________________
૫૦૬
પદ્શન હોતો નથી. તે વ્યભિચાર કરતો નથી અર્થાત અગ્નિને છોડી અન્યત્ર જ . નથી. તે કદીય અગ્નિ સિવાય સહવાસ કરતું નથી.
આ વસ્તુને બીજી રીતે સમજીએ. ધૂમ અગ્નિ વિના નથી રહી શકતે. અર્થાત ધૂમને અગ્નિના વિના ભાવ (=અસ્તિત્વ) હોતા નથી (=અ). તેથી, ધૂમના અગ્નિ સાથેના અવ્યભિચરિત સાહચર્ય સંબંધને “અવિનાભાવસંબંધીના નામે પણ ઓળખવામાં આવે છે. આમ વ્યાપ્તિસંબંધ એ અવિનાભાવસંબંધ છે. જે એક વસ્તુ એવી હોય જે બીજી વસ્તુ વિના કદીય અસ્તિત્વ ધરાવતી જ ન હોય તો, તે વસ્તુને બીજી વસ્તુ સાથે અવિનાભાવસંબંધ છે એમ કહેવાય.૧૮
આમ વ્યાપ્તિને આપણે નિયત સાહચર્ય, અવ્યભિચરિત સંબંધ, ઐકાન્તિક ભાવ અથવા અવિનાભાવ સંબંધ પણ કહી શકીએ છીએ.
(૨) વ્યાખ્ય-વ્યાપકભાવ-વ્યાપ્તિસંબંધ બે વસ્તુઓ વચ્ચે હોય છે. અહીં પ્રશ્ન ઊઠે છે કે કેની વ્યાપ્તિ કેનામાં હોય છે ? ધૂમ અને અગ્નિ વચ્ચે વ્યાપ્તિસંબંધ છે. પરંતુ ધૂમની વ્યાપ્તિ અગ્નિમાં છે કે અગ્નિની વ્યાપ્તિ ધૂમમાં છે ?
આપણો અનુભવ એવો છે કે ધૂમ કદી અગ્નિ વિના હોતે નથી પરંતુ અવિન ધૂમ વિના હોય છે. તપાવેલા લાલચોળ લેઢામાં અગ્નિ છે પણ ધૂમ નથી. તેથી ઔકાન્તિતા =એકનિષ્ઠતા) ધૂમમાં છે, અગ્નિમાં નથી અર્થાત અગ્નિ ધૂમમાં સીમિત નથી, પણ ધૂમ અગ્નિમાં સીમિત છે.
ધૂમવૃત્ત અને અગ્નિવૃત્તની કલ્પના કરે. અહીં ધૂમવૃત્ત સંપૂર્ણતઃ અગ્નિવૃત્તમાં સમાયેલું છે, પણ અનિવૃત્ત ધુમવૃત્તિમાં સમાયેલું નથી. બીજા શબ્દોમાં, ધૂમને જેટલે પ્રદેશ છે તે પ્રદેશમાં અગ્નિ વ્યાપ્ત છે, પરંતુ અગ્નિને એટલે પ્રદેશ છે તેમાં ધૂમ વ્યાપ્ત નથી. અર્થાત ધૂમમાં અગ્નિની વ્યાપ્તિ છે, અગ્નિમાં ધૂમની વ્યાપ્તિ નથી. જેની વ્યાપ્તિ હોય તે વ્યાપક કહેવાય છે અને જેમાં વ્યાપ્તિ હોય તેને વ્યાપ્ય કહેવાય છે. પ્રસ્તુત ઉદાહરણમાં અગ્નિ વ્યાપક છે અને ધૂમ વ્યાપ્ય છે. અગ્નિ ધૂમને વ્યાપક છે, કારણ કે તે વ્યાપ્તિક્રિયાને કર્તા છે. ધૂમ અગ્નિને વ્યાપ્ય છે કારણ કે તે વ્યાપ્તિક્રિયાનું કર્મ છે. વ્યાપ્ય કદી વ્યાપકની બહાર નથી રહી શકતું પરંતુ વ્યાપક વ્યાયની બહાર પણ રહો શકે છે.