________________
દર્શન પ્રમાણે છે– તદ્રુતિ તરબરોડામવો ચયાર્થ: આનો અર્થ છે-જે વસ્તુ જે ધર્મવાળી હોય તે વસ્તુમાં તે જ ધર્મને અનુભવ થાય છે તે અનુભવ યથાર્થ કહેવાય. ઉપરાંત, વાસ્યાયન કહે છે કે જે અનુભવ અર્થ ક્રિયાકારી છે, જે પ્રવૃત્તિને સફળ બનાવે છે તે અનુભવ યથાર્થ (=ર્થવત) છે.* આમ અનુભવ અને તજન્ય પ્રવૃત્તિ વચ્ચેનો સંવાદ તે અનુભવની યથાર્થતા છે. અનુભવની અર્થવ્યભિચારિતા અને અર્થ ક્રિયાકારિતા એ જ અનુભવની યથાર્થતા છે.
કેટલાક દાર્શનિકે એવા મતના છે કે તે જ અનુભવને પ્રમા ગણી શકાય જે યથાર્થ હોવા ઉપરાંત અગ્રહીતગ્રાહી હોય. જે અનુભવ કંઈ નવું જ્ઞાન ન કરાવે અને પિષ્ટપેષણરૂપ હોય તે અનુભવ યથાર્થ હોવા છતાં વ્યર્થ છે, નિરર્થક છે. તેથી, યથાર્થ અનુભવ જે અગ્રહીતગ્રાહી હોય તે જ તેને પ્રમાને પદે સ્થાપવા જોઈએ, અન્યથા નહિ. યાયિકે આનો વિરોધ કરે છે. તેઓ કહે છે કે ગૃહીત વિષયને ગ્રહણ કરનારો યથાર્થ અનુભવ વિફળ યા નિરર્થક નથી. સાપ, કાંટે, રીંછ, મગર, વિષધર, વગેરે હેય વિષય ફરી ફરી દેખાય છે ત્યારે દરેક વખતે તેમને દૂર કરવા સત્વર પ્રવૃત્તિ થાય છે. ચંદન, કપૂર, હાર, રમણી, વગેરે ઉપાદેય વિષયે ફરી ફરી દષ્ટિગોચર થાય છે ત્યારે દરેક વખતે અત્યંત સુખ થાય છે, આ સુખ દરેકને અનુભવગમ્ય છે. આમ ત્યાજ્ય વસ્તુનું પુનઃ પુનઃ દર્શન કે ગ્રાહ્ય વસ્તુનું પુનઃ પુનઃ દર્શન અકિંચિકર નથી. તેથી, અનુભવને પ્રમા બનવા યથાર્થ હોવું જ પૂરતું છે. તે માટે તેણે અગૃહીતાર્થગ્રાહી હોવું જરૂરી નથી.'
યથાર્થ અનુભવ(પ્રમા)નું સાધકતમ કારણ(ત્રકરણપ્રમાણ)
કાર્યનાં ઉત્પાદક અનેક કારણો હોય છે અનેક કારકે (causal conditions) હોય છે. તેવી જ રીતે, યથાર્થ અનુભવનાં ઉત્પાદક કારણો પણ અનેક હોય છે. પ્રમેય (object of knowledge) અને પ્રમાતા(knower)ને પણ તે કારણોમાં સમાવેશ થાય છે. આ બધાં કારણે માં જે કારણ સાધામ હોય છે તેને યથાર્થ અનુભવનું કરણ (પ્રમાણુ) ગણવામાં આવે છે. પરંતુ અહીં પ્રશ્ન જાગે છે કે કયા કારણને સાધાસ્તમ ગણવું ? આ પ્રશ્ન પર નૌયાયિકામાં બે મત છે. કેટલાક નૌયાયિકે કાર્ય (યથાર્થ અનુભવ) જે વ્યાપારથી સાક્ષાત ઉત્પન્ન થાય તે વ્યાપારને જ સાધતમ કારણ ગણે છે,
જ્યારે કેટલાક નૌયાયિકે એવો વ્યાપાર જે કારક ધરાવતું હોય તેને સાધકતમ કારણ ગણે છે. આથી સાક્ષાત્કારી (=પ્રત્યક્ષ) યથાર્થ અનુભવની બાબતમાં