________________
પso
વદન
સર્વત્ર સત્તા છે. માધ્યમિકને મતે બાથાર્થ જેનો વિષય છે તે બધાં સને. પરમાર્થ દષ્ટિએ ભ્રાન્ત છે, જ્યારે સાંખ્યને મતે કઈ જ્ઞાન પરમાર્થ દષ્ટિએ બ્રાન્ત નથી. આનો અર્થ એ કે સાંખ્ય અનુસાર કેવળ સ્થૂળ દષ્ટિએ તેમાં બ્રાન્તતાને વ્યવહાર થાય છે. સાંખ્યનું કહેવું છે કે જે વસ્તુ સર્વથા અસત હોય તે આકાશકુસુમની જેમ તે પ્રતિભાસનો વિષય બની જ ન શકે. જ્ઞાનમાં
જ્યારે અને જ્યાં અર્થે પ્રતિભાસિત થાય છે ત્યારે અને ત્યાં તે અર્થે પ્રમાણપ્રસિદ્ધ જ છે, સત જ છે. તેથી જેને ભ્રમજ્ઞાન કહેવામાં આવે છે તે પ્રસિદ્ધ અર્થની ખ્યાતિ (જ્ઞાન) હેવાથી પ્રસિદ્ધાર્થ ખ્યાતિ છે. પછી જયારે અર્થ અવ્યકત(=તિરહિત) થઈ જાય છે ત્યારે વ્યવહારમાં એની અનુપલબ્ધિ હેવાથી આપણે તે જ્ઞાનને ભ્રમ ભલે કહીએ પણ વસ્તુતઃ તે ભ્રમ નથી. વિદ્યુત વગેરે ક્ષણિક પદાર્થની જેમ ઉત્તરકાળે એની ઉપલબ્ધિ ન પણ હેય તેમ છતાં જ્ઞાનકાળે તો તેનું અસ્તિત્વ સિદ્ધ જ છે. અન્યથા વિદ્યુત આદિના જ્ઞાનને પણ બ્રાન્ત માનવાં પડે.
સાંખ્યને આ મત સાંખ્ય સિદ્ધાન્તને અનુકૂળ છે. તેમ છતાં તેને ન્યાયદર્શનના પ્રભાવથી મુક્ત નહિ માની શકાય, કારણ કે “જ્ઞાન નિરાલમ્બન હેઈ જ ન શકે એ નૌયાયિક મન્તવ્યને સ્વીકાર્યા પછી જ પિતાની યમીમાંસાને આધારે સાંખ્ય કહે છે કે ભ્રમમાં ખ્યાતિ પ્રસિદ્ધ અર્થની જ હોય છે. સાંખ્યને મતે કઈ વસ્તુને ક્યાંય અભાવ નથી. એટલે જ તે તેમને સરકાર્યવાદી કહેવામાં આવે છે. પ્રકૃતિ સર્વ દેશે અને સર્વ કાળે છે; પ્રકૃતિમાં બધા કાર્યો સર્વદા સત છે, સર્વ કેશે સત્ છે.
સાંખ્ય મતની સાથે રામાનુજસંમત ભ્રમનું નિરૂપણ તુલનાયોગ્ય છે. રામાનુજે ભ્રમમાંય ખ્યાતિ માની છે. એમનું કહેવું છે કે જેને આપણે શકિત સમજીએ છીએ તેમાં વસ્તુતઃ રજતાં અને શુકિતકાંશ બને છે. શુકિતકામાં શુક્તિકાંશનું બાહુલ્ય હેવાથી તેને આપણે “શુક્તિ નામથી ઓળખીએ છીએ. તેથી શુતિમાં જ્યારે રજતનું જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાન યથાર્થ જ છે તેમ છતાં વ્યવહારમાં તેને ભ્રમ–મિથ્ય એટલા માટે કહેવામાં આવે છે કે ચલું વગેરેના દોષને કારણે માત્ર રજતાંશનું ગ્રહણ થાય છે અને શુકિતશનું ગ્રહણ નથી થતું. દેષ દૂર થતાં શુકિતકાનું દર્શન થતાં રજતજ્ઞાન નિવૃત્ત થાય છે. આ રીતે રામાનુજના મત પ્રમાણે વ્યવહારમાં રજતજ્ઞાન બાધિત થવાથી ભ્રમ કહેવાય છે પરંતુ પરમાર્થ દષ્ટિએ તે તે પણ યથાર્થ જ છે.