________________
૫૧૦
પર્શન
(૬) વ્યાતિગ્રહણ – વ્યાપ્તિનું જ્ઞાન આપણને કેવી રીતે થાય છે? અમુક વસ્તુ અમુક વસ્તુની સાથે નિયત સહયંસંબંધ ધરાવે છે એવું જ્ઞાન આપણને કેવી રીતે થાય છે કે અર્થાત વ્યાપ્તિગ્રહણની સમસ્યા એ જ આગમન(induction)ની સમસ્યા છે. વ્યાપ્તિજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાના અંગે છે–(૧) અન્વય (agreement in presence), (૨) વ્યતિરેક (agreement in absence), (૩) વ્યભિચારાગ્રહ (absence of contrary instance so far), (x) HULE 4 (repeated observance) દ્વારા ઉપાધિનિરાસ (૫) તર્ક (cogitation) દ્વારા વ્યાઘાતનિદર્શન (pointing out the practical contradiction) (૪) સામાન્ય લક્ષણ અલી કિક પ્રત્યક્ષ (extraordinary perception).
(૧) અન્વય–એક વસ્તુની (=સની ધૂમની) સાથે બીજી વસ્તુનું ( વનું
અગ્નિનું) હેવું અન્વય છે. જ્યાં જ્યાં સ(ધૂમ) હોય છે ત્યાં તેની સાથે : a(=અગ્નિ) પણ હોય છે એવું આપણે દેખ્યું છે. ધૂમને જ્યાં દેખે છે ત્યાં અગ્નિને દેખે છે. રસેડામાં ધૂમ દેખ્યો છે અને અગ્નિ પણ તેની સાથે દેખે છે. પર્વત પર ધૂમ દેખે છે અને પર્વત પર ચઢી અગ્નિ પણ તેની સાથે દેખ્યો છે. ચીમનીમાંથી નીકળતો ધૂમ દેખ્યો છે અને તે ચીમનીવાળા સ્થાને ત્યારે અગ્નિ પણ દેખ્યો છે. આ ઉપરથી ધૂમ અગ્નિ સાથે નિયત સાહચર્ય સંબંધ હોવાની સંભવિતતા લાગે છે. પરંતુ ધૂમને અગ્નિની સાથે કેટલેક સ્થાને દેખવાથી ધૂમને અગ્નિ સાથે સાહચર્યસંબંધ નિયત અને સાર્વભૌમ છે એવો નિર્ણય નથી થઈ શકતો.
(૨) વ્યતિરેક–એક વસ્તુ(===અગ્નિ)ના અભાવમાં બીજી વસ્તુ(===ધૂમ)નું
ન હેવું તે વ્યતિરેક છે. જ્યાં 9 વસ્તુ (=અગ્નિ) નથી હોતી ત્યાં મેં વસ્તુ ( ધૂમ) પણ નથી હોતી એવું આપણે અનેક સ્થળે દેખ્યું છે. કૂવામાં, નદીમાં, વગેરે સ્થાનેએ જ્યાં અગ્નિને નથી દેખે ત્યાં ધૂમને પણ નથી દેખે. અગ્નિના અભાવમાં ધૂમનું અસ્તિત્વ દેખ્યું નથી. આમ અન્વય ઉપરાંત વ્યતિરેકની સહાયથી ધૂમને અગ્નિ સાથેને સાહચય સંબંધ નિયત હોવાની સંભવિતતા વધી જાય છે. તેમ છતાં કેવળ અન્વય-વ્યતિરેક ઉપરથી એક વસ્તુને (= =ધૂમનો) બીજી વસ્તુ (===અગ્નિ) સાથે સાહચર્યસંબંધ નિયત જ છે એવો નિર્ણય થઈ શકતા નથી.