________________
ન્યાયદર્શન
પ૨૯
સિદ્ધ કરી શકતો નથી. અગ્નિ ધૂમવ્યાપ્ય નથી કારણ કે અગ્નિને ધૂમ સાથે સંબંધ ઉપાધિ (આધનસંગ) ઉપર આધાર રાખે છે. અનિનો ધૂમ સાથેનો સંબંધ અનૌપાદિક નથી. ઉપાધિની ચર્ચા આપણે કરી ગયા છીએ એટલે તેની પુનરુક્તિ કરવાની જરૂર નથી. તે
કાલાતીત યા બાધિત—હેતુથી પક્ષમાં જે સાધ્ય સિદ્ધ કરવા માગતા હોઈએ તે સાધ્યનો અભાવ પક્ષમાં અનુમાન સિવાય બીજા પ્રમાણેથી નિશ્ચિત હોય તે પ્રસ્તુત કરવામાં આવેલ હેતુને કાલાતીત યા કાલાત્યયાદિષ્ટ હત્વાભાસ કહેવાય. તેનું બીજું નામ નામ બાધિત પણ છે. ઉદાહરણાર્થ, “અગ્નિ અનુષ્ણ (શીતળ) છે કારણ કે તે દ્રવ્ય છે (સ્વાન)'. અહીં સાધ્ય અગ્નિનું અનુષ્ણવ છે, તેને અભાવ અર્થત અગ્નિનું ઉષ્ણત્વ પ્રત્યક્ષપ્રમાણથી નિશ્ચિત છે. તેથી હેતુવાક્યના શ્રવણ પહેલાં જ અગ્નિમાં સાધાભાવનો (=ઉષ્ણવનો) નિશ્ચય પ્રત્યક્ષપ્રમાણુથી સિદ્ધ હોવાને કારણે પ્રયકતાએ હેતુવાકયનું ઉચ્ચારણ કરવું જોઈતું ન હતું, કારણ કે જ્યાં સુધી સાધ્યની સિદ્ધિ નથી થઈ હતી ત્યાં સુધી હેતુવાક્યના પ્રયોગનો સમય છે. જ્યારે સાધ્યને અભાવ પ્રત્યક્ષથી ગૃહીત થઈ ગયા છે ત્યારે હેતુના પ્રયોગને કાળ અતીત થઈ ગયો હોવાથી તે હેતુ કાલાતીત હેવાભાસ બની જોય છે. તે -
અનુમાનનું મહત્વ છે - અનુમાન અન્વીક્ષા છે, મનન છે. પ્રત્યક્ષ અને આગમ મનનને માટે સામગ્રી (data) પૂરી પાડે. સાડે છે. અનુમાન છે સામગ્રી ઉપર મનન કરે છે, તેની પરીક્ષા કરે છે. આ દષ્ટિએ પ્રત્યક્ષ અને આગમથી તેનું વૈશિષ્ટ છે. વળી, પ્રત્યક્ષ તો વર્તમાન વિષયને જાણે છે જ્યારે અનુમાન તે ત્રણેય કાળના વિષયને જાણે છે. આ તેની મહત્તા દર્શાવે છે. ઉપરાંત, પંચાયવવાક્યમાં શબ્દ, અનુમાન, પ્રત્યક્ષ અને ઉપમાન બધાં પ્રમાણને સમવાય છે, તેથી તેને પરમ ચાય” એવું મહત્ત્વસૂચક નામ મળ્યું છે.૯૪
પાદટીપ ૧ ...પશ્ચાત્માન મનુમાનમ્ | વ્યાયમ ૨.૩ ૨ વ્યાધ્યિાત પ્રત્યક્ષમ્-
.
: : - - ૩ય તપૂર્વ ત્રિવધમનુમાન થાય. ૨.૨૫ - સેન ગઝલ સર્વ તિતમાનમ્ ! રચાશભાવ ૨.૨.૨ પ. ૩૪