________________
પદર્શન
: ઉત્પન્ન થયું હોય, જે અવ્યપદેશ્ય હાય, જે અવ્યભિચારી હોય અને જે વ્યવસાયાત્મક હોય તે જ પ્રત્યક્ષપ્રમ છે.” આપણે લક્ષણગત દરેક અંશને ક્રમશઃ વિચારીશું.
(૨) દ્િયાર્થસન્નિવનમ–આને વિચાર આપણે વિસ્તારથી કર્યો છે એટલે હવે કંઈ કહેવાનું બાકી રહેતું નથી. ટીકાકારો જણાવે છે કે પ્રત્યક્ષજ્ઞાનની ઉત્પત્તિ માટે જે કે આત્મમનઃસનિકર્ષ, ઇન્દ્રિયમન સનિક અને ઈન્દ્રિયાથસન્નિકમાં ત્રણેય જરૂરી છે તેમ છતાં તે ત્રણેયમાં પ્રધાન ઈન્દ્રિયાર્થસનિક હોવાથી અહીં પ્રત્યક્ષલક્ષણમાં તેનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.
(૨) અભ્ય –() ભાષ્યકાર વાત્સ્યાયનનો મત ઃ જે જ્ઞાન ઈન્દ્રિયાર્થ સગ્નિકર્ષથી ઉત્પન્ન થાય છે અને પિતાના વિષયને તેના નામ સાથે અર્થાત શબ્દસંસ્કૃષ્ટ જાણે છે તે તે પ્રત્યક્ષ હોઈ શકે છે. તેથી તે જ્ઞાન તે “અવ્યપદેશ્ય” જ છે. તે જ્ઞાન પોતાના વિષયને તેના નામ (Fશબ્દવ્યપદેશ) સાથે જાણતું હેવા છતાં તે “વ્યપદેશ્ય” નથી. તે પછી કયું જ્ઞાન અહીં “વ્યપદેશ્ય શબ્દથી અભિપ્રેત છે, જેને વ્યાવૃત્ત કરવા સૂત્રમાં “અવ્યપદેશ્યપદ મૂકવામાં આવ્યું છે ? બીજા શબ્દોમાં, એવું તે કયું ઇન્દ્રિયાર્થસન્નિકર્ષજન્ય જ્ઞાન છે જેને અહીં અવ્યપદેશ્ય નથી ગણવામાં આવ્યું અને પરિણામે પ્રત્યક્ષપ્રમરૂપ નથી ગણવામાં આવ્યું છે ઇન્દ્રિયાર્થસનિક પન્ન જ્ઞાનને જ જ્યારે તેના અર્થના નામથી વર્ણવવામાં આવે છે ત્યારે તે જ્ઞાન શબ્દનો વિષય બની જતું હોવાથી વ્યપદેશ્ય " (=વ્યપદેશનો વિષય) કહેવાય છે; “રૂપજ્ઞાન “રસજ્ઞાન એવાં નામોનો જ્યારે તે તે જ્ઞાન વિષય બને છે ત્યારે તે જ્ઞાન અર્થપ્રવણ ન રહેતાં શબ્દનો વિષય બની જાય છે, શબ્દ બની જાય છે, વ્યપદેશ્ય બની જાય છે. આવા જ્ઞાનો—જે વ્યપદેશ્ય બની ગયાં છે–ઇન્દ્રિયાર્થસન્નિત્પન્ન હોવા છતાં પ્રત્યક્ષ નથી. દરેક અર્થને પિતાનું નામ છે—જેટલા અર્થો છે તેટલાં નામો છે; પરંતુ જ્ઞાનોને પિતાનાં નામ નથી. જ્ઞાનો તે પોતાના અર્થોનાં નામોથી જ વર્ણવાય છે, જેમ કે રૂપજ્ઞાન, રસજ્ઞાન, ઇત્યાદિ. ઈક્ષિાર્થસનિકપન્ન જ્ઞાન જ્યાં સુધી પિતાના વિષયને તેના નામ સહિત જાણે છે ત્યાં સુધી તે પ્રત્યક્ષ છે પરંતુ જ્યારે તે જ્ઞાનને ‘રૂપજ્ઞાન” “રસજ્ઞાન’ એવાં નામોથી વર્ણવવામાં આવે છે ત્યારે તે પ્રત્યક્ષ મટી શાબ્દ (શબદવિષય, વ્યપદેશવિષય, વ્યપદેશ્ય) બની જાય છે.૨૮ :
ન્યાયમંજરીકાર જયંતે પિતાની ન્યાયમંજરીમાં ભાષ્યકારના આ મતને વૃદ્ધતૈિયાયિકના મત તરીકે ટાંક્યો છે. તે કહે છે કે વૃદ્ધનેયાયિકને ‘વ્યપદેશ્યથી