________________
ન્યાયદર્શન
પ૪૩ સાથે સંબંધ નથી હોતો. “અશ્વ–શબ્દને એક પશુવિશેષ સાથે સંબંધ છે, ગમન” શબ્દનો એક ક્રિયાવિશેષ સાથે સંબંધ છે. પદ-પદાર્થ વચ્ચેને આ સંબંધ સ્વાભાવિક (natural) નથી પરંતુ કૃત્રિમ (conventional) છે. લિંગ (=ધૂમ) અને લિંગી (=અગ્નિ) વચ્ચેનો સંબંધ સ્વાભાવિક છે, અર્થાત ધૂમને અગ્નિ સાથે સંબંધ કેઈની ઈચ્છાને અધીન નથી. પરંતુ પદ-પદાર્થ વચ્ચેનો સંબંધ કેઈની ઈચ્છાને અધીન છે–તે ઈચ્છી ઈશ્વરની હો કે મનુષ્યની હો. આમ શબ્દ તેના અર્થને સૂચક છે, સંત છે, symbol છે. જે શબ્દને જે અર્થમાં સંકેત કરવામાં આવ્યો હોય તે જ શબ્દ તે જ અર્થને વાચક બને છે. સંકેત પૂર્વે તે શબ્દમાં તે પદાર્થને વાચક બનવાની શકિત ન હતી, પરંતુ સંકેત પછી તેનામાં તે શક્તિ આવે છે, અને આવી શક્તિ જેનામાં હોય તે શબ્દને પદ કહેવામાં આવે છે. “અમુક શબ્દનો અમુક જ અર્થ સમજવો જોઈએ. એ સંકેત છે. મનુષ્ય નવા નવા પદાર્થો માટે નવા નવા શબ્દો બનાવી અમુક પદાર્થ સાથે અમુક પદને (શબ્દને) જોડતો જ આવ્યો છે–સંકેત કરતો જ આવ્યા છે. - સંતના બે પ્રકાર છે–આજાનિક અને આધુનિક - જે સંકેત અજ્ઞાત કાળથી ચાલ્યો આવે છે તે આજનિક સંકેત કહેવાય
છે. અમુક પાત્રવિશેષમાં “ધટ’ શબ્દને સંકેત કોણે કર્યો તેની આપણને ખબર નથી, તે તો હજારો વર્ષથી ચાલ્યો આવે છે. તેથી કેટલાક આચાર્યો તેને ઈશ્વરકૃત માને છે અને તેને “શકિતકહે છે.
અમુક પદાર્થમાં અમુક પદને સંકેત ક્યારથી શરૂ થશે અને કેણે કર્યો તેની આપણને ખબર હોય છે તે સંકેત આધુનિક ગણાય. અમુક વખતે એક વિશિષ્ટ પ્રકારનું ઔષધ શેધાયું અને તેમાં પેનિસિલીન’ શબ્દનો અમુક મનુષ્ય સંક્ત કર્યો એ આપણે જાણીએ છીએ, તેથી આ સંકેતને આધુનિક ગણાય. શક્ય છે કે હજારો વર્ષ પછી લેકે ભૂલી જાય કે આ સંકેત ક્યારે થયું અને તેણે કર્યો; પરિણામે તે વખતે આ સંકેત આજનિક કેટિમાં આવે અને કેટલાક તેને ઈશ્વરકૃત માનવા લાગે. કેટલાક આધુનિક સંકેતને પરિભાષા કહે છે
પદનું કામ પદાર્થનું જ્ઞાન કરાવવાનું છે. પરંતુ અહીં પ્રશ્ન થાય છે કે પદનો અર્થ શો છે? “ગાય” પદની સાથે વ્યકિત, ગે-આકૃતિ અને ગ તિ ત્રણેયનો સંબંધ જણાય છે, એટલે સ્પ્રંશય થાય છે કે ગોપ અર્થ તે ત્રણેય છે કે તે ત્રણમાંથી કેાઈ ? - .