________________
પદર્શન
અન્વયવ્યતિરેકી–અન્વયવ્યતિરેકી અનુમાન તે છે જેમાં અન્વયવ્યાપિત અને વ્યતિરેકવ્યાપ્તિ બંનેનાં દષ્ટા (અર્થાત સપક્ષ અને વિપક્ષ) મળી શકતાં હેય. પર્વત ઉપર ધૂમ દેખી અગ્નિનું અનુમાન કરીએ છીએ. આ અનુમાન અન્વયવ્યતિરેકી છે, કારણ અન્વયવ્યાપ્તિનું દષ્ટાન (સપક્ષ) અને વ્યતિરેકવ્યાપ્તિનું દષ્ટાન્ત (વિપક્ષ) બંને મળે છે. જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે (અન્વયવ્યાપ્તિ), ઉદાહરણર્થ રસોઈઘર (સપક્ષ). રસોઈઘરમાં ઘૂમની સાથે અગ્નિ છે. જ્યાં જ્યાં અગ્નિ નથી ત્યાં ત્યાં ધૂમ નથી (વ્યતિરેકવ્યાપિત), ઉદાહરણર્થ સરેવર (વિપક્ષ). સરેવરમાં અગ્નિના અભાવ સાથે ધૂમને પણ
અભાવ છે.પ૧
કેવલાન્વયી – કેવલાન્વયી અનુમાન તે છે જેમાં અન્વયવ્યાપ્તિનું જ દષ્ટાન્ત મળી શકે, વ્યતિરેકવ્યાપ્તિનું નહિ. “પટ અભિધેય છે કારણ કે તે પ્રમેય (ત્રય) છે આ અનુમાન લે. અહીં અવયવ્યાપ્તિ છે—જે જે પ્રમેય છે તે. તે અભિધેય છે. આ અન્વયવ્યાપ્તિનું ઉદાહરણ (અપક્ષ) મળે છે. ઘટમાં પ્રમેયત્વની સાથે અભિધેયત્વ પણ છે. ઘટ સપક્ષ છે. હવે, વ્યતિરેક વ્યાપ્તિ લે.
જે જે અભિધેય નથી તે તે પ્રમેય નથી' આ વ્યતિરેકવ્યાપ્તિનું ઉદાહરણ (=વિપક્ષ) કયાંય મળતું નથી. એવી એક પણ વસ્તુ નથી જે અભિધેય ન હોય. જે અનુમાનમાં વિપક્ષ મળતો જ ન હોય અને સપક્ષે જ મળતા હોય તે વ્યતિરેકવ્યાપ્તિ માટે ઉદાહરણ ક્યાંથી લાવવું? ઉદાહરણ વ્યાપ્તિનું આવશ્યક અંગ છે. તે સિવાય વ્યાપ્તિ સંભવે નહિ. તેથી આવા અનુમાનો કે
જ્યાં કેવળ અન્વયવ્યાપ્તિ સંભવતી હોય અને વ્યતિરેકવ્યાપ્તિ ન સંભવતી હોય તેમને કેવલાન્વયી અનુમાને કહેવામાં આવે છે.પર
કેવલવ્યતિરેકી – કેવલવ્યતિરેક અનુમાન તે છે જેમાં વ્યતિરેકવ્યાપ્તિનું દછાનત મળી શકે, અન્વયવ્યાપ્તિનું નહિ. “જીવમાં આત્મા છે કારણ કે તેમાં ગૌતન્ય છે –આ અનુમાન લે. અહીં અન્વયવ્યાપ્તિ છે—જે જે મૈતન્યવાન છે તે તે આત્માન છે.” હવે આનું ઉદાહરણ શું આપીશું. જેટલી મૈતન્યવાન વ્યક્તિઓ (મનુષ્ય, હાથી, ઘોડા, વગેરે) છે તે બધી જીવવર્ગમાં અર્થાત પક્ષમાં જ આવી જાય છે. પક્ષમાં તે સાધ્ય =આત્મા) સિદ્ધ કરવું છે એટલે પક્ષને (પક્ષા-તર્ગતને) દષ્ટાન્ત તરીકે ન લઈ શકાય. અન્વયવ્યાપ્તિને માટે સપક્ષનું હોવું જરૂરી છે કારણ કે સપક્ષ જ તેનું ઉદાહરણ બને છે. વળી, સપક્ષનું પક્ષથી ભિન્ન તેવું પણ જરૂરી છે. પરંતુ અહીં તે સપક્ષ છે જ નહિ. ૫૩ એટલે અન્વયવ્યાપ્તિ અશક્ય છે. હવે વ્યતિરેક વ્યાપ્તિ લે. જે જે આત્મવાન