________________
૫૬૮
પડ્યું ન
અસ્તિત્વ ન હેાવા છતાં શક્તિકામાં રજત કેમ દેખાય છે તેમ જ શુક્તિકામાં શુક્તિકાનું જ્ઞાન અભ્રાન્ત અને શુક્તિકામાં રજતનું જ્ઞાન ભ્રાન્ત કેમ ?—જો અર્થાભાવ તેમાં સમાન છે તેા પછી ભ્રાન્ત-અબ્રાન્તના વિવેકના અધાર શે ? આ પ્રÀાના તે તે દર્શીનસંમત ઉત્તરે માંથી જ ઉપર્યંત માના આવિર્ભાવ થયેા છે.
(૧) ચાર્વાકસ મત અખ્યાતિવાદ
ચાર્વાક અખ્યાતિવાદી છે. પ્રભાકરસ`મત વિવેકાખ્યાતિ પણ સંક્ષેપમાં અખ્યાતિ કહેવાય છે, પરંતુ ચાર્વાકસંમત અખ્યાતિના અથ જુદા છે અને પ્રભાકરસંમત અખ્યાતિના અથ જુદા છે.
ચાર્વાકનું કહેવું છે કે એક વસ્તુ બીજી વસ્તુના આકારવાળી દેખાઈ શકે જ નહિ. તે દલીલ કરે છે કે જો રજતજ્ઞાનના વિષય તરીકે રજતને માનવામાં આવે તે તે જ્ઞાન ભ્રાન્ત કેવી રીતે સિદ્ધ થશે ?'અને શુક્તિકાને તે રજતજ્ઞાનના વિષય આપણે માની જ ન શકીએ કારણ કે રજતજ્ઞાનમાં શુક્તિકા પ્રતિભાસિત થતી નથી. તેથી ચાર્વાકના સિદ્ધાન્ત એ છે કે શુતિકામાં રજતનું જે જ્ઞાન થાય છે તેને નિરાલમ્બન (=નિવિષય) માનવું જ ઉચિત છે; એ જ્ઞાનમાં કાઈ વસ્તુની ખ્યાતિ (=જ્ઞાન) છે જ નહિ એટલા માટે તેને ‘અખ્યાતિ’ કહેવુ જોઈ એ.
ચાર્વાકના આ મન્તવ્યમાં નિરાલમ્બનવાદી યાગાચાર અને માધ્યમિક ઔદ્દોની સ્પષ્ટ છાપ છે. આ બૌદ્ધો બધાં જ નાનાને નિરાલમ્બન માને છે, કારણ કે તેમના મતે બાહ્યાથ છે જ નહિ તેમ છતાં જ્ઞાનનુ અસ્તિત્વ તે છે. તે અનાદિ વાસનાતે બળે નિરાલમ્બન જ્ઞાનાની ઉત્પત્તિના ખુલાસા કરે છે. ચાર્વાકાએ તૈયાયિક વગેરે ખાદ્યા વાદીઓની દલીલોના આશ્રય લઈ તે સમ્યગ્જ્ઞાનાને સર્વિષય (=સાલખન) માન્યા છે પરંતુ મિથ્યાજ્ઞાનાને નિરાલંબન સિદ્ધ કરવામાં તેમણે બોહોની ઉપર્યુકત બે દશ નશાખાએાની પ્રસિદ્ધ દલીલાના ઉપયોગ કર્યાં છે.
ભ્રાન્ત જ્ઞાનને પણ સાલંબન માનનારાઓએ ચાર્વાક મતનું ખંડન કરતાં કહ્યું છે કે જો ભ્રાન્ત જ્ઞાના નિરાલંબન હાય તેા (૧) તેમના પરસ્પર ભેદને કાઈ આધાર જ નહિ રહે; (૨) શુક્તિમાં રજતજ્ઞાન ભ્રાન્ત છે, તેને ‘રજતજ્ઞાન’ કહેવાના આધાર શે। (૩) વળી, ભ્રાન્ત જ્ઞાનને નિશલંબન માનતાં ક્ષુપ્તાવસ્થા અને ભ્રમ વચ્ચેના ભેદના કાઈ આધાર નહિ રહે.