Book Title: Shaddarshan Part 02 Nyaya Vaisheshik
Author(s): Nagin J Shah
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 556
________________ પ૩૮ વન મેટા ભાગનું સાદશ્ય (=પ્રાય સદશ્ય) વિવક્ષિત છે કે એક અંશમાં જ સાદગ્ય (એકદેશસાદ૨૫) વિવક્ષિત છે? જે ગવયનું ગે સાથે અત્યંત સાદશ્ય વિવક્ષિત હોય તે ગેનું ગે સાથે જ અત્યત સદશ્ય સંભવતું હોઈ અન્યા ગે જ ગવર્ય પદવાણ્ય બની જાય. જે ગવયનું ગો સાથે પ્રાયસાદસ્થ વિવક્ષિત હોય છે તેવું પ્રાયસિદશ્ય તે ભેંસ વગેરેમાં પણ સંભવતું હોઈ ભેંસ વગેરે ગવર્યપદવાઓ બની જાય. જે ગવયનું ગે સાથે એકદેશ-સાદશ્ય વિવક્ષિત હેય તે એવું એકદેશ-સાદડ્યુ તે બધી જ વસ્તુઓમાં હોઈ બધી જ વસ્તુઓ. ગયપદવાઓ બની જાય. આ બધું દર્શાવે છે કે ઉપમાન પ્રમાણ સંભવતું જ નથી.૧0 આના ઉત્તરમાં તૈયાયિક જણાવે છે કે અતિદેશવાય પોતાના અર્થનું (=સાદશ્યનું) પ્રકરણ (context) વગેરેની સહાયથી જ પ્રતિપાદન કરે છે. તેથી, કેટલીક વાર અતિદેશવાક્ય દ્વારા અત્યન્તસાદસ્થ જાય છે, કેટલીક વાર પ્રાયસાદશ્ય સમજાય છે અને કેટલીક વાર એકદેશસાદશ્ય સમજાય છે. જે પુરુષ ભેંસ વગેરેને જાણતા હોય અને ગલ્યને ન જાણતો હેય તેને જે ગવય ગોસદશ હોય છે? એ અતિદેશવાક્ય કહેવામાં આવ્યું હોય તે ભેંસ વગેરેની વ્યાવૃત્તિ (exclusion) થઈ જાય તે માટે ગવયનું ગે સાથેનું ભૂય:સામ્ય (૩ઘણા ધર્મોની સમાનતારૂપ સાદય) વિવક્ષિત છે, તેથી જ તે વ્યક્તિ વને ભેંસ વગેરેમાં ગેસદશ્ય દેખવા છતાં અતિદેશવાક્યનું સ્મરણ કરી “ગવર્ય પદને તેમની સાથે જોડતું નથી, પરંતુ જ્યારે તે અજ્ઞાત પશુમા ગોસાદશ્ય દેખે છે ત્યારે જ અતિદેશવાક્યને સ્મરી તેમાં ગવય સંજ્ઞાનો પ્રયોગ કરે છે. આથી ઊલટું, જે વ્યકિત ભેંસ વગેરેનેય જાણતી નથી તેની બાબતમાં પ્રસ્તુત અતિદેશવાક્ય ઉપમનપ્રમાણુ તરીકે કાર્ય કરતું નથી અથાત તે સંજ્ઞાસંન્નિસંબંધજ્ઞાનરૂપ પ્રમાને ઉત્પન્ન કરતું નથી. આમ ઉપમાન પ્રમાણનો સંભવ છે છે એ હકીક્ત નૈયાયિકે એ પુરવાર કરી. ઉપમાન પ્રમાણ પ્રમાણ તે છે પરંતુ તે સ્વતંત્ર પ્રમાણ નથી, તેને અન્તભંવ પ્રત્યક્ષમાં કે અનુમાનમાં કે શબ્દમાં થઈ જાય છે એમ જ્યારે નયાયિકને કહેવામાં આવે છે ત્યારે ઉપમાન પ્રમાણને સ્વતંત્ર પ્રમાણે ગણનાર નૈયાયિક તેને પ્રતિષેધ કરી ઉપમાન પ્રમાણને સ્વતન્ત્ર પ્રમાણ તરીકે સ્થાપે છે. નૈયાયિક કેવી. રીતે તેને સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્થાપે છે તે જોઈએ. - ઉપમાન પ્રમાણને પ્રત્યક્ષમાં અનભવ ન થઈ શકે. ગવગત ગોસાદશ્યપ્રત્યક્ષથી જ ગવઅર્થ અને “ગયપદને સંબંધ ગૃહીત થતો નથી. જેણે

Loading...

Page Navigation
1 ... 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628