________________
ન્યાયદર્શને
પર૫
ઉદાહરણનું નથી. કેટલાક તે માને છે કે ઉદાહરણ આવશ્યક નથી અને ઉદાહરણના અભાવમાં પણ અનુમાન થઈ શકે છે. એવું જણાય છે કે મૂળ રૂપમાં પાચ વાક્યો આ રૂપમાં હશે–પર્વતો વદ્ધિમાન | ધૂમવતિ | યથા માનસ: I તથા ગ્રામ્ | તસ્માત તથા / આમ ત્રીજા વાક્યમાં કેવળ ઉદાહરણ જ શરૂઆતમાં હશે. પરંતુ પછી એની સાથે વ્યાપ્તિ પણ કહેવી જરૂરી મનાઈ. પરિણામે ઉદાહરણ સહિત વ્યાપ્તિકથનની પ્રણાલી શરૂ થઈ ત્યારેય નામ તે જૂનું “ઉદાહરણ” જ રહ્યું. આમ ત્રીજા અવયવમાં ઉદાહરણ કરતાં વ્યાપ્તિ વધુ મહત્ત્વની હોવા છતાં તે અવયવનું નામ “ઉદાહરણ” કેમ ? –-આ પ્રશ્નને આવો ખુલાસો બડાસ આપે છે.
હેતુભેદ તર્કસંગ્રહકાર લિંગના ત્રણભેદ જણાવે છે – અન્વયવ્યતિરેક, કેવલાન્વયી અને કેવલવ્યતિરેકી. જે હેતુ અન્વયવ્યાપ્તિ અને વ્યતિરેકવ્યાપ્તિ ધરાવતો હોય તે અન્વયવ્યતિરેકી; જે કેવળ અન્વયવ્યાપ્તિ ધરાવતો હોય તે કેવલાન્વયી અને જે કેવળ વ્યતિરેક વ્યાપ્તિ ધરાવતો હોય તે કેવલવ્યતિરેકી. આ ત્રિવિધ લિંગને આધારે અન્વય-વ્યતિરેકી આદિ ત્રિવિધ અનુમાન બને છે. આ ત્રિવિધ લિંગને સમજવા તે ત્રિવિધ અનુમાન વિશે પરિચ્છેદ જુઓ.
હેતુરૂપ તૈયાયિક હેતુના ( સહેતુના) પાંચ રૂપિ ( લક્ષણો) ગણાવે છે. જે હેતુ તે પાંચ લક્ષણો ધરાવતો હોય તેને જ સહેતુ ( valid reason) ગણી શકાય. તે પાંચ લક્ષણ છે-(૧) પક્ષસત્ત્વ, (૨) સપક્ષસત્ત્વ, (૩) વિપક્ષાસા (૪) અસપ્રતિપક્ષત્વ અને (૫) અબાધિતત્વ.૩
પક્ષ, સપક્ષ અને વિપક્ષની પરિભાષા આપણે સમજી લીધી છે. હેતન પક્ષમાં હોવું તે પક્ષસત્ત્વ છે. હેતુનું સપક્ષમાં હોવું તે સપક્ષસત્ત્વ છે. હેતનું વિપક્ષમાં ન હોવું તે વિપક્ષાસત્ત્વ છે. પક્ષમાં સાધ્યને અભાવ પુરવાર કરનાર તુલ્યબળવાળો વિરોધી હેતુ ન હોવો તે અસત્રતિપક્ષત છે. હેતુને વિષય (=સાધ્ય) અનુમાન સિવાયના અન્ય કોઈ પ્રમાણથી બાધિત (contradicted) ન થવો તે અબાધિતત્વ છે.
હેવાભાસ હેતુ જેવો દેખાવા છતાં પણ જે હેતુનાં ઉપર્યુકત લક્ષણો ન ધરાવતા હેય તે હેત્વાભાસ (fallacious reason) કહેવાય છે.૭૪