________________
૫૫o
પદર્શન પ્રત્યક્ષગમ્ય નથી. તેથી તે અદછાર્થ વાક્યો ગણાય છે. દષ્ટાર્થ વાક્યોના કર્તા લેકે છે અને અદછાર્થ વાકયોના કર્તા ઋષિઓ છે.૨૫ તેથી તર્કસંગ્રહકારે દષ્ટાથ વાક્યોને લૌકિક વાળો કહ્યાં છે જ્યારે અદબ્દાર્થ વાક્યોને વૈદિક વાકયો કહ્યાં છે. વૈદિક વાક્યોના ત્રણ પ્રકાર છે–વિધિવાક્ય, અર્થવાદવાક્ય અને અનુવાદ.૨૭ વિધિવાક્ય એટલે આજ્ઞાસુચક વાક્ય યા આદેશવાક્ય.૨૮ અથવાદવાક્ય એટલે વર્ણનાત્મક વાક્ય. અનુવાદવાક્ય એટલે સાભિપ્રાય પુનર્વચન. ૨૯ અર્થવાદવાક્યના ચાર અવાનરભેદો છે – સ્તુતિવાક્ય, નિન્દાવાક્ય, પરકૃતિ અને પુરાકલ્પ.૩૦
આત અને આપ્તતાજ્ઞાન પદનો અર્થ શું છે અને વાક્યનો અર્થ શું છે તેમ જ તેમનું જ્ઞાન આપણને કેવી રીતે થાય છે તેનું નિરૂપણ આપણે કર્યું. વાક્ષાર્થ બોધ જે બાહ્યર્થનું યથાર્થ જ્ઞાન કરાવે છે તે પ્રમાણુ ગણાય. પરંતુ વાક્યર્થશાન ઉપરથી બાઘાર્થનું જ્ઞાન કેવી રીતે થાય છે. વાક્ય બોલનાર (કે લખનાર) આપ્ત છે એવું આપણે જાણતા હોઈએ તે વાક્યર્થજ્ઞાન આપણને બાહ્યર્થનું જ્ઞાન કરાવે છે. આ રીતે થયેલ બાધાર્થજ્ઞાન યથાર્થ છે કે અયથાર્થ તેનું જ્ઞાન આપણે કરવા માગતા હોઈએ તો આપણે પદે અને વાક્યને જે અર્થ કર્યો તે બરાબર છે કે કેમ અને જેને આપણે આપ્ત ગણેલ છે તે ખિરેખર આપ્ત છે કે કેમ તેની પરીક્ષા કરવી જોઈએ. જે પરીક્ષામાં નિશ્ચિત થાય કે આપણે કરેલ અર્થ બરાબર છે અને વક્તા આપ્ત છે તો તે ઉપરથી આપણું અનુમાન કરીએ છીએ કે આપણને થયેલ બાધાર્થનું જ્ઞાન યથાર્થો છે. અહીં વક્તાની આપ્તતાની પરીક્ષાનું જ વિશેષ મહત્વ છે. તેથી આપ્ત કેને કહેવાય ? અને આપ્તની આપ્તતા કેવી રીતે જાણી શકાય કે આ બે પ્રશ્નોનો વિચાર કરવો મહત્વનો છે.
આપ્ત તેને કહેવાય જે વસ્તુને યથાર્થ જાણે તેમ જ જેવી તેણે જાણી હોય તેવી જ તેને બીન આગળ રજૂ કરવાની વર્ણવવાની ઈચ્છા ધરાવે અને તે ઈચ્છાનુસાર ઉપદેશ આપે. આમ આપ્ત યથાર્થદ્રષ્ટા અને પરપ્રતારણેચ્છારહિત ઉપદેષ્ટા છે.૧ આવી વ્યક્તિ દોષરહિત (રાગદ્વેષરહિત) હેય છે. ૩૨ આપ્ત પુરુષ ઋષિ પણ હોઈ શકે, આર્ય પણ હોઈ શકે અને પ્લેચ્છ પણ . હોઈ શકે. ૩૩
આપણે કેવી રીતે જાણી શકીએ કે અમુક વ્યકિત આપ્ત છે ? જો આપણે નક્કી કરી શકીએ કે અમુક વ્યક્તિ રાગ આદિ દેવથી રહિત છે તે આપણે