Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

Previous | Next

Page 582
________________ પ૬૪ પદર્શન પૂર્વાનુભવ યથાર્થ હોય તેની સ્મૃતિ અયથાર્થ પણ હોઈ શકે તેવી શક્યતા જ ૌયાયિકને ત્યાં નથી. આપણે જેની વાત કરીએ છીએ એવા, પૂર્વાનુભવને નવી વિગતોના ઉમેરણથી વિક્ત કરનાર જ્ઞાનને નયાયક કદાચ જ્ઞાનલક્ષણ પ્રત્યાત્તિથી ઉત્પન્ન થનાર માનસપ્રત્યક્ષની કેટિનું ગણશે. અલબત્ત, તે આવા માનસ પ્રત્યક્ષને અયથાર્થ ગણું તેને વિપર્યયના વિભાગમાં સમાવેશ કરશે અને વિપર્યય એ અનુભૂતિ છે, સ્મૃતિ નથી. પરંતુ આની સાથે સ્વપ્ન એ અયથાર્થ સ્મૃતિ છે૧૫ એવી યાયિકેની માન્યતાનો મેળ નહિ ખાય, કારણ કે સ્વપ્ન એ એવું સંસ્કારજન્યજ્ઞાન છે જેમાં યથાર્થ પૂર્વાનુભવ નવી વિગતોના ઉમેરણથી વિત બને છે. આ વસ્તુનું ભાન તેમના સમાનતંત્રીય વૈશેષિકેને થયું લાગે છે. વૈશેષિકે સ્વપ્નનેય માનસ અનુભવ કેટિનું જ ગણે છે, તેઓ તેને સ્મૃતિરૂપ ગણતા નથી.' લૌગાક્ષી અને વલ્લભાચાર્યને મત લૌગાક્ષી ભાસ્કર યથાર્થ સ્મૃતિ અને યથાર્થ અનુભવ બંનેને પ્રમા તરીકે સ્વીકારે છે અને તેમનાં કારણોને પ્રમાણ તરીકે સ્વીકારે છે. ન્યાયલીલાવતીકાર વલભાચાર્ય સ્મૃતિને સ્વતન્ત્ર પ્રમાણ તરીકે સ્વીકારે છે, કારણ કે સ્મૃતિથી અર્થને નિશ્ચય થાય છે. અનુભવપારતન્યને કારણે તેને અપ્રમાણ ન ગણવી જોઈએ કારણ કે ત્પત્તિને વિશે તે બીજ પ્રમાણીય અનુભવપરતત્ર છે. વળી, તે માત્ર પિષ્ટપેષણરૂપ કે ગૃહીતગ્રાહી જ નથી પણ તે કંઈક અધિક જ્ઞાન કરાવે છે; તે પૂર્વાનુભૂત વિષયને તત્તાવચ્છિન્નરૂપે ગ્રહણ કરે છે. આમ પિતાના વિષયની બાબતમાં તેનું અનુભવપારતા નથી. સ્કૃતિ પ્રમા તે જ ગણાય છે તેને વિષય અને અનુભવનો વિષય સમાન હોય. પરંતુ સ્મૃતિને વિષય અનુભવના વિષયને સમાન કદાપિ હેતે જ નથી. સ્મૃતિએ અનુભવમાનવિષયક બનવું હોય તે અનુભવના વિષય બનેલા કાલ આદિને વર્તમાનરૂપે જ તેણે ગ્રહણ કરવા જોઈએ. પરંતુ સ્મૃતિકાળે તે કાળ આદિ વર્તમાનરૂપે સ્મૃતિને વિષય બની શક્તા નથી કારણ કે સ્મૃતિકાળે તે વર્તમાન નથી. સ્મૃતિ તે કાળ આદિને ‘નાવિશિષ્ટ જ ગ્રહણ કરે છે અને આ “તત્તા અનુભવને વિષય નથી. એટલે કેઈ સ્મૃતિ અનુભવમાનવિષયક સંભવતી જ નથી. તેથી બધી સ્મૃતિ અપ્રમા છે' –આ મતનું ખંડન કરતાં લીલાવતીકાર કહે છે કે સ્મૃતિ તત્કાલવિશિષ્ટ વિષયને ગ્રહણ કરે છે અને સ્કૃતિકાળે તે વિષય તત્કાલવિશિષ્ટ જ હોય છે. જે સ્મૃતિકાળે તે વિષયને

Loading...

Page Navigation
1 ... 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628