________________
૫૨૮
પદર્શન
સાધ્યસમ યા અસિદ્ધપક્ષમાં સાધ્ય સિદ્ધ કરવાનું હોય છે, અર્થાત પક્ષમાં સાધ્ય અસિદ્ધ હોય છે. તેવી જ રીતે, આપેલે હેતુ પણ જે પક્ષમાં અસિદ્ધ હેય તે તે અસિદ્ધ હેવાભાસ ગણાય. આ કારણે જ ગૌતમ આ હેવાભાસનું નામ “સાધ્યસમ આપે છે.૮૫ જે વસ્તુ પક્ષમાં સિદ્ધ હોય તે જ હેતુ બની શકે. જે વસ્તુ સાધ્યની જેમ પક્ષમાં અસિદ્ધ હાય, વિવાદગ્રસ્ત હોય, તે કદીય પક્ષમાં સાધ્યને સિદ્ધ કરનાર સાધન (=હેતુ) બની શકે નહિ. આવો હેતુ સાધ્યસમ યા અસિદ્ધ હેવાભાસ જ ગણાય. ઉદાહરણાર્થ, મીમાંસક તૈયાયિકને કહે છે કે “છાયા દ્રવ્ય છે કારણ કે તેમાં ગતિ છે. પરંતુ તૈયાયિક છાયામાં (=પક્ષમાં) ગતિમસ્ત (હેતુ) સ્વીકારતા નથી. આમ અહીં આપેલા હેતુનું પક્ષમાં હોવું વિવાદગ્રસ્ત છે. અસિદ્ધ છે. તેથી તેને અસિદ્ધ હેવાભાસ યા સોસમ હવાભાસ ગણાય.' અસિદ્ધ હેત્વાભાસમાં સëતુનું પક્ષસત્ત્વ લક્ષણ હોતું નથી.
નવ્યતૈયાયિકોએ અસિદ્ધ હેત્વાભાસના ત્રણ પ્રકારે ગણાવ્યા છે આશ્રયાસિદ્ધ, સ્વરૂપસિદ્ધ અને વ્યાખ્યાસિદ્ધ.૦૭ (૧) આશ્રયાસિદ્ધ—પક્ષનું અસ્તિત્વ જ ન હોય તે જે હેતુ હોય તે આશ્રયા
સિદ્ધ હેત્વાભાસ ગણાય. ઉદાહરણાર્થ, “આકાશકમળમાં સુગધ છે કારણ કે તેમાં કમલત્વધર્મ છે. અહીં આકાશકમળ પક્ષ છે અને કમલત્વ હેતુ છે. પરંતુ આકાશકમળ અત્યન્ત અસત્ છે, તેનું અસ્તિત્વ જ નથી. આમ કમલત્વહેતુનો આશ્રય (પક્ષ) અસિદ્ધ છે, અસત છે, અસ્તિત્વ ,
ધરાવતો નથી. તેથી તેને આશ્રયસિદ્ધ હેત્વાભાસ કહેવાય. (૨) સ્વરૂપસિદ્ધ—પક્ષનું અસ્તિત્વ હોવા છતાં જે હેતુ પક્ષમાં રહેતા જ ન
હોય તેને સ્વરૂપાસિદ્ધ હેવાભાસ કહેવાય છે. ઉદાહરણાર્થ, “શબ્દ ગુણ છે. કારણ કે તે ચાક્ષુષ છે (ાક્ષાત). અહીં “ચાક્ષુષ” હેતુ પક્ષ હવા છતાં પક્ષમાં (શબ્દમાં) રહેતું નથી કારણ કે ચાક્ષુષત્વ શબ્દને ( પક્ષની
ધર્મ નથી, શબ્દનું (=પક્ષનું સ્વરૂપ નથી.૦૯ (૩) વ્યાપ્યત્વસિદ્ધ –જે હેતુ સોપાધિક હોય છે તેને વ્યાખ્યાસિદ્ધ હેતા
ભાસ ગણવામાં આવે છે. અર્થાત્ જે હેતુ સાધ્યવ્યાપ્ય નથી તે તે વ્યાયવાસિદ્ધ છે. ઉદાહરણર્થ, પર્વત પર ધૂમ હશે કારણ કે ત્યાં અગ્નિ છે. અહીં પર્વત પક્ષ છે, ઘૂમ સાધ્ય છે અને અગ્નિ હેતુ છે. હેતુ પક્ષમાં હોવા છતાં સાધ્યવ્યાખ્યરૂપે તે પક્ષમાં નથી. અરિન પક્ષમાં છે પરંતુ ઘુમવ્યાપ્ય અગ્નિ પક્ષમાં નથી. પરિણામે અગ્નિ પક્ષમાં ધૂમ