________________
ન્યાયદર્શન
૪૮૯ આમ જેમને અલૌકિક સન્નિક ગણવામાં આવ્યા છે તે સવિકલ્પક પ્રત્યક્ષમાં કાર્ય કરે છે જ, પરંતુ સવિકલ્પક પ્રત્યક્ષમાં તેમનું જે કાર્ય છે તેના તરફ ન્યાય-વૈશેષિક પરંપરાએ આંખ આડા કાન કર્યા છે. હકીકતમાં, સવિકલ્પક પ્રત્યક્ષને અનુલક્ષી બૌદ્ધો સાથે ચાલેલા સંઘર્ષને પરિણામે વાચસ્પતિ, જયંત અને શ્રીધરે જે મન્ત પ્રગટ કર્યા તેમણે ઉત્તરકાળે અલૌકિકસન્નિકસિદ્ધાન્તનું સ્પષ્ટ રૂપ લીધું. ઉત્તરકાળે જે મંતવ્યો અલૌકિકસંન્નિકસિદ્ધાન્તના રૂપે આકાર પામ્યા તે મન્તવ્યો વાચસ્પતિ, યંત અને શ્રીધરે સવિકલ્પક પ્રત્યક્ષમાં રહેલા માનસ ભાગને માનસમાંથી પ્રત્યક્ષમાં ફેરવવા કરેલા બૌદ્ધિક પ્રયત્નનું પરિણામ છે. સવિકલ્પક પ્રત્યક્ષમાં રજમાત્ર પણ માનસે ભાગ માનસ ન રહે તે માટે તેમણે મરણિયા પ્રયાસ કર્યા છે, કારણ કે સવિકલ્પક પ્રત્યક્ષ જ તેમના પદાર્થવાદી દર્શનને પાયો છે. તેઓ પોતે જણાવે છે કે નૈયાયિકોના પ્રાણો સવિકલ્પક પ્રત્યક્ષમય છે, અર્થાત્ સવિકલ્પક પ્રત્યક્ષ કે નૈયાયિકના પ્રાણ છે.*
અલૌકિક સનિક અને અલૌકિક પ્રત્યક્ષે લૌકિક પ્રત્યક્ષેની ચર્ચા આપણે કરી. ગંગેશની તત્ત્વચિન્તામણિમાં ત્રણ અલૌકિક સનિક સ્વીકારી ત્રણ અલૌકિક પ્રત્યક્ષ માનવામાં આવ્યા છે. ત્રણ અલૌકિક સનિક છે–સામાન્ય લક્ષણસનિકર્ષ, જ્ઞાનલક્ષણસન્નિકર્ણ અને ગજસનિકઈ; અને આ સક્નિકથી જન્ય ત્રણ અલૌકિક પ્રત્યક્ષ રવીકારવામાં આવ્યા છે – સામાન્યલક્ષણ, જ્ઞાનલક્ષણ અને ગજ.૭૫
(૧) સામાન્ય લક્ષણ પ્રત્યક્ષ – ધૂમને દેખી અગ્નિનું અનુમાન થવું લોકસિદ્ધ હકીક્ત છે. પરંતુ એ અનુમાન માટે આવશ્યક છે વ્યાપ્તિજ્ઞાન અર્થાત
જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે એવું જ્ઞાન. પરંતુ અહીં પ્રશ્ન ઊઠે કે જ્યાં સુધી આપણે સર્વ દેશ અને સર્વ કાળના સર્વ ધૂમોને અગ્નિસહચરિત ન દેખીએ ત્યાં સુધી આવું વ્યાપ્તિજ્ઞાન કેવી રીતે સંભ? પરંતુ સર્વ દેશ અને સર્વ કાળના સર્વ ધૂને અગ્નિથી સહચરિત દેખવા લૌકિક પ્રત્યક્ષ સમર્થ નથી. એટલે, ન્યાય-વૈશેષિકે એ કલ્પના કરી કે ધૂમનું જ્યારે પ્રત્યક્ષ થાય છે ત્યારે સંયુકતસમવાયસન્નિકર્ષથી ધૂમના વિશેષણ ધૂમત્વસામાન્યનું પણ પ્રત્યક્ષ થાય છે. આ ઘૂમત્વસામાન્યનું જ્ઞાન સનિકરૂપે કાર્ય કરે છે.૭૭ ધૂમત્વસામાન્યજ્ઞાનરૂપ સન્નિકર્ષથી ધૂમત્વસામાન્યવત બધી ઘૂમવ્યકિતએનું પ્રત્યક્ષ થાય છે. આમ ઈન્દ્રિયનો વ્યક્તિ સાથે સંગ થતાં વ્યકિતનું