________________
પર
પદ્દર્શન તેઓ કહે છે કે સ્મૃતિમાત્રના અપ્રમાત્વનું કારણ વિષયજન્યત્વભાવ નહિ પણ અનુભવ અને સ્મૃતિનો વિયત આકાર ભેદ જ છે. સ્મૃતિગત તદંશ અનુભવનો વિષય ન હોવા છતાં સ્મરણનો વિષય થાય છે. ગંગેશની આ વાત કંઈક વધુ પડતી પંડિતાઈભરી લાગે છે.
છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી કાર વિશ્વનાથ પ્રમાની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે: તોગ સતિ તરબાર જ્ઞાનં પ્રHI અર્થાત જ્ઞાનના વિષયભૂત અર્થમાં રહેતા ધર્મો જ્ઞાનમાં યથાવત ભાસે તે તે જ્ઞાન પ્રમા. આ વ્યાખ્યા અનુસાર તે સ્મૃતિ પણ પ્રમા થાય અને વિશ્વનાથ સ્પષ્ટપણે તેને પ્રમા તરીકે સ્વીકારે પણ છે. તેમ છતાં તે કહે છે કે સ્મૃતિ પ્રમા હોવા છતાં તેનું કારણ સંસ્કાર પ્રમાણ નથી કારણ કે પ્રમાણનું લક્ષણ તે યથાર્થીનુભવકરણતા છે. અને યથાર્થ સ્મૃતિ પ્રમા હોવા છતાં તે અનુભવરૂપ ન હોવાથી તેનું કારણ પ્રમાણ નહિ કરે.૧ આમ સ્મૃતિને પ્રમા તરીકે સ્વીકારવા છતાં તેના કરણને પ્રમાણ તરીકે નહિ સ્વીકારવાની વાત કંઈક વિચિત્ર લાગે છે. એમનો પ્રયત્ન સ્મૃતિને પ્રમા માનવા છતાં ચાર જ પ્રમાણ છે એ સ્વદર્શનસમ્મત ચાલી આવતી પ્રણાલીને છોડવાનો નથી.
નૌયાયિકેની જેમ જ પ્રભાકર કહે છે કે અનુભૂતિ જ પ્રમાણ છે.૧૧ પરંતુ નૌયાયિકેથી તેની વિશેષતા એ છે કે તેને તે સઘળાં જ્ઞાન હંમેશા યથાર્થ જ હેય છે, કઈ જ્ઞાન અયથાર્થ સંભવતું જ નથી. જેને અયથાર્થ અનુભવ કે બ્રાન્તિની ઘટના ગણવામાં આવે છે તે કઈ એક જ્ઞાન નથી પરંતુ બે જ્ઞાન (અનુભૂતિ ને સ્મૃતિ)નું મિશ્રણ છે. અનુભૂતિ અને સ્મૃતિ બંને યથાર્થ જ છે; પરંતુ તે જ્ઞાનના તેમ જ તે જ્ઞાનના વિષયોના ભેદનું અગ્રહણ એ જ ભ્રાન્તિ છે. આમ પ્રભાકરને મતે બધા અનુભવોની જેમ બધી સ્મૃતિઓ યથાર્થ જ છે, જેને “પ્રમુષ્ટતત્તાક સ્મૃતિ કહીએ છીએ તે પણ તેને મતે યથાર્થ જ છે. તેમાં છતાં પ્રભાકર સ્મૃતિને પ્રમાણ તે નહિ જ માને કારણ કે સ્મૃતિ અનુભવની કેટિનું જ્ઞાન નથી. નૈયાયિકની જેમ પ્રભાકરની સમક્ષ પણ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે સ્મૃતિને તે માત્ર અનુભૂતિ નથી એટલા જ કારણે પ્રમાણ ન ગણતા હોય તે પછી અનુમિત્યાદિને-જે પિતે ય સામાન્ય અર્થમાં અનુભૂતિ નથી–કઈ રીતે પ્રમાણ ગણી શકાય ? અનુમિતિને અનુભૂતિ અમુક ખાસ અર્થમાં પ્રભાકર સિદ્ધ કરે છે. તે કહે છે કે અગ્નિ-અનુમિતિની પ્રક્રિયામાં ત્રણ વસ્તુઓ હોય છે—એક સંબંધીનું (અહીં ધૂમનું દર્શન, તે દર્શનથી