________________
૫૧૮
પદર્શન
નાયિકે ગૌડપાદ સાથે સંમત નહિ થાય કારણ કે તેમને મતે આ પ્રકારનું જ્ઞાન પ્રત્યક્ષ જ છે, અનુમાન નથી. આવા અનુમાનને સ્વીકારતાં વ્યાપ્તિ અનુમાનથી ગૃહીત થાય છે એવું ફલિત થાય, જે નૈયાયિકને ઈષ્ટ નથી.
સામાન્યત દષ્ટ–સામાન્યતદષ્ટનું ભાષ્યગત પ્રથમ અર્થધટન સ્પષ્ટ નથી. ભાગકાર એના ઉદાહરણ તરીકે દેશાત્રપ્રાપ્તિ ઉપરથી સૂર્યગતિના અનુમાનને આપે છે. સૂર્યને ગતિ કરતે આપણે દેખતા નથી. પરંતુ તેને કેઈક વાર અમુક સ્થાને અને કોઈક વાર અમુક સ્થાને દેખીએ છીએ. એના ઉપરથી એની અપ્રત્યક્ષ ગતિનું અનુમાન આપો કરીએ છીએ. કાંડાધડીઆળનું દષ્ટાન્ત લો. એના કલાક કાંટાની ગતિ આપણે દેખી શકતા નથી. પરંતુ તે અત્યન્ત મન્દ ગતિએ
જ્યારે અન્ય સ્થાને પહોંચી ગયા હોય છે ત્યારે આપણે અનુમાન કરીએ છીએ કે તે ગતિ કરે છે; (એનાથી ઊલટું જે ઘણા સમય પછી પણ તે અન્ય
સ્થાને ગયેલે જણાતો નથી ત્યારે આપણે અનુમાન કરીએ છીએ કે તે ગતિ કરતા નથી.) આમ સ્થાનાન્તરપ્રાપ્તિ ઉપરથી અપ્રત્યક્ષ ગતિનું અનુમાન સામાન્ય દષ્ટ અનુમાનનું ઉદાહરણ છે.૪૪ પરંતુ આમાં અને શેષવત ( કાર્ય ઉપરથી કારણના અનુમાન)માં કંઈ અખ્તર જણાતું નથી, કારણ કે પ્રસ્તુત ઉદાહરણ પણ કાર્ય (=સ્થાનાન્તરપ્રાપ્તિ) ઉપરથી કારણુ–ગતિ)ના અનુમાનનું જ છે. ભાષ્યગત દ્વિતીય અર્થઘટન નીચે પ્રમાણે છે. કેટલાક પદાર્થ એવા છે જેમનું કદી પ્રત્યક્ષ થતું નથી, કેવળ કેટલાંક ચિહ્નો એવાં મળે છે જેના ઉપરથી આપણે એમના અસ્તિત્વનું અનુમાન કરી શકીએ છીએ. આવાં સ્થાળાએ લિંગ અને લિંગીનું સાથે કદી પ્રત્યક્ષ સંભવતું જ નથી, કારણ કે લિંગી નિત્યપરોક્ષ છે. આ પ્રસંગે લિંગ ઉપરથી લિંગીનું અનુમાન કેવી રીતે થાય? લિંગના સામાન્ય ધર્મ દ્વારા લિંગીનું અનુમાન થાય છે. ઉદાહરણર્થ, ઇચ્છા, સુખ, દુઃખ, વગેરે ગુણો છે. ઇચછા, સુખ, દુઃખ વગેરેને સમાનધર્મ ગુણ હોવાપણું છે. એને આધારે આપણે કહી શકીએ કે ઈચ્છા આદિ ગુણોને આધાર દ્રવ્યરૂપ હોવો જોઈએ અને તે ઇચ્છા વગેરે ગુણોથી વિશિષ્ટ તે દ્રવ્ય જ આત્મા છે. અહીં ગુણ-દ્રવ્યના પ્રત્યક્ષ સબંધ દ્વારા જેમનો આત્મા સાથે સંબંધ પ્રત્યક્ષ નથી એવા પ્રત્યક્ષજ્ઞાત ઈચછા આદિ ગુણો =લિંગ) પોતાના દ્રવ્યરૂપ આધાર નિત્ય પરોક્ષ આત્માનું =લિંગીનું) અનુમાન કરાવે છે.૪૫ આ દ્રિતીય અર્થઘટનને વિશેષ સમજવા વાચસ્પતિની મદદ લઇએ. તેઓ કહે છે કે અહીં જે સાધ્યનું અનુમાન કરવામાં આવે છે તે સાયની જતિની કોઈ પણ વસ્તુ કદીય પ્રત્યક્ષચર થવી શકય નથી. એક ઉદાહરણથી આ અનુમાનને સમજીએ. રૂપજ્ઞાન, રસજ્ઞાન વગેરે જ્ઞાન ક્રિયારૂપ છે. જે ક્રિયારૂપ હોય તે કરણયુક્ત હોય છે. એટલે આ જ્ઞાન પણ કરણ