________________
પગ્દર્શન
ઉપરાંત, વિશ્વનાથ કહે છે કે અભાવનું પ્રત્યક્ષ થવામાં અનુપલબ્ધિ પણ સહકારી કારણ છે. ભૂતલ ઉપર જે ઘટનું જ્ઞાન થાય તે ત્યાં તે ભૂતલ ઉપર ઘટાભાવનું જ્ઞાન ન થઈ શકે. આમાંથી એ ફલિત થાય છે કે અભાવનું (ઘટાભાવનું પ્રત્યક્ષ થવામાં પ્રતિયોગીની (=ઘટની) ઉપલબ્ધિનો અભાવ (=અનુપલબ્ધિ) કારણ છે. આને બીજી રીતે કહીએ તો ઘટની ઉપલબ્ધિને અભાવ (ત્રઘટાનુપલબ્ધિ) ન હોય તે ઘટાભાવનું પ્રત્યક્ષ ન થઈ શકે. પરંતુ અહીં યોગ્યતાનો ખ્યાલ રાખવાને છે. અર્થાત , વસ્તુ (=ઘટ) પ્રત્યક્ષ થવા એગ્ય હોય (અને તેના પ્રત્યક્ષ માટેની સંપૂર્ણ કારણસામગ્રી મેજૂદ હોય) તેમ છતાં જે તેનું પ્રત્યક્ષ ન થાય (ત્રઘટાનુપલબ્ધિ) તો તે વસ્તુના અભાવનું (=વટાભાવનું) પ્રત્યક્ષ થાય. ટૂંકમાં, તે જ વસ્તુના અભાવનું પ્રત્યક્ષ થાય છે જે વસ્તુ . પ્રત્યક્ષ થવાને વેગ હોય છે. જે વસ્તુમાં પ્રત્યક્ષ થવાની યોગ્યતા હોય તે જ તે વસ્તુની અનુપલબ્ધિમાં તે વસ્તુના અભાવનું પ્રત્યક્ષજ્ઞાન ઉત્પન્ન કરવાની યેગ્યતા આવે છે. જે અનુપલબ્ધિમાં આવી યોગ્યતા હોય છે તે જ અનુપલબ્ધિ અભાવનું પ્રત્યક્ષ કરાવે છે. ઘટાભાવનું પ્રત્યક્ષ કરાવવાની ઘટની અનુપલબ્ધિની યોગ્યતા આ જ છે કે “ઘટનું અસ્તિત્વ હોય તે ઘટની ઉપલબ્ધિ આવી પડે, કારણ કે જ્યાં પ્રકાશ વગેરે વિદ્યમાન છે ત્યાં જે ઘટ હોય તે તેની ઉપલબ્ધિ પણ હોય જ; પરંતુ ઘટ જે હોત તે એની ઉપલબ્ધિ પણ થાત એમ આપણે અંધકારમાં ન કહી શકીએ, એટલે અંધકારમાં ઘટની અનુપલબ્ધિ ઘટાભાવનું પ્રત્યક્ષ કરાવવાની યોગ્યતા ધરાવતી નથી. પરંતુ અંધકારમાં પણ ઘટાભાવનું સ્પાર્શન પ્રત્યક્ષ તે થઈ શકે છે કારણ કે ઘટ જો હોત તો સ્પાર્શન પ્રત્યક્ષરૂપ ઉપલબ્ધિ થાત” એમ આપણે કહી શકીએ છીએ, એટલા માટે ઘટની સ્પાર્શન પ્રત્યક્ષરૂપ ઉપલબ્ધિનો અભાવ ઘટાભાવના સ્પર્શન પ્રત્યક્ષને ઉત્પન્ન કરવાની યોગ્યતા ધરાવે છે.૨૯
આ યોગ્યતાની દષ્ટિએ ન્યાય-વૈશેષિક દર્શનમાં એવું માનવામાં આવ્યું છે કે જે ઇન્દ્રિયથી જેનું પ્રત્યક્ષ થાય છે તે ઇન્દ્રિયથી જ તેના અભાવનું પ્રત્યક્ષ થાય છે. રૂપનું પ્રત્યક્ષ ચક્ષુથી થાય છે એટલે વાયુમાં રૂપાભાવનું પ્રત્યક્ષ પણ ચક્ષુથી જ થાય છે. સુગધનું પ્રત્યક્ષ ઘાણથી થાય છે એટલે પથ્થરમાં સુગન્ધાભાવનું પ્રત્યક્ષ પણ ઘાણથી જ થશે. એવી જ રીતે, ગોળમાં તીખાશને અભાવ, શ્રોત્રમાં શબ્દને અભાવ અને આત્મામાં સુખને અભાવ કમથી રસના, શ્રોત્ર અને મનન્સ ઈન્દ્રિયથી ગૃહીત થશે. ઉપર્યુક્ત બધાં ઉદાહરણોની બાબતમાં એમ કહી શકાય કે વાયુમાં જે રૂપ હત તે ચક્ષુ દ્વારા તેનું ગ્રહણ