________________
ન્યાયદર્શીન
૫૧૭
પૂ વત્ — પૂવના એક અધટન પ્રમાણે આ અનુમાન એટલે કારણ ઉપરથી કાંનું અનુમાન; ઉદાહરણા વાદળા ઉપરથી વર્ષાનું અનુમાન.૩૯ પૂવના બીજા અ`ધટન પ્રમાણે જે સાધ્યની જાતિની વસ્તુ પૂર્વે પ્રત્યક્ષગેાચર થઇ હોય તે સાધ્યના અનુમાનને પૂવત્ કહેવામાં આવે છે. અર્થાત્ પૂર્વે જે જાતિની એ વ્યક્તિઓને સાથે સાથે જોઈ હાય તેમાંની એકનુ પછીથી પ્રત્યક્ષ થતાં બીજી જે પ્રત્યક્ષ નથી તેનું અનુમાન કરવું તે પૂર્વવત્ અનુમાન છે. ઉદાહરણા,ધૂમ ઉપરથી અગ્નિનું અનુમાન, અહીં ધૂમ અને અગ્નિ તેનુ પૂર્વે પ્રત્યક્ષ થયેલુ છે. ૪૦
શેષવત્—શેષવતના એક અ`ધટન અનુસાર કાય` ઉપરથી કારણનુ અનુમાન શેષવત્ અનુમાન છે; ઉદાહરણાથ, નદીમાં પૂર જોઈ વર્ષાનું અનુમાન.૪૧ ખીજા અ ટન પ્રમાણે નિષેધ કરતાં કરતાં બાકી જે રહે તે જ જેને વિષય છે તે અનુમાન શેષવત્ અનુમાન છે. આનું સરળ ઉદાહરણ જોઈ એ. ત્રણ પેટીએમાંથી એકમાં રત્ન છે તે આપણે જાણીએ છીએ પણ કઈ પેટીમાં છે તે આપણે જાણતા નથી. પહેલી પેટી તપાસી, તેમાં રત્ન ન જણાયું. ખીજી પેટી તપાસી, તેમાંથી પણ તે ન નીકળ્યું. એટલે ત્રીજી પેઢી તપાસ્યા વિના આપણે અનુમાન કરીએ છીએ કે ત્રીજી પેટીમાં રત્ન છે. ત્રણમાંથી એક પેટીમાં રત્ન છે, આ પ્રથમ પેટીમાં રત નથી, આ બીજી પેટીમાં રન નથી, એટલે આ ત્રીજીમાં રણ છે.’નૈયાયિકાને મતે શબ્દ ગુણુ છે. આ ગુણુ કાને છે એ સિદ્ધ કરવા તૈયાયિકા શેષવત્ અનુમાનના પ્રયોગ કરે છે. પૃથ્વી વગેરે આ દ્રવ્યેશને એકે એકે લઈ નક્કી કરે છે કે શબ્દ ગુણ તેમનામાં સંભવતા નથી. વળી, શબ્દ ગુણ હાઈ એ કાઈ ગુણમાં કે કઈ ક્રિયામાં રહેતા હોય એ પણ સંભવે નિહ. એટલે છેવટે અનુમાન કરવામાં આવે છે કે બાકી રહેલા નવમા દ્રવ્ય આકાશનેા તે ગુણ છે. આનું ખીજું નામ પરિશેષ અનુમાન છે.૪૨ ગૌડપાદાચાય તે મતે શેષવનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. અંશીના એક અંશના વિશિષ્ટ ગુણ ઉપરથી બાકીના અંશામાં તે વિશિષ્ટ ગુણુના હાવાનુ અનુમાન કરવું તે શેષવત્ અનુમાન છે. સમુદ્રના એક જલબિંદુને ચાખીને તે ખારું જણાતાં સમુદ્રનાં બધાં જ જલબિંદુએ ખારાં છે એવું અનુમાન શેષવત્ છે.૪૩ સગડી ઉપર મૂકેલી તપેલીમાંથી ચાખાને એક દાણા કાઢી દખાવી જોતાં તે ચડી ગયેલા જણાતાં બધા ચોખાના દાણા ચડી ગયા છે એવું અનુમાન શેષવત્'નું ગૌડપાદાચાય ને તે બીજું ઉદાહણ્યુ થાય. આમ ગૌડપાદને મતે શેષવત્ અનુમાન inductive (=આગમન) અનુમાન છે. પર ંતુ