________________
૫૫૮
દર્શન
કે
પ્રમાણની વ્યાખ્યા પ્રમાણે તે પ્રમાણ ન ગણાય. ભાટ્ટ મીમાંસકાએ આમાંથી એવા રસ્તા કાઢયો કે જેથી ધારાવાહી પ્રત્યક્ષનુ અગૃહીતગ્રાહીત્ય અક્ષુણ્ણ રહે. ધારાવાહી પ્રત્યક્ષને વિષય એક રહેતા નથી કારણ કે વસ્તુ તેની તે હોવા છતાં તેની કાલકલારૂપ ઉપાધિ પ્રત્યેક ક્ષણે બદલાઈ જાય છે અને પ્રત્યક્ષના વિષય તે કાલકલાવિશિષ્ટ વસ્તુ છે, ભેદાભેદવાદી ભાટ્ટો આને ભગ્યન્તરેય મૂકી શકયા હેાત. કાઈ તે પૂછવાનું મન થાય કે અંગૃહીતત્રાહીને જ પ્રમાણ કહી સ્મૃતિને અગૃહીતગ્રાહી ન હેાવાને કારણે પ્રમાણકાટિ ખાદ્ય કરનારાએએ પ્રત્યભિજ્ઞાનેય પ્રમાણ ન ગણવી જોઈ એને ? બૌદ્દો તરત જ કહેશે કે અમે તેને પ્રમાણ ગણતા જ નથી; પરંતુ તેને પ્રમાણ ન ગણવાનુ કારણ એ નથી કે તે ગૃહીતગ્રાહી છે. કિંતુ તેનું કારણ તે એ છે કે તે ભ્રાન્ત છે, તેને વિષય અસત્ છે. પ્રત્યભિજ્ઞાન વિષય એકત્વ છે પરંતુ બૌદ્ધમતે વાસ્તવિક એકત્વ છે જ નહી. ભેદાભેદવાદી મીમાંસકાને તેા અભેદ — એકત્વ વાસ્તવિક છે એટલે પૂર્વે નહિ અનુભવેલ એકત્વનું જ્ઞાન કરાવનાર, ‘આ તે જ છે' એવા આકારવાળું પ્રત્યેભિજ્ઞાન અગૃહીતગ્રાહી અને સદ્વિષયક હાઇ પ્રમાણ છે. ઘણીવાર ઇન્દ્રિયસન્નિષ્ટ વિષયને જોતાં જ આપણને થાય છે કે આ તે જ વસ્તુ છે જેને મેં અમુક કાળે અને અમુક સ્થળે જોઈ હતી; આવું જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે. તે પૂર્વાનુભૂત વિષય અને મૃત્યુપસ્થિત વિષયનું સંકલન કરે છે. ભાટ્ટો પ્રત્યભિજ્ઞાને પ્રમાણ તરીકે સ્વીકારવા છતાં તેને સ્વતંત્ર પ્રમાણ ગણતા નથી. એટલે તેમને તેને પ્રત્યક્ષમાં અન્તર્ભાવ કરવા પડે છે. નૈયાયિકા પણ તેને પ્રત્યક્ષ જ ગણે છે.
નૈયાયિકા અને પ્રાભાકરોના મત
નૈયાયિકા અને પ્રાભાકર મીમાંસકાને એવા કેાઈ આગ્રહ નથી કે અગૃહીતગ્રાહી જ્ઞાન જ પ્રમાણ હોય; તે માત્ર અવ્યભિચારી હોય એટલું જ તેના પ્રમાણુ હાવા માટે પૂરતું છે પછી ભલે તે ગૃહીતગ્રાહી હેાય કે અંગૃહીતગ્રાહી. આમ છતાં તેઓ સ્મૃતિને પ્રમાણુ તરીકે સ્વીકારવા તૈયાર નથી. એટલે તેમણે કાઈ ખીજી રીતે પેાતાની આ માન્યતાને સમજાવવી પડશે.
ભાષ્યકાર વાત્સ્યાયન ઉપલબ્ધિસાધનને પ્રમાણ ગણે છે. ૧ વાતિકકાર ઉદ્યોતકર પણ એ જ કહે છે. પણ ઉપલબ્ધિમાં તે સ્મૃતિય આવે અને તે તેને પણ પ્રમાણ ગણવી પડે. એટલે તાપ ટીકાકાર વાચસ્પતિ મિત્રે આ આપત્તિ ટાળવા સ્મૃતિભિન્ન અર્ધાંભિચારી ઉપલબ્ધિ પ્રમાણ છે એમ સમજાવ્યુ. ૨ કુસુમાંજલિકાર ઉદયને તે સ્પષ્ટ પણે કહી જ દીધું કે અનુભવ