________________
વૈશેષિકદર્શન
૪૩૫
થાત, પથ્થરમાં જે સુગન્ધ હોત તે ઘાણ દ્વારા તેનું ગ્રહણ થાત”, વગેરે. અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે “વાયુમાં રૂપાભાવ”, “પથ્થરમાં સુગન્ધાભાવ', વગેરે જે ઉદાહરણો ઉપર આપવામાં આવ્યાં છે તે બધાં “સંસર્ગભાવના (જેમાં પ્રાગભાવ, ધ્વસાભાવ અને અત્યન્તાભાવનો સમાવેશ થાય છે) પ્રત્યક્ષનાં ઉદાહરણ છે. સંસળંભાવના પ્રત્યક્ષમાં પ્રતિયોગીની ગ્યતા અપેક્ષિત છે, જેમ કે વાયુમાં રૂપાભાવના ઉદાહરણમાં રૂપાભાવને પ્રતિવેગી રૂપ છે, તે રૂપની ચક્ષુ દ્વારા પ્રત્યક્ષ થવાની યોગ્યતા છે. પરંતુ અન્યાભાવના પ્રત્યક્ષમાં પ્રતિયોગીની નહિ પણ અનુગીની (=અધિકરણની) યોગ્યતા અપેક્ષિત છે. ઉદાહરણાર્થ, “આ થાંભલે પિશાચ નથી” એનો અર્થ એ છે કે થાંભલામાં પિશાચને તાદા સંબંધથી અભાવ છે. પિશાચાભાવનો પ્રતિયેગી પિશાચ છે, થાંભલે અનુગી છે જેમાં પિશાચાભાવ રહે છે. આ અન્યાભાવના ઉદાહરણમાં છે કે પ્રતિયોગી પિશાચ પ્રત્યક્ષોગ્ય નથી તથાપિ અનુયોગી થાંભલો પ્રત્યક્ષ યોગ્ય છે. એટલે આપણે કહી શકીએ કે પ્રત્યક્ષોગ થાંભલાથી પિશાચ જે અભિન્ન હોત તે થાંભલે પ્રત્યક્ષ થતાં તે પણ પ્રત્યક્ષ થાત. પરંતુ થાંભલાની પ્રત્યક્ષોપલબ્ધિ થવા છતાં પિશાચની પ્રત્યક્ષેપલબ્ધિ થતી નથી. તેથી થાંભલાથી પિશાચ ભેદ (=અન્યાભાવ) છે.૩૦
(૬) વિરોધીઓના આક્ષેપોને પરિહાર અને
અભાવના બાહ્ય અસ્તિત્વની સ્થાપના પ્રાભાકર મીમાંસકેનો એ સિદ્ધાન્ત છે કે અભાવે કઈ અલગ પદાર્થ નથી, પરંતુ જે આધારમાં અભાવની પ્રતીતિ થાય છે તે આધાર જ એનું સ્વરૂપ છે. અર્થાત્ , જ્યારે ભૂતલમાં ઘટાભાવની પ્રતીતિ થાય છે ત્યારે ભૂતલમાં ઘટતું ન હોવું અર્થાત ભૂતલનું ઘટના વિના હોવું, કેવળ પિતાના સ્વરૂપમાં હોવું, ભૂતલનું “કૈવલ્ય” જ ઘટાભાવનું સ્વરૂપ છે. ભૂતલના કૈવલ્યથી– કેવલ્યસ્વરૂપથી અતિરિક્ત ઘટાભાવ કોઈ અલગ વસ્તુ નથી. તેથી પ્રભાકર મીમાંસકે “ભૂતલમાં ઘટાભાવને ભૂતલસ્વરૂપ યા ભૂતલનું કેવળસ્વરૂપ, યા ભૂતલનું કેવલ્ય માને છે, કેઈ સ્વતંત્ર પદાર્થ માનતા નથી. આમ માનવામાં કપના લાઘવ પણ છે, કારણ કે આધાર તે પહેલેથી જ સ્વીકત પદાર્થ છે, અને આમ માનવાથી આધારથી અતિરિક્ત અભાવને માનવો પડતો નથી, અભાવની સ્વતંત્ર વસ્તુરૂપ, પદાર્થરૂપે કલ્પના કથ્વી પડતી નથી.૩૧.
આના વિરુદ્ધ ન્યાય-વૈશેષિકે નીચેની દલીલો કરે છે. (૧) અના આધારના સ્વરૂપને જ અભાવ માનવાને બદલે અભાવને એક અલગ પદાર્થ