન શુન્ય (અસત) છે, કેઈ સત વસ્તુ નથી. એમને મતે પદાર્થ માત્ર શૂન્ય (=અસત) છે. તેથી તેમની દષ્ટિએ શક્તિ અને રજત બંને પરમાર્થ દષ્ટિએ અસત છે. અનાદિ વસનાને બળે જ અસત પદાર્થો જ્ઞાનમાં ભાસે છે. વાસના અસલ્બકાશનશક્તિમતી છે. વાસનાની આ શક્તિ સ્વપ્નના દષ્ટાનથી સિદ્ધ થાય છે. સ્વપ્નમાં વાસનાની આ શક્તિને કારણે જ અસત પદાર્થોનું ભાન થાય છે. જેવી રીતે વાસનાની આ શક્તિને બળે સ્વપ્નમાં અસત પદાથેનું ભાન થાય છે તેવી જ રીતે વાસનાની એ શક્તિને બળે જ જાગ્રત અવસ્થામાં પણ અસત્ પદાર્થો જ જ્ઞાનમાં ભાસે છે. આમ બધાં જ જ્ઞાને બ્રાન્ત છે.
A (૩) સાંખ્યમત પ્રસિદ્ધાર્થ ખ્યાતિ
માધ્યમિકથી બરાબર વિરુદ્ધ વાત સાંખ્યની છે. માધ્યમિકના મતે બધી વસ્તુઓ શૂન્ય છે, અસત છે, નિસ્વભાવ છે. સાંખ્યને મતે સર્વ વસ્તુઓની