________________
પદર્શન
મહાભાષ્યના પ્રથમ આહ્નિકમાં “વાકે વાક્ય’ નામથી ન્યાયવિદ્યાનો ઉલ્લેખ થયો છે. (૨) ન્યાયવિદ્યા માટે “નીતિનામને પ્રયોગ પણ થાય છે. નવ્યર્નયાયિક જગદીશ તલંકારે ન્યાયવિદ્યા માટે “નીતિનામ વાપરવાની પરંપરાનું સૂચન કર્યું છે.મિલિન્દપ્રટનમાં ચાર દર્શને ગણાવ્યાં છે—સાંખ્ય યોગ, નીતિ અને વૈશેષિક. અહીં સાંખ્ય-ગનું જોડકું અને નીતિ-વૈશેષિકનું જોડકું ગણાવાયું છે. તેથી “નીતિ’નામથી અહીં ન્યાયવિદ્યા અભિપ્રેત હશે એમ લાગે છે. (૩) વાસ્યાયને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ન્યાયવિદ્યા માટે “આખ્યાક્ષિકી નામનો પ્રયોગ થાય છે. અહીં એક મહત્વને પ્રશ્ન એ ઊઠે છે કે “આક્ષિકી’ નામનો પ્રયોગ ન્યાયવિદ્યા માટે ક્યારથી થવા લાગ્યો. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ચાર વિદ્યાઓ ગણાવી છે–આક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડનીતિ. એ પછી તરત કહેવામાં આવ્યું છે કે સાંખ્ય, યોગ અને લેકાયત આ ત્રણ આન્ધાક્ષિકી છે. આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ‘આક્ષિકી. શબ્દ સામાન્યરૂપથી દર્શનશાસ્ત્ર માટે પ્રયુક્ત થયો છે. “આન્યાક્ષિકી શબ્દો અર્થ છે દેખેલાને ફરીથી દેખવું” અર્થાત મનન. આ રીતે જોતાં ‘આન્ધાક્ષિકીશબ્દનો પ્રયોગ દર્શનશાસ્ત્ર માટે અત્યન્ત ઉચિત છે, કારણ કે દર્શનશાસ મનનરૂપ જ છે. પરંતુ જે વખતે અનુમાનવિદ્યા યા ન્યાયવિદ્યાનું પૃથફ પ્રસ્થાન થયું, તે સ્વતંત્રપણે એક શાસ્ત્રના રૂપમાં અસ્તિત્વમાં આવી ત્યારે “આક્ષિકી’ શબ્દનો અર્થ “અનુમાનવિદ્યા કરી તે શાસ્ત્ર માટે તે શબ્દનો પ્રયોગ થવા લાગે. હવે દેખેલાને દેખવાને (=અન્વીક્ષાનો) અથું અનુમાન થશે અને “આન્યાક્ષિકી’નો અર્થ “અનુમાનવિદ્યા યા “ન્યાય વિદ્યા થયો. (૪) ન્યાયવિદ્યા માટે “તક” નામનો પણ પ્રયોગ થાય છે. તેને તર્કવિદ્યા પણ કહેવામાં આવે છે. (૫) ન્યાયવિદ્યાનું એક નામ હતુવિદ્યા છે. સાધ્યને સિદ્ધ કરવા માટે સૌથી મુખ્ય હેતુ છે. હેતુ વિના પ્રતિજ્ઞાનું કંઈ મૂલ્ય નથી. એટલે હેતુનાં લક્ષણો અને હેવાભાસની ચર્ચાનું સ્થાન ન્યાયવિદ્યામાં મહત્ત્વનું છે. તેથી ન્યાવિદ્યાને હતુવિદ્યા પણ કહેવામાં આવે છે. (૬) ન્યાયવિદ્યાનું બીજું એક નામ વાદવિદ્યા’ પણ છે. વિદ્વાનોની પરિઘમાં કેઈ ગહન વિષયના વિચાર યા શાસ્ત્રાર્થને વાદ કહેવામાં આવે છે. એવા શાસ્ત્રાર્થમાં નિતાઃ ઉપાદેય હોવાથી ન્યાયવિદ્યાને વાદવિદ્યાના નામથી પણ પ્રસિદ્ધિ મળી છે. (૭) ન્યાયવિદ્યાને માટે પ્રમાણ વિદ્યા શબ્દ પણ પ્રચલિત છે, કારણ કે તે પ્રમાણમાં અંગેનું પ્રમાણનું સ્વરૂપ, પ્રમાણનું પ્રામાણ્ય, પ્રમાણના ભેદો, વગેરેનું સાંગોપાંગ નિરૂપણ કરે છે. તે પ્રમાણુમીમાંસા છે. (૮) ન્યાયશાસ્ત્રના પ્રણેતાનું નામ ગૌતમ યા અક્ષપાદ હોઈ તેને “ગૌતમીય શાસ્ત્ર' યા ‘અક્ષપાદર્શન' તરીકે પણ ઓળખવામાં આવે છે.