________________
પદન
પૂર્વાપર અનુસ ંધાનરહિત, વિચારશૂન્ય એવું જે નિવિકલ્પ ઇન્દ્રિયા સન્નિજન્ય જ્ઞાન ઉત્તરકાળે સ્વીકારાયું છે તેને વ્યાવૃત્ત કરવા માટે આ ‘વ્યવસાયાત્મક’ પદ પ્રત્યક્ષલક્ષણમાં મૂકવામાં આવ્યું છે એમ ભાષ્યકારે કહ્યું નથી. આમાંથી તે એવું ફલિત થાય કે કાં તે તેઓ આવા જ્ઞાનને ‘જ્ઞાન’ કેટમાં ગણવા માગતા નથી કાં તે તેઓ આવા જ્ઞાનની સંભવિતતાને જ સ્વીકારતા નથી. અને જો એમ હાય તેા ‘જ્ઞાન' પથી જ એવાં જ્ઞાનેની વ્યાવૃત્તિ થઈ જાય છે.
૪૭૪
વાચસ્પતિને મતે વ્યવસાયાત્મક' પદ સવિકલ્પ પ્રત્યક્ષરૂપ પ્રકાર દર્શાવવા મૂકવામાં આવ્યું છે, અને નહિ કે ઇન્દ્રિયા સન્વિક જન્ય સંશયની વ્યાવૃત્તિ કરવા. તેમને મતે ઇન્દ્રિયા સન્વિક જન્ય સશયની વ્યાવૃત્તિ તેા લક્ષણગત ‘અવ્યભિચારી’ પદથી જ થઈ જાય છે.૩૮
નિર્વિકલ્પ અને સર્વિકલ્પ પ્રત્યક્ષા
કણાદ, ગૌતમ અને વાત્સ્યાયન પ્રશસ્તપાદની પહેલાં થઈ ગયા છે. પ્રશસ્તપાદના સમયમાં બૌદ્ધ પર પરામાં નિવિકલ્પ પ્રત્યક્ષના સિદ્ધાન્તે સ્પષ્ટ આકાર ધારણ કર્યાં હતા. દિફ્નાગ તેના પ્રવર્તીક હતા. પ્રશસ્તપાદ ક્રિષ્નાગના સમકાલીન યાદિષ્નાગ પછી તરત જ થયા હોય એમ જણાય છે. બૌદ્દોના નિવિકલ્પ પ્રત્યક્ષ સિદ્ધાંતની પાયાની બાબતેા આ છે...(૧) નિવિ કલ્પ પ્રત્યક્ષ જ પ્રમાણ છે, સવિકલ્પ પ્રત્યક્ષ પ્રમાણુ નથી. (૨) નિવિ’કલ્પ પ્રત્યક્ષ જ નિવિભાગ શુદ્ધ વસ્તુને જાણે છે. (૩) નામ, જાતિ, દ્રવ્ય, ગુણુ, કર્મ આ બધાં બાહ્ય અસ્તિત્વ ધરાવતાં નથી. તેથી નિવિકલ્પ પ્રત્યક્ષમાં તેમનું ગ્રહણ થતું નથી. (૪) નામ, જાતિ વગેરે બુદ્ધિની, વિચારની નીપજ છે. મુદ્ધિ (=વિચાર) નામ, જાતિ વગેરેરૂપ સ્વનિમિ`ત માધ્યમ સિવાય વસ્તુને ગ્રહણ કરી શકતી નથી. (૫) સવિકલ્પ પ્રત્યક્ષમાં વિચાર, પૂર્વાપરાનુસંધાન, સ્મૃતિ અને શબ્દના પ્રવેશ હેાય છે. તેથી તે વસ્તુ ઉપર નામ, જાતિ, વગેરેને આરોપ કરી વસ્તુને શુદ્ધ સ્વરૂપે નહિ પણ વિકૃત સ્વરૂપે ગ્રહણ કરે છે. તેથી સવિકલ્પ પ્રત્યક્ષ પ્રમાણ નથી. એથી ઊલટું, નિવિકલ્પ પ્રત્યક્ષ વિચારશૂન્ય છે, પૂર્વાપરાનુસંધાનથી રહિત છે, સ્મૃતિને અંશ પણ તેમાં નથી, શબ્દસ ંસગની ચેાગ્યતા પણ તેમાં નથી, એટલે વસ્તુને તેના શુદ્ધ સ્વરૂપમાં તે જાણે છે; વસ્તુ ઉપર નામ, જાતિ, વગેરેના આરેાપ કરવાને તેને સ્વભાવ નથી; તેથી નિવિકલ્પ પ્રત્યક્ષ પ્રમાણ છે. (૬) નિવિ કપ પ્રત્યક્ષ અખિલ વસ્તુને જાણે છે, જ્યારે