SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયદર્શન ૫૬૯ - (૨) માધ્યમિકસંમત અસખ્યાતિવાદ સુષુપ્તિ અવસ્થામાં અર્થનો પ્રતિભાસ નથી અને બ્રાન્ત જ્ઞાનમાં અર્થને પ્રતિભાસ છે એ જ બે અવસ્થાઓમાં ભેદ છે; તેથી બ્રાન્ત જ્ઞાનને નિરાલમ્બન માની ન શકાય. જે અર્થનો પ્રતિભાસ થાય છે તેને આલખન માનવું ઉચિત છે' એમ માની માધ્યમિક કહે છે કે ભ્રમમાં પ્રતિભાસનો વિષય કેઈ બાહ્ય સત તે જણાતો નથી એટલે અસતનો જ પ્રતિભાસ ભ્રમમાં હોય છે એમ માનવું જોઈએ. - માધ્યમિક જ્ઞાનને (જ્ઞાનમાત્રને) સાલમ્બન માનીનેય બાહ્યર્થને તેનું આલમ્બન નથી માનતા, એટલે એમના મતે એક રીતે નિરાલમ્બનવાદ જ સિદ્ધ થાય છે. આ રીતે તે જ્ઞાનના વિષયને અસત્ માને છે, તેથી તેના મતે પ્રમાણના બળે પ્રમેયની સિદ્ધિ અશક્ય હેઈને શુન્યવાદ જ સિદ્ધ થાય છે. ટૂંકમાં, માધ્યમિક બધી વસ્તુઓને અસત જ – નિઃસ્વભાવ જ માને છે. તે પદાર્થોની વ્યાવહારિક સત્તા માનીને એની પરીક્ષા કરે છે અને છેવટે બધા પદાર્થોની અસત્તા સિદ્ધ કરે છે. માધ્યમિકની કોઈ પ્રતિજ્ઞા યા સ્થાપના નથી. બીજાની પ્રસિદ્ધિઓને–સિદ્ધા-તને-અસંગત બતાવવી એ જ એનું કાર્ય છે. તેથી એના મત અનુસાર બધાં સવિષયક જ્ઞાનો મિથ્યા -ભ્રમ જ છે." વ્યાવહારિક દષ્ટિએ દાનમાં ભ્રમ-અભ્રમ વિવેક ભલે હે પરંતુ પરમાર્થ દષ્ટિએ બધાં શાને ભ્રમ છે. - શૂન્યવાદી માધ્યમિક અનુસાર શક્તિમાં રજતનું જે જ્ઞાન થાય છે તેનું આલંબન શુન્ય (અસત) છે, કેઈ સત વસ્તુ નથી. એમને મતે પદાર્થ માત્ર શૂન્ય (=અસત) છે. તેથી તેમની દષ્ટિએ શક્તિ અને રજત બંને પરમાર્થ દષ્ટિએ અસત છે. અનાદિ વસનાને બળે જ અસત પદાર્થો જ્ઞાનમાં ભાસે છે. વાસના અસલ્બકાશનશક્તિમતી છે. વાસનાની આ શક્તિ સ્વપ્નના દષ્ટાનથી સિદ્ધ થાય છે. સ્વપ્નમાં વાસનાની આ શક્તિને કારણે જ અસત પદાર્થોનું ભાન થાય છે. જેવી રીતે વાસનાની આ શક્તિને બળે સ્વપ્નમાં અસત પદાથેનું ભાન થાય છે તેવી જ રીતે વાસનાની એ શક્તિને બળે જ જાગ્રત અવસ્થામાં પણ અસત્ પદાર્થો જ જ્ઞાનમાં ભાસે છે. આમ બધાં જ જ્ઞાને બ્રાન્ત છે. A (૩) સાંખ્યમત પ્રસિદ્ધાર્થ ખ્યાતિ માધ્યમિકથી બરાબર વિરુદ્ધ વાત સાંખ્યની છે. માધ્યમિકના મતે બધી વસ્તુઓ શૂન્ય છે, અસત છે, નિસ્વભાવ છે. સાંખ્યને મતે સર્વ વસ્તુઓની
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy